તા. 15 જૂન 2024થી 21 જૂન 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th June 2024 06:07 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ બીજાના કામમાં દખલગીરી કરવાથી તમારી જ આબરૂને દાગ લાગી શકે છે જેથી કરીને કાળજી રાખવી. પરિવાર તેમજ સમાજમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડે. જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સોદા થઈ શકે છે. નોકરીમાં તમારી ધારેલી સફળતા હાંસલ કરવા માટેની તકો પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો લાવવા માટે તમારા તરફથી પહેલ કરી શકો છો. કોર્ટ–કચેરીના મામલામાં હજી રાહ જોવી પડે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ તમારા માટે સફળ સાબિત થઈ શકે છે. તમારી મહેનત અને ઊર્જાને તમારા કાર્યોમાં લગાવો. કોઈ ધાર્મિક આયોજનોમાં પણ ભાગ લઈ શકો છો. નાણાંકીય રીતે પણ સારા એવા ફાયદા મેળવી શકશો. ભૂતકાળમાં કરેલા રોકાણ તરફથી નફો મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં વધુ તેજી આવશે. કારકિર્દી સંદર્ભે તમારે કામગીરીમાં થોડાં ઘણાં ફેરફાર લાવવા જરૂરી રહેશે. કામના કારણે દોડધામ પણ વધશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો વધુ પડતો અનુશાસિત સ્વભાવ તમારા જ પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે, જેથી કરીને થોડાં પરિવર્તનની જરૂર રહેશે. આર્થિક રીતે પરિસ્થિતિને મજબૂત બનાવી રાખવા માટેના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં સરકારી કામકાજોને કારણે થોડી ઘણી અડચણ ઊભી થાય. કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી છૂટકારો મેળવશો. બેરોજગાર વ્યક્તિઓ માટે હવે સારો સમય આવી રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું ફળ તમારી અપેક્ષા મુજબનું પ્રાપ્ત થતાં આનંદ અને ઉત્સાહ અનુભવશો. પારિવારિક પ્રસંગોમાં પણ સમય પસાર કરવો જરૂરી રહેશે. નાણાંકીય પરિસ્થિતિમાં નજીવા બદલાવ સાથે થોડી રાહત અનુભવશો. નોકરિયાત વર્ગને સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું પ્રેશર અનુભવાય. વ્યવસાય ક્ષેત્રે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. જે કામ હાથ પર લેશો એને સફળતાપૂર્વક પૂરું કરી શકશો. વિદ્યાર્થીઓને માટે સમય થોડો કપરો જણાય. પરીક્ષાનું ટેન્શન રહેશે.
• સિંહ (મ,ટ): તમારા વ્યક્તિત્વને નિખારવા માટેના તમારા પ્રયત્નોમાં સફળતા મળે. સકારાત્મક જીવનશૈલીને કારણે વધુ ફાયદો થાય. પ્રગતિ પ્રાપ્ત કરવા માટેના તમારા પ્રયત્નો પણ સફળ થતાં જોઈ શકશો. વ્યવસાયમાં જરૂરી વ્યક્તિઓનો સહયોગ અને કાર્ય વિશે માહિતી સરળતાથી મેળવી શકશો. નોકરિયાત વર્ગને કામમાંથી હવે થોડી રાહત મળશે. નાનો પ્રવાસ શક્ય બને. પરિવાર સાથે સુખદ પળોનો આનંદ લઈ શકાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ મહત્ત્વપૂર્ણ બાબતોમાં તમે જે ધારો છો એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા કાર્યો આડેના વિઘ્નો દૂર થતાં જોઈ શકાય. આર્થિક મામલે આવક સાથે સાથે ખર્ચાઓ પણ વધારો જોવા મળે. મકાનના રિનોવેશનનું કામ હાથ ધરી શકશો. વ્યાપાર ક્ષેત્રમાં કાનૂની વિવાદ માટેની સાવધાની જરૂરી. કોઈ બીજી મુશ્કેલીમાં ન ફસાવ તેની કાળજી લેશો. મિત્રો કે સહયોગીની મદદ અહીં કામ લાગશે.
• તુલા (ર,ત)ઃ વર્તમાન પરિસ્થિતિ આનંદદાયક માહોલ સર્જશે. તમારી દરેક કામગીરીમાં સફળતા પ્રાપ્ત થાય. નાણાંકીય ભીડ દૂર થતાં રાહતનો શ્વાસ લઈ શકશો. કરિયરમાં કોઈપણ પ્રકારની અડચણ વગર હવે જે પ્રકારે પ્રગતિ મેળવવા ઈચ્છો છો એના માટેના દ્વારા ખૂલતાં જોઈ શકશો. વ્યવસાયિક જગતમાં મોટા રોકાણો માટે બેંક સાથે વાટાઘાટો ચાલતી હોય તો સફળતા પ્રાપ્ત કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન આનંદ-ઉલ્લાસનો અનુભવ કરશો. નવી યોજનાઓ હવે દિમાગમાં આવે જેને સફળતાપૂર્વક પાર પાડવા માટેના આયોજન પણ શરૂ કરી શકશો. નોકરિયાતને પોતાની ઈચ્છિત કામગીરી માટેની યોગ્ય તકો પ્રાપ્ત થાય. બદલીની ઈચ્છા હોય તો હવે સાકાર થાય. વ્યવસાય–ઉદ્યોગમાં વિસ્તરણ શક્ય બને. જીવનસાથી સાથેના અણબનાવને દૂર કરી શકશો. નાની ટ્રિપ પણ પ્લાન કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે આપનો સારો એવો સમય ઘરની દેખરેખ કે સુધારાને લગતી ગતિવિધિમાં પસાર થાય. કોઈને ઉછીના આપેલા નાણાં પરત મેળવી શકશો. વ્યવસાયમાં પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આગળની કામગીરી કરવાની સલાહ રહેશે. નોકરીમાં બદલી-બઢતીના અટવાયેલાં કામકાજોનો હવે ઉકેલ આવે. પરિવાર સાથે થોડો વધુ સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળે.
• મકર (ખ,જ)ઃ તમારો આ સમય થોડો કસોટીવાળો રહેશે. જોકે, તમારી સૂઝબૂઝથી તમે દરેક કસોટીમાંથી પાર ઉતરી શકશો. વ્યવસાય જગતમાં બદલાતી પરિસ્થિતિ સાથે નવી નીતિથી કામગીરી કરશો તો લાભમાં રહેશો. નોકરીના ક્ષેત્રમાં સહકર્મચારી સાથે નજીવી બાબતે રકઝક થાય એવી સ્થિતિ બની શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો જોવા મળે. જોકે, સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. જે આપને ખૂબ જ શાંતિ અને હકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવશે. આર્થિક મામલામાં તમારી કોઈ નજીકની વ્યક્તિની મદદથી ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ લાવી શકશો. વ્યવસાયિક પરિસ્થિતિમાં થોડા ઘણાં પરિવર્તનો જોઈ શકશો. તમારું માન–સન્માન પણ વધે. નોકરી માટે જે પ્રયાસો તમે કરી રહ્યા છો તે હવે સફળ થતાં જોઈ શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે કામનું ભારણ જોવા મળે, જેના કારણે તમારો સ્વભાવ પણ બદલાતો જોઈ શકશો. ચિડિયાપણું, ગુસ્સો, ટેન્શન અનુભવાય. નાણાંકીય રીતે આ સમય સારો છે. તમારા કામનું વળતર પણ સારું મેળવશો. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારતાં હોવ તો શક્ય બનશે. વ્યવસાયમાં કોઈ પણ લેવડ– દેવડ કરતાં સમયે સાવચેતી જરૂરી. નોકરીમાં પરિવર્તન ઈચ્છતા હો તો એ હવે સફળ થઈ શકશે. સંતાનની બાબતમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે યોગ્ય વિચાર કરીને આગળ વધશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter