તા. 18 માર્ચ 2023થી 24 માર્ચ 2023 સુધી

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th March 2023 13:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ કોઈ અંગત વ્યક્તિ સાથેના બગડેલા સંબંધો ઉકેલાતા જોવા મળે. વડીલોના સાથ-સહકારથી કઠીન કાર્યોને પણ સરળતાથી ઉકેલી શકશો. સામાજિક વર્તુળ વધશે. અનેક પ્રકારની પ્રવૃત્તિમાં વ્યસ્તતા વધતી જોવા મળશે. નાણાંકીય રીતે સ્થિતિ હમણાં થોડી ડામાડોળ રહેશે. જાવકના પ્રમાણમાં વધારો જોવા મળશે. વ્યવસાયિક રીતે સમયસર કાર્ય પૂરું કરવા માટે થોડું પ્રેસર વધે. આયાત-નિકાસ સંબંધિત વ્યાપારમાં તેજી જોવા મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આપનું આ સપ્તાહ ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત કરવાની પ્રેરણા આપી રહ્યું છે. વસ્તુઓને અલગ દૃષ્ટિકોણથી જોવા માટેની પ્રેરણા મળે. મિત્રો સાથેનો મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે. દૈનિક પ્રવૃત્તિઓનું આગળથી આયોજન બનાવીને કામગીરી કરશો તો સાનુકૂળતા રહેશે. ધંધા-ઉદ્યોગમાં કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થાય. કામકાજમાં સરળતા રહેશે. કરિયર સંબંધિત યોગ્ય તકો હાથ લાગશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારું ભાગ્ય તમારી સાથે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ કામકાજ આગળ વધારશો તો ફાયદામાં રહેશો. વ્યાપાર-ધંધામાં થોડી વધુ મહેનત માંગી લેશે. નવી યોજનાઓનું ઉદ્ઘાટન કરી શકશો. પરિવારની સંભાળમાં પરિજનો તેમજ જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ વધુ મજબૂત બનાવતા તમારા પ્રયત્નો સફળ થાય. વાહનખરીદીની ઈચ્છા હવે પૂરી થતી જોઈ શકશો.
• કર્ક (ડ,હ)ઃ સતત મૂંઝવણમાંથી હવે ધીરે ધીરે બહાર નીકળવાના રસ્તા મળે. તમારી આંતરિક ઊર્જા અને આત્મશક્તિ દ્વારા કામકાજને સરળ બનાવી શકશો. ધંધા-ઉદ્યોગમાં પ્રગતિ થાય. અન્ય લોકો સાથેના સંબંધો વ્યાપારમાં ફાયદો કરાવશે. જમીન-મકાનના લે-વેચમાં ફાયદો રહેશે. સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ હોય તે હવે દૂર થાય. પ્રવાસનું આયોજન શક્ય બને.
• સિંહ (મ,ટ)ઃ આ સમય કારણ વગરની ખોટી ચિંતાઓને કારણે માનસિક અશાંત રહેશે. તમારા વિચારોને વધુ મજબૂત બનાવવા જરૂરી છે. અટવાયેલા નાણાકીય પ્રશ્નનો અહીં ધીરે ધીરે ઉકેલ મળતો દેખાય. ધિરાણ-બોજ વિગરેની આર્થિક ચિંતાઓ ઓછી થતી જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં સહકર્મચારી સાથે મતભેદ સર્જાવાના પ્રસંગો બળવાન બને. ધંધાકીય ક્ષેત્રમાં થોડી રાહતવાળો સમય છે. તબિયત બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન વાદ-વિવાદોથી દૂર રહી તમારા કાર્યને કરે રાખશો તો મુશ્કેલીમાંથી પણ સફળતા પ્રાપ્ત કરી શકશો. કોઈના ભરોસે ચાલવા કરતાં તમારા આત્મવિશ્વાસથી આગળ વધશો તો સમય તમને જરૂરી સાથ આપશે. નોકરી-ધંધાની દૃષ્ટિએ પ્રગતિકારક સમય છે. મહત્ત્વની કામગીરીઓને આગળ વધારી શકશો. મકાનની અધૂરી કામગીરીઓ અહીં પૂર્ણ થતી જોવા મળશે. ગૃહાદિક જીવનના પ્રશ્નો હલ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન નાનાં નાનાં અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડે જેના કારણે થોડી માનસિક તંગદિલીનો અહેસાસ થાય. સ્થિરતા અને સ્વસ્થતા ટકાવી રાખશો, તો આ સમયનો સામનો યોગ્ય રીતે કરી શકશો. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકશો. નોકરિયાત વર્ગને થોડોક કામનો બોજો વધશે. ધંધાકીય ક્ષેત્રમાં નવા રોકાણો થકી લાભ મેળવી શકાય. અકસ્માત - ઈજાથી સંભાળવું. યાત્રા-પ્રવાસ સફળ અને આનંદદાયક રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમારી મનોસ્થિતિને સ્વસ્થ રાખી શકશો. નવી આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ કરી શકશો. ગૂંચવાયેલી આર્થિક સમસ્યાનો અહીં અણધાર્યો ઉકેલ જોવા મળે. નોકિરયાત વર્ગને કામના ક્ષેત્રમાં સાનુકૂળતા વધે. પ્રગતિ હાંસલ થાય. વ્યાપારિક રોકાણો થોડા સમય માટે સ્થગિત રાખશો. મકાનની લે-વેચના કાર્યોમાં ફાયદો થાય. ગૃહાદિક જીવનના મતભેદો અહીં દૂર થાય. પ્રિય વ્યક્તિની મુલાકાતથી આનંદ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનો આ સમય તમારા પુરુષાર્થને યોગ્ય દિશા આપનાર સાબિત થાય. કોઈક આકસ્મિક ધનલાભ આપની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકશે. વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી થકી કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. સંભાળીને આગળ વધવું. નોકરીમાં પ્રગતિ અને સફળતાકારક તકો લાગે. પારિવારિક પ્રસંગોને કારણે થોડી વ્યવસ્તતામાં વધારો થાય. કોર્ટ-કચેરીના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો હલ આવે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહની શરૂઆત થોડી મુશ્કેલીજનક રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે. અજીબ પ્રકારની ચિંતાનો સામનો કરવો પડે. જોકે સપ્તાહના અંત ભાગમાં થોડી રાહતનો અનુભવ થાય. તમારી ચિંતાઓને દૂર કરવા માટે કોઈ અંગત વ્યક્તિ સાથે સલાહ-વિચારણા કામ લાગે. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેશે. વ્યવસાયને વિસ્તૃત કરવા માટેની યોજનાઓ પર હજી વધુ કાર્ય કરવું પડશે. પ્રવાસ થકી થોડી હળવાશ અનુભવાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સખત પરિશ્રમ થકી આપના કાર્યમાં સફળતા હાંસલ કરી શકશો. વારસાગત પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નોનાં નિરાકરણ થકી આપની આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો. વ્યાવસાયિક કાર્યક્ષેત્રમાં થોડું ધ્યાન રાખીને આગળ વધવું. નોકરિયાત વર્ગને બદલીની ઈચ્છાઓ અહીં પૂર્ણ થતી જોવા મળે. બાળકોને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મેળવી શકશો. સતત કામકાજની દોડાધામને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર જણાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું વધુ વ્યસ્ત રહેશે. તમારી પારિવારિક જવાબદારીઓમાં પણ વધારો જોવા મળે. આર્થિક રીતે આપનો આ સમય સામાન્ય રહેશે. તમારા કાર્યક્ષેત્ર પર કેટલીક પડકારજનક પરિસ્થિતીઓનો સામનો કરવો પડશે. જોકે દરેક કાર્ય આપ સૂઝબૂઝથી આગળ વધારી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં વિદેશ સંબંધિત સોદાઓ અથવા નવા પ્રોજેક્ટ પર કામ આગળ વધારી શકશો. જમીન કે મિલકતમાં નવા મોટા રોકાણો માટે સમય સાનુકૂળ રહેશે. સંશોધનના વિષયમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરી શકાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter