તા. 16 જુલાઇ 2022થી 22 જુલાઇ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th July 2022 06:39 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ આનંદમય બની રહેશે. કૌટુંબિક મદદ સારી મળી રહેશે. આર્થિક મામલે વધુ મહેનત કરવી પડશે. આવકના પ્રમાણમાં જાવક વધશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. વ્યાપાર-ધંધામાં થોડી ચિંતા રહેશે. આરોગ્ય સારું રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારું રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ચિંતા દૂર થતી જણાશે. નાણાંકીય પ્રશ્નો ઉકેલાશે. અગત્યના કાર્યોમાં સફળતા મળશે. જોકે મહેનત વધુ કરવી પડશે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. મકાન-મિલકતના કાર્યોમાં સફળતા મળશે. સંતાનોની મદદ મળી રહેશે. વડીલોને સારું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ ઉત્સાહજનક પસાર થશે. મૂંઝવણનો ઉકેલ મળતો જણાશે. નોકરિયાત વર્ગને સમય સારો રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ધંધાકીય કાર્યોમાં સામાન્ય અવરોધ રહેશે. યાત્રા-પ્રવાસ ફળદાયી નીવડશે. કુટુંબમાં શુભ પ્રસંગો યોજાઇ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમે ચિંતા કરી માનસિક શાંતિ ગુમાવશો. કૌટુંબિક સંપત્તિને કારણે અવરોધો રહેશે. નોકરીના પ્રશ્નો ઉકેલાશે. બઢતી અને બદલીના યોગ છે. વડીલોની મદદ મળી રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બળવાન બનશે. ભાગીદારીથી ઓછું લેણું રહેશે. સંતાનોની મદદ મળી રહેશે. આરોગ્ય સારું રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં તમને ધારેલી સફળતા મળશે. માનસિક ચિંતાઓ ઓછી થશે. દરેક કાર્ય જોઈજાળવીને કરવું. ઉતાવળા નિર્ણયોથી નુકસાન થવા શક્યતા રહે. આર્થિક દૃષ્ટિએ સારું રહેશે. રોકાયેલા નાણાં પરત મળશે. વેપાર-ધંધામાં લાભ થશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વડીલોની ચિંતા રહેશે. યાત્રા-પ્રવાસ થશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાનકોઈ નવી કામગીરી કરી શકશો. માનસિક શાંતિ રહેશે. નાણાકીય સુખ સારું રહેશે. જોકે, મહેનત વધારે કરવી પડશે. સંતાનો માટે ખર્ચ થશે. વડીલોની તંદુરસ્તી બાબતે ચિંતા રહેશે. વેપાર-ધંધામાં ચઢાવ-ઉતાર આવશે. પ્રોપર્ટી અને જમીન ખરીદીના યોગ છે. આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે.
• તુલા (ર,ત)ઃ માનસિક ઉચાટ ઘટશે. ઉત્સાહમય સમય છે. વડીલોની મદદ મળશે. નોકરિયાત વર્ગને થોડી વધુ મહેનત કરવી પડશે. આર્થિક રીતે સારું રહેશે. તંદુરસ્તી સારી રહેશે. સંતાનો આપનાથી દૂર રહેશે. ધાર્મિક-માંગલિક કાર્યો થશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન તમારા અગત્યના કાર્યોમાં સફળતા મળી શકશે. નાણાકીય સુખ સારું રહેશે. ગૃહજીવન સારું રહેશે. નોકરી-ધંધા ક્ષેત્રે થોડી મુશ્કેલી રહેશે. સગાં-સ્નેહી સાથે સારી લાગણી રહેશે. ધંધામાં નુકસાન થવાની શક્યતાઓ રહેશે. અતિ વિશ્વાસુ બનવાથી મુશ્કેલી આવવાની શક્યતા છે. યાત્રા-પ્રવાસ થશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન મન પરથી ચિંતાનો બોજ દૂર થશે. આવકનું પ્રમાણ વધશે. નહીં ધારેલા કાર્યોમાં સફળતા મળશે. શેર-સટ્ટાથી દૂર રહેવું. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ થશે. નોકરી-ધંધામાં સારું રહેશે. બેલેન્સરૂપે નાણાકીય સુખાકારી રહેશે. વડીલોનો સહકાર મળશે. સંતાનોની ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ આપે ધારેલા કામોમાં સફળતા મળી શકશે. નાણાકીય રીતે થોડા અવરોધ આવશે. લેણી રકમ પાછી મળશે. ઉતાવળિયા નિર્ણય કરવાથી નુકસાન જવાની શક્યતા રહેશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી. અવિવાહિતોને વિવાહયોગ બળવાન બનશે. પ્રવાસ-પર્યટન થશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. નોકરિયાત માટે આ સમય સારો છે. નોકરી મેળવવામાં સફળતા મળી શકશે. પ્રોપર્ટીમાં વધારો કરી શકશો. વેપાર-ધંધામાં સમય મધ્યમ છે. વડીલો સાથે વિચારભેદ - મતભેદ રહેશે. ગૃહજીવનમાં આનંદ અને ઉત્સાહ વધશે. ગૃહોપયોગી વસ્તુઓની ખરીદી કરી શકશો. મિત્રોની મદદ મળી શકશે. આરોગ્ય અંગે ચિંતા રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી ચિંતાનો બોજ વધતો જણાશે. સતત કાર્યશીલ રહેવું જરૂરી. નાણાંકીય રીતે સારું રહેશે. આવક સારી રહેશે. નવા કામો કરવામાં સફળતા મળશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થી વર્ગને સામાન્ય અવરોધો આવશે. હિતશત્રુઓથી દૂર રહેવું અને મન શાંત રાખવું. ઉતાવળિયા નિર્ણય નુકસાનકારક સાબિત થઇ શકે છે. વારસાગત પ્રોપર્ટી મળવાની શક્યતા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter