તા. 25 ફેબ્રુઆરી 2023થી 3 માર્ચ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th February 2023 04:40 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આપને મનોવ્યથાથી મુક્તિ મળશે. ચિંતા હળવી થાય. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો રહેશે. ધંધાકીય ક્ષેત્રે ઉતાર-ચઢાવ રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ થશે. સંતાનોની ચિંતા રહેશે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને મહેનત કરવી પડશે. આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આપનું મનોબળ વધે એવા પ્રસંગો બનશે. ગુસ્સાને કાબુમાં નહીં રાખો તો વિવાદની શક્યતાઓ રહેશે. આર્થિક રીતે આ સમય મધ્યમ રહેશે. નાણાકીય જોગવાઈમાં અવરોધ આવશે. મકાન–મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મહત્ત્વના કામકાજ આગળ ધપશે. મનની મૂંઝવણ દૂર થશે. ચિંતા છોડીને આનંદિત સમય પસાર થશે. શેરસટ્ટાથી કાળજી રાખવી જરૂરી. અંગત સમસ્યાઓનો ઉકેલ મળશે. વેપાર–ધંધામાં સામાન્ય મુશ્કેલી રહેશે. સંતાનોની મદદ મળશે.
• કર્ક (ડ,હ)ઃ માનસિક ચિંતાઓનો બોજ હળવો થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં આખરે સફળતા મળશે. મહત્ત્વના કાર્યોમાં ધીરજ રાખવી. નોકરિયાત વર્ગને સારું રહેશે. નાણાકીય સુખ સારું રહેશે. ધંધા-વેપારની પરિસ્થિતિ યથાવત્ રહેશે. નવું મૂડીરોકાણ કરતાં બે વખત વિચાર કરવો. વડીલોપાર્જિત પ્રોપર્ટીનું સુખ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે. તમે ધારેલાં કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળશે. નોકરિયાત વર્ગને સાથી મિત્રોથી સામાન્ય અવરોધ રહેશે. હિતશત્રુઓ સક્રિય થશે. વેપાર–ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વડીલોની જવાબદારી તમારા શીરે રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પરેશાનીઓનો અંત આવશે. આર્થિક સુખાકારી સારી રહેશે. નોકરિયાત વર્ગને મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. મકાન–મિલકત અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે. નવી પ્રોપર્ટી વસાવી શકશો. વિદ્યાર્થી વર્ગને સારું પરિણામ મળી શકે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન માનસિક તણાવ રહેશે. પુરુષાર્થ કરવાથી પ્રગતિ જોવા મળશે. નોકરિયાતો માટે આ સમય મધ્યમ રહેશે. બઢતી અને બદલીમાં સફળતા મળી શકે છે. વેપાર–ધંધામાં સારા યોગ છે. પ્રવાસના યોગ બળવાન બનશે. માંગલિક પ્રસંગોનું આયોજન થશે. ઊછીના આપેલાં નાણાં પરત થવાની શક્યતા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારી પ્રવૃત્તિઓને વેગ મળતો જણાશે. આર્થિક સાનુકૂળતા વધશે. આવક અને જાવક પલડાં સરખાં રહેશે. નોકરિયાત વર્ગને સારી તકો મળશે. વેપાર-ધંધા ક્ષેત્રે ધારેલી પ્રગતિ ન જણાતાં ચિંતા રહેશે. આવનાર સમયમાં ખર્ચાઓ વધશે. સંતાનોની મદદ મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોસ્થિતિ સારી રહેશે. નાણાકીય સંજોગો ગમેતેટલાં વિપરિત દેખાય પણ હિંમત હારશો નહીં. નોકરિયાતને આ સમય મહત્ત્વની તક આપનારો નીવડશે. ખર્ચને પહોંચી વળવા માટે વધુ મહેનત કરવી પડશે. વેપાર અને ધંધામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચિંતા રહે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં તમને ખોટી ચિંતા વધતી જોવા મળશે. ખોટી શંકા કરવાથી માનસિક પરિતાપ રહે. નાણાકીય મામલે સમય સારો છે. નોકરિયાતોને બઢતીના પ્રસંગો રહેશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. વેપાર–ધંધામાં મંદી રહેવાની શક્યતા છે. નવું મૂડીરોકાણ હાલ મુલત્વી રાખવું.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા સાંપડે. સપ્તાહ દરમિયાન માનસિક સ્વસ્થતા અને સંતુલન જાળવવું. આવકનું પ્રમાણ વધશે. જરૂરિયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ થઈ રહેશે. વેપાર–ધંધામાં સારું રહેશે. મૂડીરોકાણ લાભદાયી પૂરવાર થાય. વિદ્યાર્થીઓને સારો લાભ થશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપના માર્ગમાં આવતાં અવરોધો દૂર થશે. ઉતાવળું સાહસ કરવાથી અવરોધ આવી શકે છે. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ રહેશે. શેરબજારથી લાભ થવાની શક્યતા છે. રોકાણ કરેલાં નાણાં પરત મળી શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter