તા. 28 જાન્યુઆરી 2023થી 3 ફેબ્રુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th January 2023 06:32 EST
 
 

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ દરમિયાન દૃઢ મનોબળ રાખવું જરૂરી રહેશે. અગત્યના કામકાજ પૂર્ણ કરી શકશો. નાણાંકીય બાબતે આ સપ્તાહમાં કોઈ મોટા સાહસોમાં રોકાણ શક્ય બની શકે છે. જેની જોગવાઈ પણ સરળતાથી કરી શકશો. નવી નોકરી પ્રાપ્ત કરવામાં સફળતા મળે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે હવે સમય સાનુકૂળ બનતો જણાય. વ્યવસાયિક ભાગીદારીના પ્રશ્નોનું નિરાકરણ મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન આપ કોઈ નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. નવા ઘરમાં રહેવા જવાનું પણ શક્ય બને. પરિવાર તેમજ મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. નાણાકીય અડચણો હવે દૂર થતી જોવા મળશે. થોડો ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યો સફળ થાય. પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ભૂતકાળની તકલીફોનો અંત આવતો જોવા મળશે. આવકમાં પણ વધારો થાય. આપ કોઈ મોટી ખરીદી માટેનું આયોજન પણ કરી શકો છો. પરિવાર તેમજ સંબંધોમાં ફેરફાર આવી શકે છે. સંબંધોની તિરાડ હવે દૂર થતી જોઈ શકશો. નોકરિયાત વર્ગને કામનું થોડું ભારણ વધે. વ્યવસાયિક મામલે કોઈ મોટા નિર્ણયો લેવામાં વડીલોની સલાહ કામ લાગશે.
• કર્ક (ડ,હ)ઃ આપનું આ સપ્તાહ થોડું રાહતવાળું રહેશે. મોટા ભાગનો સમય મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ પાછળ પસાર કરી શકશો. ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લેશો. ધંધાકીય રીતે ગ્રહોની પરિસ્થિતિ આપના માટે ફાયદાવાળી જણાય. નવા યુનિટની શરૂઆતના પાયા નાંખવામાં સફળ થશો. આર્થિક રીતે આપના કોઈ બાકી લેણાં પાછા આવી શકે છે. જોકે, સામે ખર્ચા પણ એટલા જ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન થોડી બેચેની રહે તેમજ ગુસ્સો વધતો જોવા મળે. તમારા વાણી-વર્તનને કાબૂમાં રાખવા જરૂરી. નહીં તો કોઈ મોટી ઉપાધિમાં ફસાઈ શકો છો. આવક–જાવકનું પ્રમાણ સરખું રહેશે. કરિયરને લઈને થોડીઘણી ચિંતા રહેશે પરંતુ થોડી ધીરજ રાખી કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. વ્યવસાય–ધંધામાં બીજા પાસે અપેક્ષા રાખવા કરતાં જાતે કામગીરી કરવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ મહેનતવાળો રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આપની મનોસ્થિતિ સુધરતી જોવા મળશે. સહનશક્તિમાં પણ વધારો જોવા મળે, જેથી આપનો તનાવ ઓછો થતો જોઈ શકશો. વ્યાપાર–ધંધામાં સારી એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગને કામકાજને લઈને થોડી વ્યસ્તતા વધતી જોવા મળે. નોકરીના કામથી બહાર પણ જવાના પ્રસંગો આવી શકે છે. નવી રિલેશનશિપ શરૂ થઈ શકે છે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં આપના ગ્રહોની સ્થિતિ આપના પક્ષમાં જોવા મળશે. પરિવાર–મિત્રો સાથે ખુશીનો સમય પસાર કરી શકશો. વ્યવસાયિક રીતે સરકારી કામકાજમાં સફળતા મળશે. નવી પ્રગતિના માર્ગો ખુલતાં જોઈ શકશો. નોકરિયાત વર્ગે કોઈની સાથે કામકાજ બાબતે જીભાજોડીમાં ઉતરવાનું ટાળવું, નહીં તો નુકસાન તમને જ ભોગવવું પડશે. વિદ્યાર્થીઓ માટે વિઝાને લગતા કામ સરળ બને.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન આપના વિચારોને કાબૂમાં રાખજો. કોઈ નવી પ્રોપર્ટીની ખરીદીની ઈચ્છા હવે સફળ થાય. નાણાકીય રીતે અટવાયેલા પૈસા પાછા મળશે. આવકમાં વધારો કરવા માટે તમારા પ્રયત્નો સફળ થાય. વ્યાપાર-ધંધામાં ઉત્તમ તકો પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે સારો એવો સમય વ્યતીત કરી શકશો. તમારા બાળકોને પણ તમે પૂરતો સમય આપી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી જીવનશૈલીમાં હવે ફેરફાર લાવવાની જરૂર રહેશે. આળસ ખંખેરીને કામ પર લાગી જવાની જરૂર છે. થોડી વધુ મહેનત કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાય–ધંધામાં વિદેશ સાથે જોડાયેલા કામકાજોમાં તમને યશમાન પ્રાપ્ત થાય. કોર્ટ–કચેરીમાંથી હવે છૂટકારો મળશે. નવી વાહન ખરીદીની ઈચ્છા પૂરી થાય. સંતાનોના લગ્ન બાબતે થોડીઘણી ચિંતા રહે.
• મકર (ખ,જ)ઃ નવા સાહસો દ્વારા સફળતા પ્રાપ્ત થાય. મહત્ત્વના કામકાજો થોડા પ્લાનથી કરશો તો સફળ થશો. ભાઇભાંડુ સાથેનો વિવાદ હવે દૂર થાય. પરિવાર સાથે આનંદમય સમય પસાર થઈ શકે છે. નાણાકીય રીતે આ સમય આપના માટે ફાયદાકારક રહેશે. વ્યવસાયિક દસ્તાવેજોને લગતી કામગીરીમાં થોડું ધ્યાન રાખવું જરૂરી. સ્વાસ્થ્યને લઈને હવે વધુ સજાગ થવાની જરૂર રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન થોડી મૂંઝવણો વધતી જોવા મળે. ધાર્યું કામ પાર ન પડવાથી બેચેની અનુભવાય. શેર–સટ્ટાથી આ સમયમાં દૂર રહેવાની સલાહ રહેશે. નોકરિયાત વર્ગને મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળતો જોવા મળે. વડીલોપાર્જિત પ્રોપર્ટીના પ્રશ્નોનો હવે ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જે આપના કામકાજમાં સફળતા અપાવશે. નોકરિયાત વર્ગને જગ્યાની ફેરબદલીની ઈચ્છા હવે ફળીભૂત થઈ શકશે. વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ જણાય, પરંતુ આપની સૂઝબૂઝ દ્વારા એને દૂર કરી શકશો. નવા વાહનની ખરીદી માટે થોડી દોડધામ કરવી પડશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા અને સહકારમાં વધારો થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter