વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં કામને અનુલક્ષીને થોડી વ્યસ્તતા તેમજ દોડાદોડી રહેશે પરંતુ એના પરિણામ લાભદાયી પુરવાર થશે. આર્થિક રીતે ખર્ચા પર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. આવકના સાધનોમાં વધારો જોવા મળશે, પરંતુ સામે ખર્ચા પણ વધે. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. ધંધા-ઉદ્યોગમાં નવી તકો સર્જાય. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ સારું મળી શકશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડશે. જોકે આપની શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ વડીલોના આશીર્વાદ આ પરિસ્થિતિમાંથી બહાર લાવશે. નાણાકીય ક્ષેત્રે આવકના પ્રમાણમાં જાવક વધશે. ભૌતિક સાધનો માટે સારા એવા ખર્ચા આ સમય દરમિયાન કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં થોડું સાવધાન રહેવું જરૂરી. ભાગીદારીના કાર્યથી દૂર રહેવું. અહીં સંતાનોના અભ્યાસની બાબતોના કારણે થોડી દોડધામ રહે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ જણાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ભાગ્યનો પૂરો સહયોગ મળશે, જેના પ્રભાવથી કાર્યોમાં સફળતા અને પ્રગતિ હાંસલ કરશો. કેટલીક અણધારી ઘટનાઓ પણ આ સમય દરમિયાન ઘટી શકે છે જે તમને લાભકર્તા રહેશે. નોકરી-વ્યવસાયમાં પણ ઘણાં સારા નિર્ણયો લઈ શકાય. ઉદ્યોગજગતમાં મોટાં મૂડીરોકાણ માટે સમય સારો છે. આર્થિક રીતે સદ્ધરતા કેળવી શકાય એવો સમય તમારા માટે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત કરવાનું સૂચન છે. જો બેદરકાર રહેશો તો ખરાબ પરિણામ ભોગવવા પડશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો. તમારા કોઈ અંગત વ્યક્તિની સલાહ-સૂચનથી આગળ વધજો. બહારની વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મોટા નુકસાનીના ખાડામાં ઉતારી શકે છે, જેથી ખૂબ જોઈજાળવીને આગળ વધજો. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ શરૂ કરી શકાય અથવા તો કોઈ સંસ્થા સાથે જોડાઈને પણ કામગીરી કરી શકશો. નોકરીમાં બદલી - બઢતીના યોગ છે. સંતાનોને લગતાં પ્રશ્નો હલ થતા જણાય.
• સિંહ (મ,ટ): કેટલાક ગૂંચવાયેલા પ્રશ્નો આ સપ્તાહે ઉકેલી શકશો. સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. થોડા આકસ્મિક ખર્ચાનો સામનો કરવા માટે પણ તૈયારી રાખશો. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારીઓને મદદરૂપ પુરવાર થશો, જેના કારણે પ્રતિષ્ઠામાં વધારો થાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલની સ્થિતિ યથાવત્ જણાય. કોઈ ખાસ ફેરફારના યોગ નથી. આ સમયમાં પારિવારિક જીવનનો આનંદ અને ઉત્સાહ બમણો થાય. સંતાનને લગતા પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર આવે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માનસિકરૂપે દૃઢતા લાવનારો સાબિત થાય. કોઈ મહત્ત્વનો નિર્ણય કાર્યસિદ્ધિ અપાવે જેથી મનોબળ મજબૂત થાય. નાણાકીય દૃષ્ટિએ જોઈજાળવીને આગળ વધશો. જો કોઈ મોટું રોકાણ કરવા ઈચ્છતા હશો તો સફળતા મેળવી શકશો. નસીબ તમારી સફળતામાં ચાર ચાંદ લગાવી આપશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ માન-પ્રતિષ્ઠા વધે. આરોગ્યસંબંધી બાબતોમાં પણ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમય થોડો તાણ અને બેચેની વધારનારો રહેશે. જોકે, કાર્યોમાં મન પરોવેલું રાખશો તો થોડી માનસિક સ્વસ્થતા કેળવી શકશો. વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી. ખર્ચાઓ ઉપર થોડો વધુ કાપ મૂકવા સૂચન છે. નોકરિયાત વર્ગને ઉપર અધિકારીઓ દ્વારા ફાયદો થાય. વ્યવસાયિક કામગીરીની નવી તકો પ્રાપ્ત થાય. લાંબા ગાળાના ફાયદાકારક રોકાણો શક્ય બનશે. વિદ્યાર્થીજગતમાં આનંદ-ઉત્સાહનો માહોલ સર્જાય. કોર્ટ-કચેરી કે ઈમિગ્રેશનને લગતાં કાર્યોમાં થોડો વિલંબ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કેટલીક પ્રવૃત્તિઓમાં ફેરફાર જોવા મળે. વાંચન-મનન-ચિંતન પ્રત્યે વધુ સજાગતા કેળવશો. સખત સંઘર્ષ અને મહેનત આપના કાર્યોને સિદ્ધિ અપાવશે. વ્યવસાયિક કાર્યો વિસ્તરશે અથવા નવીન રોકાણો દ્વારા લાભ મળશે. મકાનની ફેરબદલીની ઈચ્છાઓ અહીં પૂર્ણ થતી જોવા મળે. નોકરીમાં સ્થાનફેરના યોગો બળવાન રહેશે. કૌટુંબિક વાતાવરણ આનંદ-ઉત્સાહભર્યું જોવા મળશે. અહીં સંતાનોના લગ્નસંબંધી પ્રશ્નો ઉકેલાય. પ્રવાસ-યાત્રાનું આયોજન થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. તમારામાં રહેલા લાગણી અને પ્રેમ દ્વારા પરિવારના સભ્યોને એકતાંતણે જોડી શકશો. તમારા દરેક કાર્યોમાં વડીલોનો સહયોગ મળી શકશે. આ સમયમાં આર્થિક રીતે સદ્ધરતામાં વધારો થતો જોવા મળશે. જેના પગલે થોડાં ખર્ચા પણ વધે. નોકરી-વ્યવસાયમાં કામનું થોડું ભારણ વધશે. વ્યવસાયને કારણે પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનું સ્વપ્ન સફળ થાય. ઈચ્છીત જગ્યાએ અભ્યાસ શક્ય બને.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આનંદ અને ઉત્સાહભર્યું પસાર થાય. કોઈ જૂના મિત્રની સાથે મુલાકાત આપના જીવનની રાહ બદલી શકે છે. મનમાં નવી અનેરી તાજગીનો અનુભવ થાય. આર્થિક મામલે સમતુલા જળવાઈ રહે. નોકરી-વ્યવસાયના કાર્યોમાં નવી તકો દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. કોર્ટ-કચેરીના લગતાં કાર્યોમાં સફળતા મેળવી શકશો. સંતાનો તરફથી પ્રેમ-લાગણી પ્રાપ્ત કરશો. વિદ્યાર્થી ભાઇ-બહેનોને થોડી વધુ મહેનત કરવાનું સૂચન છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળશે. રાજકીય ક્ષેત્રમાં સક્રિય વ્યક્તિઓ માટે વિજયયોગ છે. આર્થિક દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ધનલાભ થાય. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયમાં ભાગીદારીથી આપને ખાસ લેણું નથી, જેથી સાચવીને આગળ વધવું. પરિવારમાં ખુશમિજાજ માહોલ જળવાઇ રહેશે. કોર્ટ-કચેરીમાં કોઇ બાબત પેન્ડીંગ હશે તો આપની તરફેણમાં ચુકાદો આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે આપના ભાગ્યના યોગોને આધીન આપ સફળતા કે નિષ્ફળતાનો અનુભવ કરી શકશો. જોકે, આપ પોતાની બુદ્ધિ દ્વારા આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મામલે થોડી વધુ સાવચેતી રાખવી, ખર્ચાઓને કાબૂમાં રાખવા જરૂરી છે. નોકરી-વ્યવસાયમાં તમારા જ્ઞાનનો ઉપયોગ અને અનુભવો કામ લાગે. સંતાનોની લગ્નસંબંધી ચર્ચાઓ અહીં જોર પકડશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સાનુકૂળ રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભયોગ છે.