તા. 11 મે 2024થી - 17 મે 2024 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th May 2024 08:46 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ મૂંઝવણોમાંથી ધીમે ધીમે બહાર નીકળશો. કોઈક નવીન મુલાકાત જૂના સંસ્મરણોને તાજા કરાવી દેશે. લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. મકાન તથા અન્ય પ્રોપર્ટીને લગતાં પ્રશ્નો અંગે પણ મદદ મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં કાર્ય થકી સફળતા, યશ–માન–કિર્તી પ્રાપ્ત કરશો. ભાગીદારીના કાર્યોમાં થોડું સાચવીને આગળ વધવું જરૂરી છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆત થોડી મૂંઝવણભરી રહેશે. છતાં ક્રમશઃ પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકો. નાણાકીય બાબતોમાં થોડી ખેંચતાણ અનુભવાય. તંદુરસ્તી બાબતે પણ થોડી કાળજી લેવી પડશે. ખરાબ સ્વપ્ન અથવા દુઃખદ સમાચારને કારણે ઊંઘ હરામ થાય. પ્રિય વ્યક્તિ અથવા કોઈ ખાસ મિત્ર સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થાય. વ્યવસાયિક કામગીરીમાં થોડી વધુ દોડધામ કરવી પડે.
• મિથુન (ક,છ,ઘ)ઃ જીવનસાથી સ્નેહના સંબંધો વધુ મજબૂત બનતાં જોવા મળે. લાંબા સમયથી ચાલતાં મતભેદ દૂર થાય. નવી નોકરી કે વ્યવસાયની ઈચ્છા ધરાવનારાઓ માટે આ સમય હજી થોડો વધુ પરિશ્રમ કરાવે. કૌટુંબિક વ્યક્તિઓનો સહકાર આપના મનોબળને વધુ મજબૂત બનાવશે. મિલકત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. નાણાકીય રીતે સમયની સાનુકૂળતા રહેશે. સંતાનોના અભ્યાસ વિષયક ચિંતા દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ આનંદમય અને સુખમાં વ્યતીત થાય. ઉપલા અધિકારી તથા વડીલોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકાય. નોકરીના ક્ષેત્રમાં ઈચ્છિત પ્રમોશન અંગેની ચર્ચાઓને વેગ મળશે. જોકે, કામકાજ પણ એટલું જ વધશે. નવા વેપાર-ધંધા માટેની ઊજ્જવળ તકો હાથ લાગશે. નાણાકીય બાબતોમાં રાહત જોવા મળશે. કુંવારા પાત્રોની જીવનસાથી માટેની શોધખોળ પૂરી થાય. પ્રવાસના આયોજન વધુ રોમાંચનો અનુભવ કરાવશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં તમારા મનની મુરાદ બર આવતી જણાય. જોઈતી સાનુકૂળતા ઊભી થાય, જેનો લાભ ઊઠાવવાનું ચૂકતા નહીં. લાગણીઓના ઘોડાને થોડા કાબૂમાં રાખજો. આર્થિક રીતે પ્રગતિના માર્ગ ખુલતા જણાય. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં વાતાવરણ સાનુકૂળ બનતું જણાય. લાંબા સમયથી અટવાયેલા લાભ પ્રાપ્ત થાય. વ્યાપારિક ક્ષેત્રમાં હજી થોડી રાહ જોવી પડશે, મોટા રોકાણો સમજી-વિચારીને કરશો. ગૃહાદિક જીવનમાં વાતાવરણ ખુશમય રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય થોડો મૂંઝવણોથી ભરેલો રહેશે. વાતના કેન્દ્રમાં કાર્યક્ષેત્ર હશે, પણ તેની અસર અંગત જીવનમાં પણ દેખાય. થોડી અકળામણનો અનુભવ થાય. નોકરી- વ્યાપારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીની સામે ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક રીતે અહીં સમય થોડો રાહતવાળો જણાય છે. મકાન–મિલ્કતની ખરીદીના પ્રસંગો બળવાન બનશે. વિદ્યાર્થીઓએ ધ્યાન અને એકાગ્રતા વધે એવા પ્રયાસ કરવાનું સૂચન છે.
• તુલા (ર,ત)ઃ આ સમય શાંતિમાં ખલેલ પહોંચાડે એવો રહેશે. જોકે, તમારા ધાર્યા કાર્યો પૂર્ણ થવાથી સ્ટ્રેસ ઓછું થાય. અહીં અંગત સાંસારિક પ્રશ્નોમાં થોડી અસ્વસ્થતા જોવા મળશે. આ સમયના ગ્રહયોગો તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. નોકરિયાત વર્ગને ધારેલા કાર્યને પાર પાડવા માટે આ સમય પડકારરૂપ સાબિત થાય, પરંતુ સફળતા પણ મેળવી શકશો. જીવનસાથીની તબિયત બાબતે થોડી ચિંતા રહેશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં ઉકેલ આવતા હજી વાર લાગશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં મહત્ત્વના કામકાજોમાં સફળતા પ્રાપ્ત થતાં આનંદની લાગણીનો અનુભવ કરી શકશો. નાણાકીય રીતે પણ ઘણી સફળતા પ્રાપ્ત કરશો. નવી આવકના સ્ત્રોત ઊભા થાય. નોકરીના ક્ષેત્રમાં સમયની સાનુકૂળતા તેમજ મહેનત અને પરિશ્રમ રંગ લાવે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારી થકી લાભ રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ખાસ કોઈ મુશ્કેલી કે ટેન્શન જણાતા નથી. આપની મનોસ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો, જેના કારણે આનંદ–ઉલ્લાસમાં વધારો થાય. આર્થિક દૃષ્ટિકોણથી જોઇએ તો આ સમય મિશ્ર રહેશે. વડીલોની સલાહથી દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં પ્રગતિશીલ તકો હાથ લાગશે. લગ્નવિષયક બાબતોનો ઉકેલ મેળવી શકાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. પ્રવાસ–પર્યટન આપના ઉત્સાહમાં વધારો કરાવશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. કોઈક આકસ્મિક અણબનાવ ચિંતાનું કારણ બને. ધંધાકીય ક્ષેત્રમાં પણ થોડી મંદી જોવા મળે પરંતુ જો વધુ પ્રયત્નશીલ બનશો તો એમાંથી બહાર પણ આવી શકશો. નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકશે. બઢતીના ચાન્સિસ તમારી તરફેણમાં રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ બદલાવ જોવા મળશે નહીં. આવકજાવકનું પ્રમાણ યથાવત્ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોભો અને રાહ જુઓનો છે. આથી થોડી ધીરજ રાખી કામ આગળ વધારવું જરૂરી છે. આપના પ્રશ્નો વધુ ના ગૂંચવાય ના એ માટે ખાસ પ્રયત્ન કરતાં રહેશો તો અચૂક સફળતા મળશે. ધંધા-વેપારમાં નવા ક્ષેત્ર ઊભા કરવા માટેના પ્રયત્નોમાં આંશિક સફળતા પ્રાપ્ત કરી શકાય. નોકરીમાં થોડા પ્રતિસ્પર્ધીઓનો સામનો કૂનેહપૂર્વક કરશો તો ફાવશો. પૈસાના પ્રવાહની દૃષ્ટિએ આ સમય આપના માટે સારો રહેશે. નિયમિત આવકમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ચિંતા અને અકળામણ ઓછાં થતાં જોવા મળે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ થોડી ઘણી વધુ રાહત થાય. તકલીફ દૂર થતાં માનસિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળશે. નાણાકીય સ્થિતિમાં વધુ મજબૂતી લાવી શકશો. ભાગીદારીથી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલાં કાર્યોમાં સફળતા મેળવી શકશો. નવીન રોકાણોથી ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભ મેળવી શકાય. પ્રવાસ–પર્યટનનું આયોજન થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter