તા. 26 નવેમ્બર 2022થી 2 ડિસેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th November 2022 04:47 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ): અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો નિરાશાથી બચી શકશો. તમારું આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાંકીય મુશ્કેલી વર્તાશે નહીં. આવકવૃદ્ધિ થાય, પણ બચત થાય નહીં. અગત્યના નાણાંકીય કામો પતાવી શકો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. બદલીનો યોગ પ્રબળ છે. વિરોધીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

• વૃષભ (બ,વ,ઉ): તમારા મનની મુરાદ બર આવતી જણાય. જોઈતી સાનુકૂળતા ઊભી થાય તેનો લાભ ઊઠાવી લેજો. લાગણીઓના ઘોડાને કાબૂમાં રાખશો તો શાંતિ વર્તાશે. આ સમયમાં આર્થિક પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. આવકવૃદ્ધિ માટે પ્રયાસો સફળ થતા લાગે. નોકરિયાતોને વાતાવરણ સાનુકૂળ બનતું લાગશે. લાંબા સમયથી અટકેલાં લાભો તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સરળ અને વિકાસકારક છે.
• મિથુન (ક,છ,ઘ): માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતા છોડીને કાર્ય કરશો તો વધુ આનંદ મેળવી શકશો. અહીં અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા અને આર્થિક તંગી રહેતા તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગો સાનુકૂળ છે. કોઈ જમીન કે પ્લોટ, મકાનમાં નાણાં રોકવા ઈચ્છતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય.
• કર્ક (ડ,હ): આ સમયમાં કેટલીક નવીન તકો મળતા વિકાસ જણાશે. અગત્યના કામ પાર પડે. નાણાંકીય અનુકૂળતા જણાશે. તમારા ખર્ચ જેટલી આવક મેળવી શકશો. જૂની ઉઘરાણી અને લેણાં મળશે. નોકરિયાતોને આ સમયમાં પ્રગતિ જણાશે. ગૂંચવયેલા પ્રશ્નો હલ કરી શકશો. વિરોધીની ચાલ હવે કામ નહીં આવે. નવીન કામગીરીમાં પ્રગતિ જણાય. મુશ્કેલીઓ હોય તો દૂર થાય. આપત્તિના પ્રશ્નોના ઉકેલ મેળવી શકશો. તે અંગેના મહત્ત્વના કાર્યમાં પ્રગતિ જણાશે. કૌટુંબિક પ્રશ્નો સુમેળતાથી ઉકેલાશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં વિઘ્નો, વિલંબ અને પ્રતિકૂળતા વચ્ચેથી પસાર થવું પડશે. ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતી જણાશે. આપના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થશે તેથી બને તેટલા ધીરજવાન અને સંયમી બનજો. આ સમયમાં કુટુંબના સભ્યોમાંથી વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. પ્રવાસ, મહત્ત્વના મિલન-મુલાકાતો, માંગલિક અને ધાર્મિક પ્રસંગો મકાન-મિલકતની સમસ્યાઓ વગેરે માટે સમય સાનુકૂળ પૂરવાર થશે.
• કન્યા (પ,ઠ,ણ): મનોસ્થિતિ સ્વસ્થ રહેશે. ટેન્શન-તાણમાંથી મુક્તિ મળે. નવીન તકો આવે તે વધાવી લેજો. યશ-સન્માન વધે. આર્થિક પરિસ્થિતિ થોડીઘણી ગૂંચવાયેલી જણાય. જૂનાં લેણાં, ઉઘરાણી મળતાં રાહત થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતને મુશ્કેલીમાંથી માર્ગ મળશે. ધંધા-વેપારના કામકાજોમાં ધાર્યો સુધારો તથા લાભની આશા વધે. ભાગીદારીના પ્રશ્નો હલ થાય. મકાન-સંપત્તિ તથા વાહનની બાબતો અંગે સંજોગો હેરાનગતિ બતાવશે. આ સમયમાં વિરોધીઓ-હરીફ વર્ગથી અવરોધો જણાય.
• તુલા (ર,ત): આ સમયમાં તમારી મનોદશા દ્વિધાભરી રહે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં પણ વધુ ખર્ચ અને હાનિના પ્રસંગોથી ચિંતા રહે. કરજનો ભાર અકળાવશે. હમણાં નવા મૂડીરોકાણ કરવા નહીં, અને ખર્ચાઓ પર અંકુશ મૂકીને જ તમારી સ્થિતિ સુધારી શકશો. નોકરીના પ્રશ્નોનો ઉકેલ આવશે. ઉપરી અધિકારીઓનો સહકાર મળશે.
• વૃશ્ચિક (ન,ય): માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગવાના બદલે તમારો પુરુષાર્થ ચાલુ રાખજો. વ્યવસ્થિત ચાલશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. નાણાંકીય દ્રષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે તેમજ જરૂરી મદદ મળે. મિત્રો અને સ્વજન ઉપયોગી નીવડશે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે. બદલી અને બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સમયમાં આશાસ્પદ સંજોગો ઊભા થતાં માનસિક આનંદ અને શાંતિ અનુભવશો. ખોટી ચિંતા મનમાં રાખશો નહીં. આપની ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. અહીં લાભની સામે વ્યય પણ જણાશે. આવકનું આયોજન કરશો તો વાંધો નહીં આવે. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. આપના ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય.
• મકર (ખ,જ): આપના માટે આ સમય મહત્ત્વની ઓળખાણથી લાભ તેમજ પ્રવાસ-પર્યટનો માટે અનુકૂળ નીવડશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થતાં શાંતિ અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ મેળવવા લલચાશો તો વધુ લાભ થશે નહીં. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધી શકશો. નોકરિયાતોને કામનો બોજો અને મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે. આપનું આરોગ્ય કાળજી માંગી લેશે.
• કુંભ (ગ,શ,સ,ષ): આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક અને અવાસ્તવિક ચિંતાને મનમાં પેસવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતોના માર્ગ આડેના જણાતા અવરોધો દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મળતી જણાય. મહત્ત્વના કામકાજોમાં કોલ-કરારથી લાભ થાય. પ્રવાસ મજાનો રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ): તમે કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો તેમ લાગે છે. શંકા, વહેમ કે તર્ક-વિતર્કથી મન વધુ અવ્યવસ્થિ થશે ત્યારે એવો ડર રાખવાનું કોઈ કારણ નથી. ઈશ્વર પર શ્રદ્ધા રાખીને ચાલશો તો કશું બગડશે નહીં. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે જે તમે પાર કરી શકશો. તમારા મહત્ત્વના કામકાજ કે ધંધા અંગેની નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. કેટલાક વિશેષ ખર્ચાની જોગવાઈ કરી લેવી પડશે. તમે નવા મકાનની શોધમાં હોય તો તે મેળવી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter