તા. 13 એપ્રિલ 2024થી 19 એપ્રિલ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th April 2024 07:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. થોડી સૂઝબૂઝ વાપરીને આગળ વધશો તો ફાવશો. નોકરી-ધંધામાં સખત મહેનત માંગી લેતો સમય. આર્થિક રીતે થોડી રાહત થાય. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળશે. ખર્ચાઓ પણ ઓછા થાય. વ્યવસાયિક ભાગીદારો સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. મેડિકલના વિદ્યાર્થીઓ સારા સમાચાર મેળવશે. માંગલિક પ્રસંગોને કારણે થોડીક દોડધામ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં પરિસ્થિતિ થોડી વિકટ બનતી જોવા મળશે. જોકે મન મક્કમ રાખશો સામનો કરશો અને સુખદ પરિણામ મેળવી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થાય. વ્યવસાય-ધંધામાં નવી સિદ્ધિ સર કરી શકશો. નોકરિયાત વર્ગને જવાબદારી સાથે સાથે કામનું પણ ભારણ વધતું જોવા મળશે. નવા મકાનમાં રહેવા જવાનું સપનું હવે પૂર્ણ થતું જણાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો રહેશે. કાર્યક્ષેત્રમાં તેમજ વ્યવસાયના ક્ષેત્રે લાભના યોગ છે. નવી કારકિર્દીમાં ડગ માંડતા વ્યક્તિઓને પોતાના લક્ષ્યને વળગી રહીને આગળ વધવાની અહીં સલાહ રહેશે. કાયદાકીય દાવપેચમાંથી હવે રાહત મળતી જોઈ શકશો. આર્થિક હાલતમાં સુધારો થતો જોવા મળશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન સારી એવી તકો હાથ લાગશે, જેનો લાભ ઉઠાવવાનું ચૂકતા નહીં. આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ હવે ખૂલતાં જણાશે. સ્વાસ્થ્યને લગતી થોડીઘણી ચિંતાઓ રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી ઘણી અડચણો આવતી જણાશે. વિદ્યાર્થીઓને સમયની સાનુકૂળતા થતી જોવા મળશે.
• સિંહ (મ,ટ): જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવાથી શાંતિની અનુભૂતિ થાય. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. વ્યવસાય-ધંધામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં વખતે કોઈ ચોક્કસ વ્યક્તિની સલાહ અવશ્ય લેજો. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. થોડીક શારીરિક તકલીફ ચિંતા રખાવશે. નાણાંકીય ભીડ ઘટતી જોવા મળે. જમીન-મકાનના પ્રશ્નો હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ આપના માટે સાનુકૂળ રહેતી જણાશે. આત્મવિશ્વાસ દઢ બનતો જણાય. યુવાનોને ઇચ્છિત કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય. વેપાર સંબંધિત કામગીરી થોડી ધીમી પડતી જણાશે. આમ છતાં નિર્ધારિત કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક પરિસ્થિતિમાં જૈસે થે રહેશે. મકાન-જમીનના પ્રશ્નો બાબતે કોર્ટ-કચેરીમાં ધક્કા ખાવા પડશે. પ્રવાસનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ મક્કમ મનોબળ અને આકરી મહેનત થકી જ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાનું શક્ય બનશે. કોઈ પણ પ્રકારનો ડર તમારા ઉપર હાવી થવા દેશો નહીં. વ્યાપારી વર્ગને કામને કારણે ચિંતાનો બોજ વધતો જોવા મળશે. રિલેશનશીપમાં ઉતાર-ચઢાવવાળી પરિસ્થિતિ અનુભવાય. માંગલિક પ્રસંગોમાં હાજરી અનિવાર્ય બનશે. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ પ્રેશર વધતું જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે મિશ્ર પરિણામ આપનારો રહેશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જણાય. બીજી તરફ ખર્ચામાં પણ વધશે. કામનું ભારણ વધતું જણાય. ધંધા-વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય. સામે કાર્યબોજ પણ વધે. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના યોગ બળવાન બનશે. સંતાનોના લગ્નબાબતે થોડી ઘણી ચિંતાઓ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડું સાચવવું જરૂરી.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી સમસ્યાનો અંત આવતો જોઈ શકશો. જૂની વાતોને ભૂલ નવેસરથી શરૂ કરશો તો ફાયદામાં રહેશો. આર્થિક બાબતે હજી થોડો ઉતાર-ચઢાવ રહેશે. ખર્ચાઓને કંટ્રોલમાં રાખવા જરૂરી છે. વ્યવસાયિક કાર્યોમાં ભાગીદારીના મામલે થોડી વધુ સાવચેતી રાખવી જરૂરી. નોકરીમાં સમયસર કામ પૂરું કરવાનું પ્રેશર રહેશે. લગ્નવિષયક બાબતોમાં કોઈ વડીલની સલાહ લઈ આગળ વધવું સલાહભર્યું છે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આનંદમય પસાર થાય. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ખુશીમાં બમણો વધારો થાય. કારકિર્દીની શરૂઆત કરનાર યુવાવર્ગને પોતાના પ્રયત્નો સફળ થતાં જોઈ શકાય. આવક અને જાવકનું પ્રમાણ જળવાય રહેશે. જમીન-મકાનના સોદામાં તમને ફાયદો થાય. નોકરીમાં ચાલતા વિવાદો હવે દૂર થતા જણાય. માતાપિતા સાથે સારો સમય પસાર કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન ચિંતામાં થોડો વધારો જોવા મળે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતાઓમાં વધારો થાય. નોકરી-વ્યવસાયમાં લાભદાયક તકો પ્રાપ્ત થાય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને સારું એવું કામ મળી શકે છે. નવા વાહનની ખરીદી માટેના યોગ છે. સંતાનોના અભ્યાસ અને કારકિર્દી વિષયક બાબતોને લઈને થોડી દોડધામ વધશે. વિદેશ અભ્યાસ ઇચ્છતા વિદ્યાર્થીઓને હવે ખુશખબર મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને સંજોગો તમારા માટે સકારાત્મક રહેશે. નજીકની કોઈ વ્યક્તિ સાથેની ગેરસમજ દૂર થતાં હાશકારાનો અનુભવ થાય. વ્યવસાયમાં થોડી ગુપ્તતા જાળવવી જરૂરી છે. દરેક વાતો જાહેર કરવી જરૂરી નથી. મિલકત સંબંધિત ખરીદીવેચાણ માટેની ઉત્તમ તકો હાથ લાગશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કોઇ ચિંતા હશે તો એ હવે દૂર થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter