તા. 18 જૂન 2022થી 24 જૂન 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th June 2022 08:37 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ ચિંતાનું ભારણ થોડું ઓછું થતાં જોવા મળશે. ગ્રહોની સ્થિતિ તમારા લાભના દ્વારા ખોલી શકે છે. થોડી વધુ મહેનત કરવાની જરૂરત રહેશે. આર્થિક પરિસ્થિતિમાં વધુ સ્ટેબિલીટી લાવી શકશો. ખર્ચાઓ પર હવે કાબૂ રાખવો જરૂરી છે. નોકરી-વ્યવસાયમાં સુધારો જોઈ શકશો. નવી કામગીરી હાથ ધરી શકશો. વૈવાહિક જીવનમાં થોડો મતભેદ સર્જાય એવી શક્યતાઓ રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ ઉતાવળા કે ભાવુક થઈને કોઈ નિર્ણય લેશો નહીં. ધૈર્ય અને સંયમ જાળવજો. કોઈ શુભચિંતકની મદદ થકી આશાની કિરણો જોવા મળશે. વાહન અથવા કોઈ મોંઘા ઉપકરણની ખરીદીની ઈચ્છા હોય તો એ હવે પૂરી થાય. નાણાકીય વ્યવસ્થા કરી શકશો. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથે પ્રમાણિક્તાથી વર્તન કરવું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ યથાવત્ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ જો કોઈ બાબત કે વિચારને કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી હોય તો સ્વજનની મદદ મળી રહેશે. આર્થિક પરિસ્થિતિમાં નજીવા ફેરફાર જોવા મળે. કામગીરીના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. માન-સન્માન પ્રાપ્ત થાય. નોકરીમાં બદલાવની જરૂરિયાત મહેસૂસ થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી પરેશાની સહન કરવી પડે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ મિશ્ર પરિણામવાળું રહેશે. શરૂઆતના દિવસોમાં થોડી નકારાત્મક પરિસ્થિતિ સર્જાય. સપ્તાહના અંત સુધીમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક રીતે નહીં નફો, નહીં નુકસાનની પરિસ્થિતિ રહેશે. કોઈ ફસાયેલાં નાણાં પરત મેળવવાના તમારા પ્રયત્નો હવે સફળ થાય. સ્પોર્ટ્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોઈ સારો એવો પ્રોજેક્ટ હાથ લાગે. નોકરીમાં તમારા સહકર્મચારી સાથે મનદુઃખના પ્રસંગો બની શકે છે.
• સિંહ (મ,ટ)ઃ તમારા વ્યક્તિત્વને નિખારવા માટેના પ્રયત્નોમાં સફળતા મળે. સકારાત્મક જીવનશૈલીને કારણે વધુ ફાયદો થાય. પ્રગતિ માટેના તમારા પ્રયત્નો પણ સફળ થતાં જોઈ શકશો. વ્યવસાયમાં જરૂરી વ્યક્તિનો સહયોગ અને કાર્ય વિશે માહિતી સરળતાથી મેળવી શકશો. નોકરિયાત વર્ગને કામમાંથી હવે થોડી રાહત મળશે. નાનો પ્રવાસ શક્ય બને. પરિવાર સાથે સુખદ પળોનો આનંદ લઈ શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ મહત્ત્વપૂર્ણ બાબતોમાં ધારો છો એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા કાર્યો આડેના વિઘ્નો દૂર થતાં જોઈ શકાય. આર્થિક ક્ષેત્રે આવક સાથે સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળે. મકાન રિપેરિંગ બાબતોમાં ખર્ચા વધી શકે છે. વ્યાપાર ક્ષેત્રે કાનૂની વિવાદ ટાળવા સાવધાની જરૂરી. કોઈ બીજી મુશ્કેલીમાં ન ફસાવાય તેની કાળજી લેશો. મિત્રો કે સહયોગીની મદદ અહીં કામ લાગશે.
• તુલા (ર,ત)ઃ વર્તમાન પરિસ્થિતિ તમારા માટે ઘણી આનંદદાયક જોવા મળે. તમારી દરેક કામગીરીમાં સફળતા પ્રાપ્ત થાય. નાણાકીય ભીડ દૂર થતાં રાહતનો શ્વાસ લઈ શકશો. કરિયરમાં કોઈ પણ પ્રકારની અડચણ હશે તો દૂર થશે. ઇચ્છિત પ્રગતિ હાંસલ કરવા માટેના દ્વાર ખૂલતાં જોઈ શકશો. વ્યવસાયિક જગતમાં મોટા રોકાણો માટે બેંક સાથે વાટાઘાટો ચાલતી હોય તો સફળતા મળી શકશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન આસપાસ સુખદ વાતાવરણ અનુભવશો. નવી યોજનાઓ હવે દિમાગમાં આવે, જેને સફળતાપૂર્વક પાર પાડવા માટેના આયોજન પણ શરૂ કરી શકશો. નોકરિયાતને પોતાની ઈચ્છિત કામગીરી માટેની યોગ્ય તકો પ્રાપ્ત થાય. બદલીની ઈચ્છા હોય તો હવે પૂર્ણ થાય. વ્યવસાય-ઉદ્યોગમાં વિસ્તરણ શક્ય બને. જીવનસાથી સાથેના અણબનાવને દૂર કરી શકશો. નાની ટ્રીપ પણ પ્લાન કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે, હજી ખર્ચા પર સંયમ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી હવે રાહત મળે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે દિનચર્યામાં થોડાક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ આત્મમનન તેમજ ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. કામનું વધુ પડતું ભારણ હવે છોડી દો. નાણાંકીય રીતે કોઈ મુશ્કેલી અહીં દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી મનની ઈચ્છાઓને બહાર લાવો. મનમાં ને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલો. નાણાંકીય રીતે હવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચ કરજો. વ્યાપાર-નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોક્સાઈ લાવો. કોઈ પણ જાતનાં નિર્ણયો લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરી આગળ વધો. સામાજિક તેમજ રાજકીય ગતિવિધિ વધે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાંકીય ચિંતાને કારણે કેટલાંક નિર્ણયો લેવા માટે મુશ્કેલી લાગે. મિલકત સંબંધિત વ્યવહારો સાચવીને કરશો તો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થાય. કોઈ સારી ઓફર આવે. વ્યાવસાયિક કામગીરી હવે પૂરજોશમાં આગળ વધશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter