તા. 2 સપ્ટેમ્બર ઓગસ્ટ 2023થી 8 સપ્ટેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st September 2023 07:47 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહે રૂટિનમાં બદલાવને કારણે સ્વાસ્થ્ય સુધરતું જોવા મળે. આર્થિક બાબતોમાં નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ કરશો નહીં. પરિવાર સંબંધિત બાબતોને જાહેરમાં નહીં લાવવાની સલાહ રહેશે. નોકરી-વ્યવસાયમાં થોડોક લાભકારક સમય દેખાય. સારો નફો મેળવી શકશો. શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવામાં સફળતા મળશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં સ્વભાવમાં બદલાવ, ચિડિયાપણું જોવા મળશે. થોડો સંયમ રાખવું જરૂરી રહેશે. નહીં તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. નાણાકીય રીતે જોતાં કોઈ ખાસ ફેરફાર જણાતા નથી. કોઈને ઉછીના નાણાં આપવા નહીં. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં કોઈ નિર્ણય પર પહોંચતા હજી થોડી વાર લાગશે. વ્યવસાયિક રીતે આ સમય સારો રહેશે. વિદ્યાર્થીઓને દોડધામ વધતી જોવા મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન માનસિક તાણ ઘટતી જોવા મળશે. ઘરનું વાતાવરણ પણ સુધરતું જોવા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત થાય. વ્યવસાય-ધંધામાં વિદેશ સાથે જોડાયેલા કામમાં નવા સંપર્ક થાય, જેના દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. નોકરિયાત વર્ગમાં થોડું ભારણ વધતું જોવા મળશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
• કર્ક (ડ,હ)ઃ તમારું આ સપ્તાહ બીજાના પ્રમાણમાં ઉત્તમ રહેશે. આ સમય દરમિયાન તમારા લક્ષ્યને પાર પાડી શકશો. દરેક કસોટીમાંથી પાર ઉતરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ નવા પ્રોજેક્ટસ પર કામ શરૂ કરી શકાય. પરિવાર સાથે ખુશી આનંદનો સમય પસાર કરી શકશો. કોઈ તીર્થસ્થળની મુલાકાત પણ શક્ય બનશે. દરેક કાર્યમાં પ્રશંસા મેળવી શકશો.
• સિંહ (મ,ટ)ઃ આ સમય તમારા માટે થોડો ચિંતાજનક રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે. ખાસ કરીને આંખનો પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. નાની સર્જરીની પણ શક્યતા છે. આર્થિક રીતે થોડી હળવાશ રહેશે. ભૂતકાળમાં અટવાયેલા નાણાં પરત મળશે. કોઈ નજીકની વ્યક્તિને મળવાની લાંબા સમયની ઇચ્છા સાકાર થશે. વ્યવસાયિક કામગીરીમાં રોકાણો માટેની વ્યવસ્થા ઊભી કરવામાં સફળતા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ તમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે. તમારા ખર્ચાને કંટ્રોલમાં રાખવામાં સફળ થશો. નોકરીમાં તમારા ઉપરી અધિકારીની મદદથી કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકશો. વ્યવસાય-ધંધામાં થયેલા લાભોને એકત્ર કરી નવા રોકાણમાં લગાવવાના નિર્ણયોમાં સફળતા મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી વ્યૂહરચના બનાવીને આગળ વધવાની સલાહ રહેશે. જીવનસાથી સાથેના મતભેદો હવે દૂર થતા જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે તમારો સ્વભાવ થોડો વધુ ભાવનાત્મક બનતો જોવા મળશે. આથી થોડો તણાવ પણ વધતો જોવા મળે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે ભૂતકાળને ભૂલીને આગળ વધો. વ્યવસાય-ધંધામાં વિસ્તૃતિકરણની શક્યતાઓ છે. યોગ્ય વ્યૂહરચના દ્વારા એને આગળ વધારી શકો છો. લગ્નવાંચ્છુઓને મનગમતું પાત્ર મેળવવામાં સફળતા સાંપડશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ અંગત જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે. આથી કાળજી રાખવી જરૂરી. તમે પૈસા કમાવવા માટેની નવી તકોની શોધમાં હો તો આ સપ્તાહે એમાં સફળ થશો. વ્યવસાયિક બાબતોમાં કાયદાકીય કાર્યવાહી સંદર્ભે સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને આ સમય માનપ્રતિષ્ઠામાં વધારો કરાવનારો રહેશે. પ્રવાસ-પર્યટનથી મન હળવું થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન મન ધાર્મિક વૃત્તિમાં પરોવાયેલું રહેશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેશો અને કોઈ સંત વ્યક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરશો. આર્થિક રીતે આ સપ્તાહ નહીં નફો નહીં નુકસાનવાળું રહેશે. નવા રોકાણો કરતાં પહેલાં થોડું વિચારજો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રોમાં વાતાવરણ થોડું ઠંડું જોવા મળશે. સંબંધોની તિરાડ હવે પૂરાતી જોઈ શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં સ્વાસ્થ્ય સુધરતું જોવા મળશે. આથી તમે બાહ્ય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો. તમારી ખોવાયેલી એનર્જી હવે પાછી લાવી શકશો. વ્યવસાયના ક્ષેત્રોમાં આ સમય નવા સ્ટોક ઊભા કરવા માટે સારો છે. કોઇ ચીજવસ્તુની ખરીદીમાં સારું એવું રોકાણ થાય. નોકરીના સ્થળ પર કોઈના પર એકદમ વિશ્વાસ મૂકવો નહીં. કોર્ટકચેરીના કાર્યોમાં વિજય સાંપડશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સ્વાસ્થ્યને લઈને હવે થોડું સજાગ બનવું પડશે. આહારમાં સુધારો જરૂરી છે. નિયમિત વ્યાયામને તમારે રોજિંદા જીવનમાં ભાગ બનાવવો પડે. શેરસટ્ટામાં હમણાં રોકાણ કરવાનું જોખમ લેશો નહીં. નાણાં ફસાઈ જવાની શક્યતા રહેશે. જીવનસાથી સાથે વિવાદો ઊભા થાય. વર્ક અને લાઇફ વચ્ચે બેલેન્સ બનાવી રાખશો તો ફાયદામાં રહેશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહના અંત સુધીમાં તમને કોઈ ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયી પુરવાર થશે. જોકે સામે ખર્ચાઓ પણ વધશે. શક્ય છે કોઈ નવી પ્રોપર્ટીની ખરીદી પણ થાય. વિદ્યાર્થીઓ તેમની મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે. વિઝાના અટવાયેલા કામકાજો હવે પુરા થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter