તા. 21 જાન્યુઆરી 2023થી 27 જાન્યુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th January 2023 04:24 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ રાખશે. અકળામણ, બેચેની વધતાં માનસિક તણાવ અનુભવાય. આપની ધીરજની કસોટી થાય. આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ મધ્યમ ગણાય. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધે. સાથે સાથે હરીફાઈમાં ટકી રહેવા માટે તનતોડ મહેનત કરવી પડશે. વ્યવસાય–ધંધામાં પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. વિદ્યાર્થીઓને એડમિશન માટે દોડધામ કરવી પડે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન ગ્રહયોગો આપના પક્ષમાં રહેશે. નવી પ્રગતિકારક યોજનાઓ માટેના રસ્તાઓ ખૂલતા જોઈ શકશો. હાથ આવેલી તકને ઝડપી લેજો. ધંધા-વ્યવસાયમાં પણ નવા પ્રોજેક્ટ્સ અથવા તો નવી પાર્ટનરશીપ સાથે કામકાજ શરૂ કરી શકશો. નોકરિયાત વ્યક્તિ ઈચ્છા પૂર્ણ થતી જોઈ શકશે. નવી જગ્યાએ કામ મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય. લગ્નવાંચ્છુને ખુશીના સમાચાર મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ ખુશી-આનંદમાં વ્યતીત થાય. તમારી જાતને તમામ પ્રકારના તણાવથી દૂર રાખવામાં સફળ થશો. નાણાકીય રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થાય. તમારા માટે કોઈ સારી વસ્તુઓની ખરીદી કરશો. આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં સફળતા મળે. ધંધા-નોકરીમાં સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. માંગલિક પ્રસંગોની ઉજવણી થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ આપનું મહત્ત્વના નિર્ણયો લેવાવાળું રહેશે. આપના કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિક્ષમતાને કારણે નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સક્ષમ બનશો. આર્થિક રીતે કોઈ મદદની જરૂર હશે તો એ પણ આસાનીથી મેળવી શકશો. તમારા સગાં-સંબંધીમાં તમારી વાહ–વાહ થતી જોઈ શકશો. મકાન–મિલકતના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. વિદ્યાર્થીઓ માટે સમય થોડો કસોટીપૂર્ણ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સમય થોડો વધુ આશાવાદી બનશે. સાનુકૂળ પરિસ્થિતિ બનતી જોવા મળે. નવી કાર્યરચના થાય. તમારા પ્રયત્નો સફળ બનતા જોઈ શકશો. નાણાકીય અભાવના કારણે અટકેલાં કામો હવે પૂરા થાય. કૌટુંબિક જીવનમાં પણ ખુશીથી સમય વિતાવી શકશો. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. સ્વાસ્થ્ય પણ સારું થતું જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન મિશ્ર પરિણામ જોવા મળે. આપની શાંતિમાં ખલેલ પહોંચી શકે છે. જોકે, ધારેલાં કાર્યોમાં પૂરા કરવા માટે સક્ષમ રહેશો. નોકરિયાત વર્ગને આર્થિક રીતે થોડી તંગી જેવું લાગે. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીથી થોડી સાવધાની રાખીને આગળ વધવું. સરકારી કામકાજમાં હજી થોડી રાહ જોવી પડશે. વાહન–મિલકતની ખરીદી બાબતની ચર્ચા આગળ વધશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં આસપાસના લોકો તમારી પાસેથી વધુ અપેક્ષા રાખશે, જેના કારણે થોડી દબાણની અનુભૂતિ થાય. ફક્ત બીજાને ખુશ કરવા માટે બિનજરૂરી મહેનત કરશો નહીં. તમારી પોતાની જાત માટે પણ હવે સમય આપવાની જરૂર રહેશે. નાણાકીય રીતે ફસાયેલાં કે અટવાયેલાં નાણાં પરત મળે. વ્યવસાય–નોકરીમાં બિનજરૂરી કામનું ભારણ માથે લેશો નહીં.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારી લાગણીના ઘોડાને કાબૂમાં રાખજો નહીં તો એનો લાભ કોઈ બીજા ઉઠાવી જશે. આર્થિક રીતે પરિસ્થિતિ બદલાતી જોઈ શકશો. ખર્ચા સામે એટલી આવક પણ ઊભી કરી શકશો. નોકરીમાં વાતાવરણ તમને સાનુકૂળ બનતું જોઈ શકાય. વ્યાપાર-ધંધામાં કોઈ મોટાં રોકાણો કરતાં પહેલાં સમજીવિચારીને આગળ વધવાની અહી સલાહ રહેશે. ગૃહાદિક જીવન આનંદમય વ્યતીત થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થતાં માનસિક રીતે થોડી રાહતનો અનુભવ થાય. તમારા મહત્ત્વના કામકાજો ઘણાં ખરાં આ સપ્તાહ દરમિયાન પૂર્ણ કરી શકશો. નાણાકીય તકલીફ પણ ઓછી થતી જોવા મળે. ધંધા-ઉદ્યોગમાં નવી તકો હાથ લાગે. નવી જગ્યાએ ફેરબદલ થઇ શકે છે. વાહનની ખરીદી શક્ય બનશે. પ્રવાસ–પર્યટનથી આનંદ પ્રાપ્ત થાય.
• મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે થોભો અને રાહ જુઓની પરિસ્થિતિવાળો છે. આથી કોઈ ખાસ નિર્ણય હમણાં થોડા સમય માટે નહીં લેવાની સલાહ રહેશે. આર્થિક દૃષ્ટિએ થોડું વધુ સમજીવિચારીને ખર્ચ કરવાની ટેવ પાડશો તો ફાવશો. નોકરિયાત વ્યક્તિઓને વિરોધીઓ સાથે બળની જગ્યાએ કળથી કામ લેવામાં સફળતા મળે. પ્રોપર્ટી સંબંધિત પ્રશ્નોનો નિકાલ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મવિશ્વાસ અને અનુભવ તમારા કામમાં સફળતા અપાવશે. ગ્રહયોગો પણ તરફેણમાં રહેશે. આર્થિક તેમજ સામાજિક રીતે પણ પ્રગતિ થઈ શકે છે. ધારેલાં કાર્યો પૂર્ણ થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોને કારણે ચહલ–પહલ વધતી જોવા મળશે. પરદેશમાં વિદ્યાભ્યાસ માટે જવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓને ખુશીના સમાચાર મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન તમારું ધ્યાન થોડું મનન–ચિંતન તરફ લગાવવાની જરૂર રહેશે. ભૂતકાળને ભૂલીને આગળ વધશો તો ફાવશો. નાણાકીય રીતે સમયને હજુ વધુ સરળ બનાવી શકો, થોડું પ્લાનિંગ જરૂરી છે. ધંધા-ઉદ્યોગમાં નવા યુનિટની શરૂઆત માટે થોડી અડચણો આવે, પરંતુ બાદમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્યને હવે થોડી પ્રાથમિકતા આપવાની અહીં જરૂર રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter