તા. 15 ઓક્ટોબર 2022થી 21 ઓક્ટોબર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th October 2022 06:29 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ થોડી પરિસ્થિતિ પડકારજનક રહેશે. સમય થોડો કપરો સાબિત થાય. થોડું સહન કરવું પડે અથવા તો લેટ-ગો પણ કરવું પડે. વ્યવસાયિક રીતે થોડી ઊથલપાથલ જોવા મળે. ભાગદોડ વધતી જણાશે. વિદેશી કંપનીમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ સાબિત થાય. નોકરિયાત વર્ગને પોતાની આવડત બતાવવા માટે આ સમય સારો છે. આર્થિક રીતે પરિસ્થિતિ એવીને એવી રહેશે. જોકે, લોન વિગેરેની જોગવાઈ માટે કામગીરી આગળ વધારી શકાય. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ પ્રયત્નો હવે સફળ થાય. આનંદ-ઉત્સાહમાં વધારો થશે. તમારો ઘણો ખરો સમય પરિવાર સાથે આનંદ-ઉલ્લાસમાં પસાર થાય. આધ્યાત્મિક તેમજ ધાર્મિક બાબતોમાં પણ રસપૂર્વક ભાગ લઈ શકશો. નોકરીના ક્ષેત્રમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના આધારે પ્રગતિ પ્રાપ્ત કરશો. મિત્રો-સંબંધી તરફથી યોગ્ય મદદ પ્રાપ્ત કરી શકશો. સંતાનોના પ્રશ્નો હલ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમયમાં થોડી મૂંઝવણ અથવા તો ટેન્શનવાળી પરિસ્થિત મહેસૂસ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂમાં વ્યસ્તતા ખૂબ વધતી જોઈ શકશો. પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી અને કાર્યબોજ વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે કોઈ યોગ્ય માર્ગ નક્કી કરવો પડશે. વ્યવસાયિક મામલાઓમાં ભાગીદારોની અપેક્ષાઓ વધતાં થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાંથી મતભેદ હશે તો દૂર થશે. પ્રવાસનું આયોજન થતાં મન પ્રફુલ્લિત રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારા સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. માનસિક અકળામણ પણ રહે. જોકે, વ્યાયામ અને યોગ્ય આહાર થકી થોડીક રાહત મેળવી શકો છો. કામકાજની જગ્યામાં એકથી બીજી જગ્યાની દોડધામ વધે. કામનું પ્રેશર પણ વધતું જોઈ શકશો. વ્યવસાયિક રીતે આપને ફાયદો થાય એવા કાર્યો કરી શકશો. નવું કાર્ય શરૂ થઈ શકશે. મકાન-સંપત્તિની બાબતોનો પણ નિકાલ લાવી શકશો. પૈસા સંબંધિત લેવડદેવડમાં થોડી કાળજી જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ કોઈ ખોટી ચર્ચા-વિચારણામાં ભાગીદાર બનો તેવી શક્યતા છે, જે તમારી વ્યક્તિગત જિંદગીમાં દાગ લગાવી શકે છે. આથી તમારી વાણી ઉપર કંટ્રોલ રાખશો તો નુકસાન ટાળી શકશો. વ્યાપારમાં થોડા ઘણાં ફેરફાર જરૂરી બને. સહયોગીઓ સાથેનું વર્તન હવે બદલવાની જરૂર રહેશે. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને હજી વધુ એકાગ્રતા સાથે કામ લેવું પડશે. અપરિણીત વ્યક્તિઓની જીવનસાથી માટેની શોધખોળનો અંત આવે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીને અનુલક્ષીને ઘણાં હકારાત્મક પરિણામો મેળવી શકશો. નવા કાર્યોમાં ઝંપલાવી શકો છો. ઉદ્યોગ-વ્યવસાય ક્ષેત્રે વિસ્તરણ માટેની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય. આર્થિક રીતે વધુ સદ્ધરતા મેળવી શકશો પરંતુ થોડી કાળજી પણ રાખવી હિતાવહ રહેશે. ભૂતકાળની ભૂલો અહીં ફરીથી થાય નહીં એનું ખાસ ધ્યાન રાખશો. સ્વાસ્થ્ય સંબંધી થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે. વિઝાને લગતી કામગીરીમાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમજ અનુભવો થકી જીવનમાં ઘણાં એવા સકારાત્મક પરિણામો મેળવી શક્યા છો, એને જાળવી રાખવા હજી પણ વધારે મહેનત અને મક્કમતા સાથે આગળ વધવાની જરૂર રહેશે. તમારા કોઈ પ્રિય પાત્ર સાથેની મુલાકાત તમારા ઉત્સાહમાં વધારો લાવશે. વ્યવસાય-ધંધામાં લાંબા સમયથી જ રાહ જોઈ રહ્યા છો એ સફળતા હાંસલ કરવાનો સમય હવે આવી રહ્યો છે. નોકરીમાં પણ પ્રગતિ-બઢતી મળવાના ચાન્સ રહેશે. આર્થિક સ્થિતિ હજી યથાવત્ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહની શરૂઆત ખૂબ સારી રીતે થશે, પરંતુ અંત તરફ જતાં જતાં થોડી તકલીફ અને ચિંતા-ભારણમાં વધારો જોવા મળશે. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેશે, પરંતુ ખર્ચાઓમાં વધારો થતાં થોડી નાણાંકીય કટોકટી મહેસૂસ થાય. નોકરી-વ્યવસાયમાં યોજનાઓના અમલીકરણમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવે. બાદમાં બધું નોર્મલ થઈ શકે છે. શેરબજારમાં તેજી જોઈ શકશો. પરિવારજનો સાથે પ્રવાસ-પર્યટન કે નાનું ગેટ-ટુ-ગેધરનું આયોજન થશે.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં દિલ અને દિમાગ બંનેથી વિચારીને આગળ વધશો. ભાવાવેશમાં આવીને લીધેલાં નિર્ણયો માટે પસ્તાવાનો વારો આવી શકે છે. વ્યવસાય-ધંધામાં પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થવું પડે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સાનુકૂળ પરિસ્થિતિ બનાવી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં તિરાડ વધતી જોવા મળે. તમારી જીદને કારણે દરેકને નુકસાન પહોંચાડી શકો છો. વ્યાયામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.
• મકર (ખ,જ)ઃ જીવનમાં દરેક પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબની રહે એ શક્ય નથી. થોડું નમતું રાખીને કામ કરશો તો દરેકના માનીતા બની શકશો. વ્યવસાય-ધંધામાં કોઈ યોગ્ય સલાહકારની મદદથી આગળ વધવું. નોકરીમાં પરિસ્થિતિમાં અચાનક ફેરફાર આવી શકે છે. જે કદાચ તમારા માટે નુકસાનદાયક સાબિત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. વિવાદોથી દૂર રહેશો તો ફાવશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થઈ શકે છે. તમામ અધૂરાં કાર્યો પૂરાં કરવાની જવાબદારી તમારા ઉપર રહેશે. બિનજરૂરી વર્કલોડ થોડી માનસિક તંગદિલી ઊભી કરી શકે છે. આર્થિક બાબતોમાં થોડી ઘણી રાહત જોવા મળે. જીવનસાથી તરફથી મદદ મેળવી શકશો. કૌટુંબિક મિલકતના પ્રશ્નો હલ થાય. વ્યવસાય-ધંધામાં ભાગીદારીથી લેણું રહેશે. માંગલિક પ્રસંગોને કારણે દોડધામમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહેશે. દરેક કાર્ય સમજદારીથી કરવાથી ઝડપથી તમારા લક્ષ્યને પાર પાડી શકશો. આર્થિક રીતે સપ્તાહ ફાયદાવાળું રહેશે. કરિયર સંબંધિત બાબતોમાં તમારી મહેનત હવે રંગ લાવશે. વ્યવસાય-ઉદ્યોગમાં થોડી વિપરિત પરિસ્થિતિ આવે, મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ અનુભવીની સલાહ-માર્ગદર્શન આવશ્યક રહેશે. આધ્યાત્મિક તેમજ કોઈ સંત-મહાત્માના માર્ગદર્શથી જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter