તા. 22 ઓક્ટોબર 2022થી 28 ઓક્ટોબર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 21st October 2022 06:49 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ તમારા કાર્યક્ષેત્ર ઉપર ભાવનાને હાવી થવા દેશો નહીં. કોઈ પણ નિર્ણય પ્રફુલ્લિત બનીને લેશો તો ઉત્તમ પરિણામ મેળવશો. વ્યવસાયિક રીતે થોડું રિસ્ક લઈને આગળ વધવું પડે. જોકે અંતે ફાયદો જ રહેશે. આર્થિક સમતુલા જાળવવામાં સફળ રહેશો. નોકરીમાં તમારી કુશળતા અને અનુભવ તમારા કાર્યને વધુ સફળ બનાવે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવાર સાથે સુખ અને આનંદનો સમય પસાર થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખજો. આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વ્યવહાર કરશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. આર્થિક ભીંસ ઓછી થાય. વ્યવસાયના ક્ષેત્રે કોઈ અફવાઓ પર ધ્યાન આપશો નહીં. કોઈ ગેરસમજ ન ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખજો. નોકરીમાં સહકાર્યકર સાથે અણબનાવ બની શકે છે. કામકાજનો બોજો હોવા છતાં પરિવાર સાથે સમય વીતાવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ પરિવાર અને ફાઈનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો પોઝિટિવ રીતે લઈ શકશો. સાથે જ તમારી કોઈ મહત્ત્વપૂર્ણ યોજનાઓ પર કાર્ય શરૂ થવાથી સુખ-શાંતિ અનુભવાય. આર્થિક રીતે તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટેની જોગવાઈ કરવામાં સફળ રહેશો. વ્યવસાય-નોકરીમાં હમણાં થોડી ગતિવિધિઓ ધીમી પડતી જોવા મળે. આધ્યાત્મિક બાબતો માટે પણ થોડો સમય જરૂરથી કાઢજો.
• કર્ક (ડ,હ)ઃ સામાજિક તથા રાજકીય કાર્યોને લઈને દોડધામ વધે. તંદુરસ્તી બાબતે થોડી કાળજી રાખવી પડે. વધુ પડતી દોડધામ અને ઉજાગરાને લીધે મન બેચેની અનુભવશે, જેથી કાળજી રાખજો. હિતશત્રુઓથી સાવધાની રાખવી. આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધવામાં સફળતા મળશે. દાંપત્યજીવનને સુમધુર બનાવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. સંતાનોનો સહયોગ તેમજ મિત્રોની હૂંફને કારણે થોડી હળવાશ અનુભવાય.
• સિંહ (મ,ટ)ઃ આત્મબળ થકી દરેક કાર્યોમાં સરળતા થાય તે ઉક્તિને આપે કામે લગાડવી પડશે. આળસ ખંખેરી કામ પર લાગી જાવ. કૌટુંબિક વ્યવહારો પણ અહીં તમારે જ સાચવવા પડશે. તહેવારને કારણે થોડી દોડધામ પણ વધતી જોઈ શકશો. કામ અને ઘર વચ્ચે બેલેન્સ બનાવવું જરૂરી રહેશે. વ્યવસાય-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ મળશે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બનશે. ક્રમશઃ પ્રગતિ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી ઉદારતા તેમજ સહનશીલતાનો લાભ કોઈ ના લે તેનું ખાસ ધ્યાન રાખજો. ગ્રહો સારા હોવા છતાં પણ રોજબરોજના જીવનમાં થોડાંઘણાં કડવા અનુભવ થાય. નોકરી-ધંધામાં ખાસ કરીને આર્થિક નિર્ણયો સાચવીને લેવા સલાહભર્યું રહેશે. શેરબજારમાં સ્થિતિ થોડી સુધારા પર જોઈ શકશો. આર્થિક રીતે રાહત થાય. કોર્ટ-કચેરીમાંથી બહાર નીકળવા માટેના યોગ્ય રસ્તાઓ હવે ખુલતાં જોઈ શકશો. સંતાનોના પ્રશ્નોને હલ કરી શકવા માટે થોડું વધુ ધ્યાન આપજો.
• તુલા (ર,ત)ઃ આપના મહત્ત્વપૂર્ણ કામકાજ પૂર્ણ થતાં આનંદ-ઉત્સાહ વધતો જોઈ શકશો. મિત્રો-સંબંધીઓનો સાથ-સહકાર પણ પ્રાપ્ત થાય. નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટેની યોગ્ય જોગવાઈ કરવામાં સફળ રહેશો. મકાન-મિલકતની બાબતોમાં પણ આપની મનની ઈચ્છા પૂર્ણ થાય. વ્યાપાર-ધંધામાં થોડી ઘણી મુશ્કેલી આવશે પરંતુ એ કામચલાઉ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ જેમ જેમ સપ્તાહ પસાર થતું જશે તેમ આપના હૃદયમાં રહેલી બેચેની પણ ઓછી થતી જોવા મળશે. તમારા રસના કાર્યો કરવા માટે સમય કાઢી શકશો. જેનાથી આત્મિક સુખ પણ પ્રાપ્ત થાય. આર્થિક રીતે તમને ફાયદો થાય. તમારા અટકેલાં નાણાં પરત મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી ગ્રહદશાને આધિન ફેરફારો જોઈ શકશો. થોડો કામનો બોજો વધશે પરંતુ સામે પ્રગતિ પણ હાંસલ થશે. પરિવારના સભ્યો સાથે ખુશી-આનંદમાં સમય પસાર કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કામકાજો સાથે વ્યવહાર પાછળ ખર્ચ પણ વધતા જોઈ શકશો. આથી થોડું આયોજન આવશ્યક રહેશે. જરૂર પડ્યે વડીલોની સલાહ પણ લઈ શકો છો. વ્યવસાયિક ભાગીદારીમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી તમારે લેવી પડશે. સંતાનોના અભ્યાસ વિષયક ચિંતા રહેશે. તેમના કરિયરને લઈને પણ થોડી મૂંઝવણ લાગશે. હવાઈ મુસાફરી - પરદેશ પ્રવાસ માટેના યોગો બળવાન છે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં આર્થિક પ્રશ્નો થોડાં જટિલ બનતાં જોવા મળશે. કૌટુંબિક વિવાદનો અંત લાવવા માટે વાતચીત જરૂરી રહેશે. મિલકતના પ્રશ્નોનો શાંતિથી ઉકેલ લાવી શકશો તો તે તમારા ફાયદામાં રહેશે. નોકરિયાત વર્ગને જવાબદારી અને કામનું ભારણ વધતું જોવા મળશે. વ્યવસાય-ઉદ્યોગમાં લોન વિગેરે માટેની વ્યવસ્થા કરવામાં હજી થોડો સમય લાગશે. જોકે, કામગીરી અટકશે નહીં. નવવિવાહિતો માટે સમય શુભ રહેશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારો પુરુષાર્થ સફળ થતો જોઈ શકશો. સફળતા અને સાનુકૂળતા સર્જાતાં મન પ્રફુલ્લિત બનશે. ઉત્સાહ પણ વધતો જોઈ શકશો. નાણાકીય પ્રશ્નોનો હલ મેળવી શકશો. નવી આવક ઊભી કરવા માટેના રસ્તાઓ પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં અગત્યના નિર્ણયો લેવામાં સરળતા જોઈ શકાય. જમીન-મકાનને લઈને વિવાદાસ્પદ કામગીરી હવે સુધરતી જોવા મળશે. સંબંધોમાં મીઠાશ આવશે. વિદ્યાર્થીઓ પ્રગતિ હાંસલ કરશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને પરિસ્થિતિને અનુકૂળ બની કામગીરી કરશો તો દરેક મુશ્કેલીનો સરળ ઉપાય મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં એકબીજા સાથે હળીમળીને કામગીરી કરવાથી લાભ થાય. નોકરિયાત વ્યક્તિને બઢતી મળવાની તક રહેશે. કૌટુંબિક સમસ્યાના નિવારણ માટે ઘરના વ્યક્તિઓ સાથે મન ખુલ્લું રાખીને વાતચીત કરો. સંતાનોના કામકાજ માટે સાથ અને સહકારની જરૂર રહેશે. નવી મુલાકાત લાભદાયક રહેશે. એકંદરે સમય સારો રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter