તા. 28 ઓક્ટોબર 2023થી 3 નવેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th October 2023 08:40 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં જુદા જુદા કાર્યો કરવા માટેની નવી આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં સુધારો લાવી શકશો. નોકરીના ક્ષેત્રમાં તમારા વિચારો અથવા પ્રસ્તાવ રજૂ કરવા માટે તમારા ઉપરીની મદદ પ્રાપ્ત કરી શકાય. ધંધા-ઉદ્યોગમાં નવા ડીલ માટે સમયની સાનુકૂળતા સારી રહેશે. આર્થિક રીતે આ સમયમાં બચત માટેની નવી યોજના બનાવી શકશો. પ્રોપર્ટીની ખરીદી માટે પણ તૈયારી શરૂ થાય. સામાન્ય માથાનો દુઃખાવો કે શરીર કળતરની સમસ્યાઓ રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ ઘણાં લાંબા સમય પછી કોઈક નજીકના સંબંધીઓ સાથે મુલાકાત શક્ય બને, જેનાં કારણે આનંદમય વાતાવરણને સુખમય બનશે. આર્થિક મામલે આ સમય થોડું સાચવીને આગળ વધવાનું સૂચન કરે છે. વ્યવસાયના ક્ષેત્રમાં કોઈની બેદરકારી તમને નુકસાન ન કરાવે તેનું ખાસ ધ્યાન રાખશો. જીવનસાથી સાથે નાના પ્રવાસનું આયોજન જીવનમાં નવી રોનક લાવશે. કોર્ટ-કચેરીની કામગીરીનો ભાર હળવો થતાં હજી વાર લાગશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારા સ્વભાવમાં સંયમ અને અનુશાસન લાવશો તો અડધા કામ આપોઆપ નિપટાવી શકશો. ખોટા વિચારો છોડીને સમય સાથે આગળ વધવું જરૂરી છે. આવક વધારવાના તમામ પ્રયાસો ધીરે ધીરે કામ કરતાં દેખાય તેમ છતાં ખર્ચાઓ પર કાબૂ જરૂરી રહેશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિની શકયતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જૂના રોગોમાંથી છૂટકાળો મેળવી શકશો. પરિણામે સ્વસ્થતા અને માનસિક શાંતિમાં વધારો થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સમય તમારા માટે ઘણો સકારાત્મક પરિણામો લઈને આવશે. તમારી ક્ષમતા અને પ્રતિભાને અનુરૂપ તમારા કાર્યોમાં પરિવર્તન લાવી શકશો. તમારો હકારાત્મક અભિગમ દરેક પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બની રહેશે. પૈસા અને સંપત્તિના બાબતોમાં આ સપ્તાહ પ્રગતિશીલ પુરવાર થાય. નોકરીમાં બદલાવ ઇચ્છતા હશો તો સફળતા મેળવશો. સંતાનોની બાબતમાં થોડી ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય આપને સક્રિય રહેવા માટે અને આયોજનપૂર્વક નવા કાર્યની પહેલ કરવા માટે પ્રેરણા આપશે. તમારી દરેક મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરી શકશો. પ્રયત્નો અને સકારાત્મક વલણ તમારી સફળતાનું કારણ બનશે. આર્થિક રીતે પણ કોઈ મુશ્કેલીઓ અહીં દેખાતી નથી. જરૂરત મુજબની નાણાકીય જોગવાઇ ઊભી કરી શકશો. કરિયરને અનુલક્ષીને આગળ વધવા માંગતા વ્યક્તિઓ માટે આ સમય ઉત્તમ પૂરવાર થાય. કોર્ટ-કચેરીની કામગીરીમાં થોડું વધુ સંભાળીને આગળ વધવું સલાહભર્યું છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારા અગત્યના કાર્યોનો ભાર થોડો માનસિક ઉચાટ મહેસૂસ કરાવે. કોઇ પણ નિર્ણય ઉશ્કેરાટ અને આવેશને કાબૂમાં રાખી લેશો તો સફળતા મેળવી શકશો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મળતાં હજી થોડી વાર લાગશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સંજોગો યથાવત્ રહેશે. નોકરીના ક્ષેત્રમાં કોઈની સાથે વિવાદમાં ન ઉતરવાનું સલાહભર્યું રહેશે. ધંધા-વેપારમાં નવા કાર્યોને લઈને યોજનાઓ બનાવી હોય તેને અહીં લાગુ કરવાથી સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સંબંધી સામાન્ય સમસ્યાઓ રહેશે.
• તુલા (ર,ત)ઃ આપની હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારામાં ઉત્સાહ વધારે. માનસિક તંગદિલી ઓછી થતાં મન આનંદ અને ઉત્સાહ અનુભવે. નાણાકીય જોગવાઇ ઊભી કરવા માટે સમયની સાનુકૂળતા મદદરૂપ બનશે. વ્યવસાય-નોકરીમાં આપના કર્યો થકી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. લગ્નવાંચ્છુઓની યોગ્ય જીવનસાથીની તલાશ અહીં પૂર્ણ થતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. લાંબા સમયથી ફસાયેલાં નાણાં અહીં પરત મેળવી શકશો.

• વૃશ્ચિક (ન,ય)ઃ સપનાંઓને સાકાર કરવા માટેના તમારા પ્રયત્નોનું ફળ મળતું જોવા મળે. તમારી સખત મહેનત અને નિષ્ઠાવાન પ્રયત્નો થકી માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. જોકે આસપાસના લોકોથી થોડી સાવધાની રાખવી હિતાવહ રહેશે. વ્યવસાય-ધંધાના કાર્યોમાં વિચારપૂર્વકનો નિર્ણય સફળતા અપાવશે. નોકરીમાં થોડું સાચવીને આગળ વધવું સલાભર્યું છે. આપના માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. મકાન-મિલકતના અટવાયેલા કાર્યોને પૂરા કરવા માટે આપના તરફથી પહેલ જરૂરી બનશે.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી સામે આવેલા પડકારોને સ્વીકારીને મક્કમતાથી આગળ વધશો તો અચૂક સફળ થશો. સંતાનો અંગે થોડી ચિંતા રહી શકે છે. નોકરિયાત વર્ગ સહકર્મચારીની મદદથી કાર્યસ્થળે માન-સન્માન પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક ભાગીદારીમાં થોડું સાચવીને આગળ વધવું સલાહભર્યું રહેશે. જૂના મિત્રો સાથેની મુલાકાત એક સંભારણું બની રહેશે.
• મકર (ખ,જ)ઃ કામનું ભારણ વધતું જોવા મળશે. આથી ગુસ્સો - બેચેની અને થોડી અસ્વસ્થતતા જેવું લાગશે. સમયને થોડો સાચવી લેજો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે થોડા વધુ પ્રયાસ કરવા પડશે. ધંધા-વ્યવસાયમાં જો કોઈ કાનૂની સમસ્યા હોય તો તેને અંત આવતો જણાશે. નોકરિયાત વર્ગને નવા વિકાસલક્ષી કાર્યોમાં કામગીરી આગળ વધતી જણાશે. જમીન-મકાનના સોદાઓમાં હમણાં કોઈ ઉતાવળ કરશો નહીં.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન થોડી દોડધામ વધતી જોવા મળશે. પારિવારિક જવાબદારી પણ વધતી જોઈ શકશો. નાણાકીય રીતે બાકી નીકળતાં પૈસા પાછા મળે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિના નવાં માર્ગો ખુલતાં જોવા મળશે. અપરિણીતો માટે જીવનસાથીની શોધ હવે પૂરી થાય. વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન કોઈની સાથે વિનાકારણની રકઝકમાં ઉતરવું નહીં. વાદવિવાદમાં નાની અમથી વાત મોટું સ્વરૂપ ધારણ કરી ન લે તેની કાળજી જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન આપનું કાર્ય પ્રત્યેનું જોશ વધતું જોઈ શકશો. પરિણામે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટેના દ્વાર ખુલતાં જોઈ શકશો. આર્થિક વ્યવહારમાં કોઈ વિશેષ લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી સાથે સાથે નવા યુનિટની સ્થાપના કરવામાં સફળતા મેળવી શકાય. જમીન-મકાનના લે-વેચનો સોદો લાભકારક પુરવાર થાય. પરિવાર સાથે આનંદની ક્ષણો પસાર કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter