તા. 13 મે 2023થી 19 મે 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th May 2023 10:10 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સાનુકૂળ સંજોગો ઊભા થતાં સક્રિયતા અને ઉત્સાહ વધે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવે તેને ઝડપી લેજો. નાણાકીય કટોકટીમાંથી બહાર આવી શકશો. જરૂરિયાતને પહોંચી વળવા માટે આવશ્યક જોગવાઈ ઊભી કરી શકશો. વિશ્વાસઘાતના પ્રસંગોથી થોડું સાવચેત રહેવું. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓ કે સહકર્મચારી સાથે વાદવિવાદમાં ન ફસાઇ જાવ એની કાળજી જરૂરી.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કાલ્પનિક ચિંતાઓનો બોજો વધે નહીં તેની કાળજી લેશો. તમારા વિચારો જ તમારી સમસ્યાનું મૂળ બની શકે છે. અવિશ્વાસનો ભય અને શંકાઓને છોડશો તો સાચો આનંદ માણી શકશો. નાણાકીય રીતે સરેરાશ બેલેન્સ બનાવી શકશો. કોઈ ખોટા ખર્ચામાં ન પડવાનું સલાહભર્યું રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ અટવાયેલા કાર્યોની શરૂઆત થઈ શકશે. પરિસ્થિતિ થોડી વધુ સાનુકૂળ બને.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ માનસિક રીતે સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની-વ્યથામાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. આવકની દૃષ્ટિએ થોડીઘણી ચિંતા રહેશે. શેરસટ્ટાના રોકાણોમાં નુકસાનીનો ભય રહેશે. નોકરીના ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. જમીન-મકાન કે સંપત્તિના અટવાયેલા કાર્યો અહીં પૂરાં થઈ શકશે. કૌટુંબિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા વધશે.
• કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય થોડો સ્પર્ધાત્મક પ્રતિક્રિયાવાળો રહેશે. એક પછી એક દરેક કાર્યોમાં નવી નવી ચેલેન્જ ઓળંગીને કોઈક નવી કારકિર્દી તરફની દિશામાં આપ આગળ વધશો. વ્યવસાયની દૃષ્ટિએ જરૂરી સહાયતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે બેલેન્સ જાળવી રાખવા માટે વધારે મહેનત કરવી પડશે. રોકાણ સંબંધિત કોઈ મોટા નિર્ણયો લેવા માટે હમણાં સમય સારો નથી, જેથી દૂર રહેવુ સલાહભર્યું રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહે ગૃહાદિક જીવનમાં તેમજ વ્યાપારિક કાર્યોમાં વિનાકારણ ગૂંચવણો ઊભી થશે. મન પર ભારણ થોડું વધશે. તમારા પ્રત્યે લાગણી રાખનારા પણ તમારી કામગીરીથી અસંતોષી બને. નોકરીના ક્ષેત્રમાં અગત્યના કાર્યો હજી વણઉકેલ્યા રહેશે. જોકે આર્થિક રીતે થોડી રાહત રહેશે. જાવકનું પ્રમાણ ઓછું થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં નુકસાની ભોગવવી પડે એવો ચુકાદા આવે. એકંદરે આ સમય થોડો વધુ ભારણવાળો રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં આંતરિક ઇચ્છાઓ તેમજ મનના વિચારોને બહાર લાવી શકશો. સંબંધોની મીઠાશ વધતી જોવા મળે. આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ગૃહાદિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ સાબિત થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી થોડી સમસ્યાઓ વધે.
• તુલા (ર,ત)ઃ કામગીરીના દૃષ્ટિકોણથી આ સમય સરેરાશ કરતાં વધુ સારો પુરવાર થાય. ધંધાકીય રીતે ઘણો સારો સમય આવી રહ્યો છે, જે આપના માટે લાભદાકારક સાબિત થાય. થોડી એકાગ્રતા તેમજ લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સમસ્યા હશે તો તેનો ઉકેલ મળશે. આર્થિક સ્થિતિ વધુ સારી બનતી જણાય. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ સાબિત થાય. પ્રવાસની ઇચ્છા સાકાર થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહના પ્રારંભે થોડીક મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરવો પડે. આખરના દિવસોમાં થોડી રાહત રહેશે. નોકરીમાં આપનું સ્થાનફેર થવાની શક્યતા રહેશે. જોકે નાના-મોટા અવરોધો આપની કાર્યશીલતામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યવસાયિક રીતે સમય સારો છે. નવી યોજનાઓ થકી ફાયદો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ બનાવી રાખવો અતિ આવશ્યક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર જણાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ લાંબા સમયની સમસ્યાનો અંત આવતો જોવા મળે. પરિણામે ચિંતાઓ દૂર થાય અને હળવાશનો અનુભવ થાય. નોકરીના ક્ષેત્રમાં આપને બીજાઓના દબાણમાં રહીને કામગીરી કરવાનો સમય પૂરો થાય. આપના નિર્ણયો જાતે લઈ શકશો. વ્યાપારમાં નવા મૂડીરોકાણોથી લાભ પ્રાપ્ત કરી શકશો. લોખંડ-ખનીજ-મેડિકલ ક્ષેત્રના વ્યાપારમાં તેજીની રૂખ જોવા મળે. સંતાનોના અભ્યાસ વિષયક પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય. મન તણામુક્ત બનતાં આનંદની લાગણીનો અનુભવાય.
• મકર (ખ,જ)ઃ આ સમય મહત્ત્વના કામકાજો પાર પાડવા માટે અનુકૂળ રહેશે. છતાં જોઈજાળવીને આગળ વધવાનું સલાહભર્યું રહેશે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી લાભ મેળવી શકશો. અધૂરા કાર્યો પુરા કરવા માટે યોગ્ય મદદ મેળવશો. નોકરીના ક્ષેત્રમાં આપને કોઈ આનંદના સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપારિક વ્યસ્તતા વધે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજયના યોગ છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક અશાંતિનું મૂળ કારણ વગરની ચિંતાઓ છે. આથી ખૂબ સાચવીને કામગીરી કરવી જરૂરી. બીજાના સલાહ-સૂચન સાંભળ્યા બાદ નિર્ણય કરશો તો સફળતા મેળવી શકશો. નાણાકીય ક્ષેત્રે વધુ સાવચેતી જાળવવી જરૂરી. નહીં તો નુકસાનીનો ભોગ બની શકો છો. કુંવારા પાત્રો માટે ચર્ચાઓનો દોર આગળ વધે. વ્યાપારિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ યથાવત્ રહેશે. નવી નોકરીની શોધખોળ અહીં પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમયની સાથે સાથે આપની પ્રગતિ થશે. વિકાસના આડે આવતા અવરોધો હવે દૂર થતાં જોવા મળશે. અટકેલા કામકાજો તેમજ કોઇની સાથે મનદુઃખ થયું હશે તો મનમેળ સાધી શકશો. આપને લોકો માનપાન આપે એવા સંજોગો ઊભા થાય. મનન અને ચિંતનથી લાભ પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક કામગીરીમાં સફળતાના નવા શીખરો સર કરી શકશો. નોકરિયાત વર્ગને અહીં બઢતી તેમજ પ્રગતિ જણાય. દામ્પત્યજીવનની કડવાશ દૂર થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter