તા. 2 જુલાઇ 2022થી 8 જુલાઇ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st July 2022 13:07 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે. કામનું સામાન્ય ટેન્શન રહેશે. નાણાકીય યોગ સારા રહેશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. મકાન-મિલકતની ચિંતા ઓછી થશે. જમીન-સંપત્તિમાં અવરોધો રહેશે. ઉઘરાણીનાં નાણાં પાછાં મળી રહેશે. નોકરી-ધંધામાં વિકાસ થશે. વિદ્યાર્થીઓ માટે સારું રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ચિંતા રહેશે. કૌટુંબિક તેમજ આર્થિક પ્રશ્નોથી ઘેરાયેલા રહેશો. મહત્ત્વના કામોમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નાણાકીય મદદ મળી રહેશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનો ઉકેલાશે. મકાનની ફેરબદલી થઈ શકશે. મુસાફરીના યોગો રહેશે. સંતાનોની ચિંતા રહે. ધાર્મિક કાર્યો થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ આનંદમય પસાર થશે. આર્થિક મૂંઝવણોનો અંત આવશે. ધંધાકીય ક્ષેત્રે સારી સફળતા સાંપડશે. નોકરિયાત વર્ગને ચઢાવ-ઉતાર આવશે. બઢતીના યોગો છે. દાંપત્યજીવન સારું રહેશે. વિદ્યાર્થીઓને મહેનતનું સારું ફળ મળશે. કૌટુંબિક વિચાર મતભેદ સામાન્ય રહેશે. વિરોધીઓ દ્વારા માનસિક મૂંઝવણ રહે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે આપ ઘણી સારી સફળતા મેળવશો. સામાન્ય ચિંતાઓ રહેશે. નાણાકીય જવાબદારી આવશે. ખરીદી પાછળ વધુ ખર્ચ રહેશે. વધારાની આવક ઊભી કરવા મહેનત કરવી પડશે. વ્યવસાય ક્ષેત્રે થોડું નુકસાન વેઠવું પડશે. મિત્રોનો સહકાર મળી રહેશે. સંતાનોના પ્રશ્ન ધીમે ધીમે ઉકેલાશે.
• સિંહ (મ,ટ)ઃ કાર્યશીલ રહેશો તો માનસિક તાણ ઓછી થશે. સ્નેહી-સ્વજનો સાથે લાગણી અને પ્રેમ રહેશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીથી સારું રહેશે. સામાન્ય નાણાંભીડ રહેશે. સાઈડ બિઝનેસમાં થોડું નુકસાન થશે. આવક પ્રમાણે ખર્ચ કરવો. મકાન-મિલકત અંગે ચિંતા રહેશે. મોટા પ્રવાસોની તક મળશે. સંતાનોના અભ્યાસની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારું ફળ મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં મહત્ત્વનું પરિવર્તન આવી શકશે. પ્રગતિકારક સમય રહેશે. મિત્રો સાથેના સંબંધોમાં અવરોધ આવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા માર્ગો ઊભા થશે. નોકરીમાં પ્રમોશનની તક મળશે. ભાગીદારીથી અવરોધો આવશે. પ્રોપર્ટીમાં સારો લાભ રહેશે. પ્રવાસના યોગો બળવાન બનશે. યશ-માન મળશે.
• તુલા (ર,ત)ઃ નવા કામકાજનો બોજો વધશે, જેથી ધીરજથી કામગીરી કરવી. આર્થિક બોજો પણ વધશે. ઉતાવળીયા નિર્ણય લેવાથી તકલીફ પડશે. નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે. નવી પ્રોપર્ટી વસાવશો. મકાન-મિલકત માટે પાછળ થશે. લાંબા સમયથી ગૂંચવાયેલી સમસ્યા દૂર રહેશે. કૌટુંબિક સુખ સારું રહેશે. જોકે, વડીલોની ચિંતા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક ચિંતાને કારણે અસ્વસ્થ રહેશો છતાં મક્કમ બળને કારણે તમારી ઈચ્છા પૂરી થશે. નાણાકીય લાભ રહેશે. આવકમાં વધારો થાય. નવી નોકરી અથવા ફેરબદલીના યોગો રહેશે. સહકર્મચારીઓ સાથે સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને ચિંતા રહેશે. લગ્નવિવાહના પ્રશ્નો ઉકેલાશે. તંદુરસ્તી સારી રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ આનંદમય બની રહેશે. માનસિક ચિંતાઓ દૂર થશે. આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત રાખવું. આર્થિક રીતે સારો લાભ થશે પરંતુ કસોટી પણ થશે. લેણી રકમ પરત આવશે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે. નોકરિયાત વર્ગની સ્થિતિ સુધરશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. પ્રવાસના યોગો સારા રહેશે.
• મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા સાચવવા માટે તમારે બાંધછોડ કરવી પડશે. નિરાશ થયા વગર આગળ વધશો તો સફળતા મળશે. મિત્રો દ્વારા મદદ મળી રહેશે. નોકરિયાત વર્ગને સંઘર્ષ કરવો પડે. સહકર્મચારીઓ સાથે વિરોધાભાસ ઊભો થાય. ધંધાકીય ક્ષેત્રે સારું રહેશે. લેવડદેવડમાં ધ્યાન રાખવું. સંતાનોની ચિંતા રહેશે. વડીલોની તંદુરસ્તી માટે ધ્યાન રાખવું. આર્થિક રીતે સારું રહેશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક અશાંતિ વર્તાશે. કામ તથા જવાબદારીનું ભારણ રહેશે. કૌટુંબિક સંપત્તિને કારણે માનસિક ચિંતા રહેશે. નાણાંકીય રીતે સારું રહેશે. નોકરી-ધંધામાં સારો લાભ મળશે. નાણાંકીય રોકાણ જોઈજાળવીને કરવું. પ્રોપર્ટી સુખ સારું રહેશે. અવિવાહિતોને ઇચ્છિત પાત્ર મળી શકશે. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળે. વિદ્યાર્થી વર્ગે વધારે મહેનત કરવી પડશે. સંતાનોની મદદ મળી રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક સ્થિતિ સારી રહેશે. વધુ ચિંતા કરવાથી તંદુરસ્તી પર વિપરિત અસર પડે. મક્કમ મનોબળથી કામગીરી કરવી. હિંમત રાખવી. આર્થિક દૃષ્ટિએ ધીમે ધીમે પ્રગતિ રહેશે. કરજ-દેવામાંથી મુક્તિ મળશે. નાણાકીય રોકાણ માટે વિચાર કરવો. ઉતાવળીયો નિર્ણય લેવાથી મુશ્કેલી વધે. નોકરિયાતને આર્થિક લાભ થાય. વેપાર-ધંધામાં થોડી મુશ્કેલી રહેશે. સંતાનોની ચિંતા રહેશે. યાત્રા-પ્રવાસના યોગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter