તા. 19 માર્ચ 2022 થી 25 માર્ચ 2022

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 18th March 2022 07:07 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક રીતે દ્રઢતા રાખશો તો કોઈ મુશ્કેલી રહેશે નહીં. આર્થિક રીતે સામાન્ય સુધારો જોવા મળશે. ઉતાવળાં પગલાં ભરવા હિતાવહ રહેશે નહીં. આરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ રહેશે. યાત્રા-પ્રવાસની તકો વધશે. કોઈ મહત્ત્વની મુલાકાત સફળ નીવડશે. ધંધાના વિઘ્નો દૂર કરી શકશો. નોકરિયાત વર્ગને સારું રહેશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત કરવી પડે. સંતાનોની સારું રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન આપે રાખેલા લક્ષ્ય મુજબ સફળતા ઓછી મળશે, જેથી માનસિક ચિંતા રહેશે. આપના સહકર્મચારીઓ અને ઉપલા અધિકારીની પ્રશંસા સાંપડશે. આર્થિક સુખાકારી સારાં રહેશે. નાણાંકીય લેવડદેવડ માટે કાળજી રાખવી સારી રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ યોગો સારા છે. વિદેશ પ્રવાસના યોગો રહેશે. વડીલો સાથે સામાન્ય મતભેદ રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે. વેપાર-ધંધામાં સારું રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય શુભ સમાચાર લાવશે. વાણી-વર્તન સારું રાખશો તો મુશ્કેલી ટાળ શકશો. કાંઈક નવું સાહસ કરવાનો વિચાર આવશે. વ્યાપારીઓ માટે પણ સપ્તાહ સારું રહેશે. આર્થિક રોકાણ જોઈ-વિચારને કરશો તો સારો લાભ પામશો. નોકરિયાત વર્ગને પણ સારું રહેશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન કૌટુંબિક સંબંધો સારા રહેશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેતાં આનંદની લાગણી અનુભવશો. નોકરી-ધંધામાં પણ સારો વિકાસ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. ભાતૃવર્ગથી સારી મદદ મળી રહેશે. મહેનતનું પરિણામ સારું રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વડીલોના આરોગ્ય અંગે કાળજી રાખવી જરૂરી. પ્રવાસના યોગો રહેશે.
સિંહ (મ,ટ)ઃ આપનું આ સપ્તાહ ઉત્તમ રહેશે. સામાન્ય માનસિક ચિંતા રહેશે, જેની અસર આપની તંદુરસ્તી પર પડે. આર્થિક સુખાકારી સારી રહેશે. નાણાંકીય રોકાણ વિચારીને કરવું. ઉચ્ચ અધિકારીઓથી માન-સન્માન મળશે. કૌટુંબિક સહકાર સારો રહેશે. વ્યાપાર ક્ષેત્રે સાવધાન રહેવું જરૂરી. વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. શુભ પ્રસંગો માટે ખર્ચ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં સાહસ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થશે. મકાન-મિલકતના યોગો સારા રહેશે. સામાન્ય માનસિક ટેન્શન રહેશે. સંતાનોનો પ્રેમ વધશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી રહેશે. વિદેશી કંપનીઓ સાથે નોકરી અંગે વાતચીત થાય. આર્થિક સદ્ધરતા સારી રહેશે. આકસ્મિક ધન-લાભના યોગો રહેશે. વેપાર-ધંધામાં ચડાવ-ઉતાર આવે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.
તુલા (ર,ત)ઃ મનોસ્થિતિ તણાવગ્રસ્ત રહેશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય શુભ સાબિત થાય. મકાન-મિલકતને લગતી બાબતોમાં ધાર્યું પરિણામ ન મળે. સગાં-સ્નેહીઓ સાથે સારું રહેશે. નોકરી-ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય અંગે સંભાળ લેવી. સંતાનોની બાબતમાં પ્રગતિ રહેશે. પુરુષાર્થ દ્વારા સારી સફળતા મળશે. મુસાફરી થાય. ધાર્મિક કાર્યો માટે ખર્ચ થાય. વિદ્યાર્થીઓને લાભ થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન સફળતા મેળવવા વધારે મહેનત કરવી પડશે. સપ્તાહ દરમ્યાન આર્થિક સુખાકારી સારી મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે સામાન્ય ચડાવ-ઉતાર આવે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. નોકરીમાં બદલી કે બઢતીના યોગો બળવાન બનશે. શત્રુ વર્ગ સામાન્ય રહેશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. વડીલોની ચિંતા રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે નાણાંકીય સુખ મધ્યમ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે. બિનજરૂરી ગેરસમજ ઊભી ન થાય તેની કાળજી રાખવી. પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. પરિવારના સભ્યોનો સહયોગ સારો મળી શકશે. યાત્રા-પ્રવાસના યોગો રહેશે. રોકાણ કરવા માટે અને સંપત્તિ વધારવાના યોગ બળવાન બનશે.
મકર (ખ,જ)ઃ કોઈ સારા સમાચાર મળશે. નાણાંકીય સ્થિતિમાં સુધારો થશે. પ્રોપર્ટીમાં કરેલા રોકાણથી લાભ થશે. સગાં-સંબંધીઓ સાથે સારો મનમેળ રહેશે. તમને મહેનતનું સારું ફળ મળશે. વ્યવસાયિક જીવનમાં ફેરફાર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્ત્વપૂર્ણ રહેશે. ભાગીદારીથી સામાન્ય લેણું રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં કેટલાક ફેરફારો જોવા મળશે. ધંધા-નોકરી અંગે સાવધ રહેવું જરૂરી. તમારા વિરોધીઓ મુશ્કેલી ઊભી કરી શકે તેવી શક્યતા છે. નાણાંકીય મુશ્કેલી રહેશે. નાણાંની લેવડ-દેવડમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે. સ્નેહીવર્ગનો સહકાર મળશે. જમીન-મિલક્તના પ્રશ્નોનો ઉકેલ આવશે. આરોગ્ય સારું રહેશે. અટવાયેલાં કામોમાં સફળતા મળશે. પ્રવાસના યોગો બળવાન છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આપને મહત્ત્વની તક મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે સામાન્ય તકલીફ રહેશે. પ્રોપર્ટી અંગેના કામકાજમાં સફળતા પ્રાપ્ત થશે. આરોગ્ય બાબતે સામાન્ય ચિંતા રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન આપવું. ભાતૃવર્ગથી સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને લાભ થાય. સંતાનોની ચિંતા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter