તા. 11 માર્ચ 2023થી 17 માર્ચ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th March 2023 08:55 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ અશાંતિ તથા ઉદ્વેગના પ્રસંગો વધે. અકારણ ચિંતાનો અનુભવ થાય. મનની અપેક્ષાઓ મનમાં જ રહેશે. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે. આવકની દૃષ્ટિએ જોઇએ તો ખર્ચાઓ વધુ રહેશે, જેને પહોંચી વળવા માટેના તમારા પ્રયત્નો અમુક અંશે સફળ થાય. નોકરિયાત વર્ગને સાનુકૂળતામાં વધારો જોવા મળે, નવી તકો હાથ લાગે. ધંધા-ઉદ્યોગમાં આવકના નવા સ્ત્રોત ઉભા થશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી યા તો અશાંતિના પ્રસંગો ઓછા થતાં જોવા મળે. આનંદ તેમજ ઉલ્લાસના પ્રસંગોમાં વધારો થાય. આશાવાદી તકો પ્રાપ્ત કરી શકાય. લાંબા સમયના અટવાયેલાં નાણાં પરત મેળવી શકાય. કરજ–બોજો ઓછો થાય. કૌટુંબિક જવાબદારીમાં વધારો જોવા મળે. નોકરી-વ્યવસાયમાં થોડીઘણી મુશ્કેલીને બાદ કરતાં સમય સારો રહેશે. પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન મનોસ્થિતિ થોડી તંગ જોવા મળે. કોઈ કાર્યોમાં મન લાગે નહીં. થોડી વધુ ધીરજ રાખીને કામગીરી કરવી જરૂરી ગણાય. ખર્ચના પ્રસંગોમાં વધારો જોવા મળે. નવી નોકરીની શોધખોળ હજી ચાલુ રાખવી પડે. ધંધા-વેપારમાં ભાગીદારીથી થોડી સાવચેતી રાખવી. મકાન–પ્રોપર્ટીની ખરીદી કરવા ઈચ્છતા હો તો હવે સમય સાનુકૂળ છે. કોર્ટ–કચેરીના કાર્યો હજી અટવાયેલાં રહેશે.
• કર્ક (ડ,હ)ઃ ગમેતેવી વિપરિત પરિસ્થિતિમાં પણ તમારું ધૈર્ય જાળવશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. નેગેટિવિટીથી દૂર રહી કામગીરી આગળ વધારશો તો ફાયદામાં રહેશે. ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. સંપત્તિવિષયક સમસ્યાઓનો સુખદ ઉકેલ આવતો જોવા મળે. ધંધામાં નવા-નવા કાર્યો થકી સફળતા મેળવી શકશો. કૌટુંબિક વ્યક્તિઓ સાથે નાના પ્રવાસનું આયોજન કરી શકશો.
• સિંહ (મ,ટ)ઃ આ સમય આપના માટે પ્રગતિશીલ સાબિત થશે. સપ્તાહ દરમિયાન તમારી નાણાંકીય કારકિર્દીની સંભાવનામાં વધારો થઈ શકશે. જેના કારણે તમે વધુ ઉત્સાહ અનુભવશો. કેટલાક મુશ્કેલ મુદ્દાઓને પણ ઉકેલી શકશો. કારકિર્દી માટે પણ ઘણો સારી તક મળશે, જે તમારા કાર્યોને વધુ આગળ લઈ જાય. ધંધાકીય રીતે થોડાં ઘણાં પડકારોનો સામનો કરવો પડે. તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓને બહાર લાવવી અહીં જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારી સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. કાર્યક્ષેત્રમાં પ્રવર્તમાન પરિસ્થિતિને સમજીને આગળ વધશો તો અચૂક સફળ થઈ શકશો. તમારા માર્ગ આડેના અડચણ દૂર કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. નાણાકીય ક્ષેત્રે બેલેન્સ બનાવી રાખશો. ધંધાકીય ક્ષેત્રમાં જો લોન વિગેરે માટેની જરૂરિયાત હોય તેને પ્રાપ્ત કરી શકશો. સંબંધોની તિરાડને અહીં સૂઝબૂઝથી દૂર કરી શકશો. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ દૂર થાય.
• તુલા (ર,ત)ઃ તમારો વિનોદી, પ્રેમાળ અને ઉદાર સ્વભાવ અન્ય લોકો સાથેના વ્યવહારમાં અલગ તરી આવે, જે આપને દરેક કાર્યમાં સફળ પણ બતાવશે. જોકે, કોઈ વાર એના કારણે તમારે થોડી ઘણી પડકારજનક સ્થિતિનો પણ સામનો કરવો પડે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળે. નવીન કાર્યોની શરૂઆત આપના વ્યવસાયના ક્ષેત્રમાં શક્ય બને. નોકરીમાં બદલાવ ઈચ્છતા હો તો એ થોડાં ઘણાં પડકારોને બાદ કરતાં શક્ય બનશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત શક્ય બને.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમારે થોડું વધું મજબૂત રહેવું પડશે. ભલે તમે પરિશ્રમ કરવામાં પાછું વળીને ન જુઓ, પરંતુ આ સમય તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરવામાં થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. ખૂબ જ ધીરજ રાખીને આગળ વધવું હિતાવહ રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથે વાદવિવાદના પ્રસંગો ઊભા થઈ શકે એવી સંભાવના છે. વ્યવસાયિક કામગીરીમાં નવા સંબંધો કામ લાગી શકશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારે તમારા અભિગમને બદલવો પડશે. તમારી જાતને અન્ય લોકો સમક્ષ પૂરતાં તર્ક–વિતર્ક સાથે રજૂ કરશો તો થોડાં ઘણાં અંશે સફળતા પ્રાપ્ત કરી શકશો. લવલાઈફ, કારકિર્દી અને નાણાકીય રીતે આ સમય પોઝિટિવ બદલાવ લાવી શકે છે. મિત્રો થકી લાભ પ્રાપ્ત કરી શકશો. વડીલોપાર્જિત મિલકતસંબંધી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. ટૂંકી મુસાફરી જીવનમાં આનંદ લાવી શકે છે.
• મકર (ખ,જ)ઃ દરેક વિપરિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને મજબૂત બનાવી રાખશો તો કપરા સમયમાંથી આસાનીથી બહાર આવી શકશો. પરિવારનો સાથસહકાર પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાપારિક વિસ્તારની યોજનાઓ ઈચ્છતા હો તો થોડી હજી રાહ જોવી પડે. નોકરીમાં આપના કાર્યોની નોંધ લેવાય. લાઈફ પાર્ટનર સાથેના વિવાદને દૂર કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધી થોડી ઘણી તકલીફ સહન કરવી પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ જવાબદારીનું ભારણ તમારી ચિંતામાં વધારો કરશે. જેના કારણે સ્વાસ્થ્ય ઉપર થોડી ઘણી અસર જોવા મળે. આર્થિક દૃષ્ટિએ થોડી વધુ કાળજી લેવી પડે. કોઈ અંગત વ્યક્તિ સાથે સંબંધોમાં ખટાશ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં તમામ પ્રયત્નો છતાં હજી સફળતા મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડે. વ્યવસાયિક તાલમેલ જાળવી શકશો. પ્રવાસ–પર્યટનને કારણે દોડધામમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ દરેક મૂંઝવણમાંથી બહાર આવવા માટે આત્મમંથન એક સારો માર્ગ સાબિત થાય છે. તમારા સંતોષ અને ઊર્જાનો સંચાર પણ એના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. પરિવારની જરૂરિયાતને પહોંચી વળવા માટેની આર્થિક જોગવાઈના રસ્તાઓ પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર–કારોબારને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો આ સપ્તાહ દરમિયાન લઈ શકશો. માંગલિક પ્રસંગોને કારણે થોડો ઉત્સાહ – આનંદ વધશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter