તા. 29 એપ્રિલ 2023થી 5 મે 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th April 2023 10:07 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતાને ટકાવી રાખવા પડશે. ખોટો ભય અને ચિંતા રાખશો નહીં. નિરાશા અને નકારાત્મક વિચારોને છોડી દેશો તો આગળ વધી શકશો. નાણાંકીય દૃષ્ટિએ સમય થોડો વધુ તકલીફવાળો રહેશે. કૌટુંબિક કારણોસર ખર્ચાનું પ્રમાણ વધુ જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં હજી થોડી વધારે ધીરજથી કામકાજ કરવા જરૂરી જણાય. આપના કોર્ટ-કચેરીના કાર્યો સંપન્ન થતા જોવા મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે. કોઈક મોટી જવાબદારી તમારા ઉપર આવી શકે છે. કૌટુંબિક કે માંગલિક પ્રસંગોને કારણે વ્યવસ્તતામાં વધારો જોવા મળી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. આવક મામલે આ સમય એકંદરે આપને સારો સાથ આપશે. તંદુરસ્તી સંબંધિત સમસ્યાઓને કારણે થોડું મન બેચેન રહ્યા કરે. નોકરીમાં પ્રગતિકારક તકો હાથ લાગશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપના પ્રયત્નોને સફળતા મળતી જણાય. વિકાસની નવી તકો સાંપડશે. કાર્યદક્ષતા વધારીને તકોનો લાભ મેળવી શકશો. આવકવૃદ્ધિ માટેના નવા રસ્તાઓ મળતા માનસિક તંગદિલી ઓછી થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈક અણધારી મદદ મેળવી શકશો. વિવાહ ઇચ્છુકને આ સમયમાં સારાં સમાચાર મળી શકે છે. નવા મકાનની ખરીદીને લઈને વાતચીતનો દોર શરૂ થઈ શકે છે. પ્રવાસ-પર્યટનથી આનંદની લાગણી અનુભવાય.
• કર્ક (ડ,હ)ઃ ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધીમાં તમારો સમય વધુ વ્યતિત થાય. તમારી આસપાસનું વાતાવરણ પણ સુધરતું જોવા મળે. જે કામ હાથ પર લેશો તેને પુરા નહીં કરો ત્યાં સુધી શાંતિથી બેસી શકશો નહીં. નોકરી-વ્યવસાયમાં પણ તમારું ધ્યાન વધુ કેન્દ્રીત કરવું પડશે. લગ્નઇચ્છુક લોકોને સમયની સાનુકૂળતા થતી જોવા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
• સિંહ (મ,ટ)ઃ દામ્પત્યજીવનમાં બીજી વ્યક્તિઓની અદેખાઈનો ભોગ ન બનાય તેનું ખાસ ધ્યાન રાખશો. તમારી અંગત બાબતોની ચર્ચા કરતાં પહેલા સો વાર વિચારજો, નહીં તો પોતાના જ પગ પર કૂહાડી મારવાની કહેવત સાચી સાબિત થશે. નાણાંની બાબતે અહીં આપના વ્યવહાર ચોખ્ખા રાખવા ઇચ્છનીય છે. નોકરી-ધંધાની પરિસ્થિતિ હજી યથાવત્ રહેશે. કેટલાક મહત્ત્વના રોકાણો અહીં શક્ય થતાં જોવા મળે. વાહન ખરીદીની ઇચ્છા પૂર્ણ થાય. ક્રમશઃ પ્રગતિના માર્ગે આગળ વધી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સમયની સાથે સાથે આપની વિચારસરણી પણ બદલવી પડશે. આપનું જીદ્દીપણું તથા ગુસ્સો આપના માટે જ નુકસાનકારક પુરવાર થાય જેથી કાળજી રાખવી. દેવું થાય એવા ખર્ચા ન કરવાનું સૂચન છે. વ્યાપાર ક્ષેત્રમાં હજી આ સમય થોડો મંદીવાળો રહેશે. નોકરિયાત વ્યક્તિઓને જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. અહીં નવીન કામગીરી હાથમાં લેતાં પહેલાં કાળજી રાખવી જરૂરી. સંતાનના લગ્ન બાબતની ચિંતાઓ અહીં દૂર થાય.
• તુલા (ર,ત)ઃ સ્વજનો તથા મિત્રો દ્વારા ઇચ્છિત કાર્યોમાં સહયોગ પ્રાપ્ત કરી શકશો, જે આપને પ્રગતિના માર્ગે આગળ લઈ જશે. જુદા જુદા કાર્યોમાં મન સતત વ્યસ્ત રહેશે જેથી થોડી માનસિક આરામની પણ જરૂરિયાત રહેશે. કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ આવે, જેનાં કારણે જીવનમાં સરળતા થાય. મિલકતમાં સુધારો-વધારો કરવા માટે તેમજ નવીન ખરીદી માટેના યોગો વધુ બળવાન બનશે. ધંધાકીય કાર્યોમાં પ્રગતિ થાય. નોકરીમાં આપના કાર્યોની પ્રશંસા થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ ધાર્મિક-આધ્યાત્મિક બાબતોમાં આપની લાગણીઓનો ઝૂકાવ પરમ સુખનો અનુભવ કરાવશે. સંતો-મહાપુરુષોના મિલનથી માનસિક શાંતિ અનુભવશો. જીવનમાં વડીલોના સાથસહયોગ દ્વારા ઇચ્છિત કાર્યોની પૂર્તી કરી શકશો. નાણાકીય રીતે સમય અને સંજોગો બંને આપના તરફેણમાં રહેશે. સરવાળે સારા એવા નાણાં અહીં એકત્રિત કરી શકો એવા સંજોગો રહેશે. વ્યાપારિક ક્ષેત્રમાં પણ આપના કાર્યોની સરાહના થાય તેમજ સમાજમાં સારી છાપ ઊભી શકશો. પ્રવાસના આયોજન અહીં સફળ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરેવા એવા પ્રસંગો બનશે. નિર્ભયતાથી દરેક પડકારનો સામનો કરવા માટે આપ સક્ષમ બનશો. આર્થિક રીતે આપની મુશ્કેલીઓ દૂર કરવા માટેના રસ્તાઓ પ્રાપ્ત કરી શકશો. નવી નોકરીની શોધખોળમાં અહીં સફળતા હાંસલ કરી શકશો. કોઇ ક્ષેત્રે મૂીરોકાણ કરતાં પહેલાં દરેક પાસાંને ધ્યાનમાં રાખવાનું સૂચનભર્યું રહેશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ આપના માટે થોડું મુશ્કેલભર્યું અને પડકારોવાળું સાબિત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પાર્ટનર તમારા કાર્યને લઈને સવાલ ઊભા કરી શકે એવી પરીસ્થિતિનું નિર્માણ થાય. આથી જોઈ-જાળવીને આગળ વધવું. જોકે આર્થિક રીતે થોડી હળવાશ પણ અનુભવશો. તંદુરસ્તીની બાબતમાં પણ આ સમય ખાસ કાળજી માંગી લેશે. ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પ્રગતિ અને સફળતાનો સાક્ષી બની શકે છે. સહકારની ભાવના તમને તમારા સંબંધોમાં વધુ પ્રેમ, સંતોષ અને હૂંફ અપાવશે. આ સમય દરમિયાન સાંસારિક આનંદનો ભપૂર લાભ લઈ શકશો. આર્થિક દૃષ્ટિએ અનેકગણી સફળતા પ્રાપ્ત કરી શકાય. નવીન મૂડીરોકાણો થકી લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી કાળજી રાખવી હિતાવહ રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય પડકારજનક સાબિત થઈ શકે છે. બિનજરૂરી વાદવિવાદથી દૂર રહેવું સલાહભર્યું છે. અતિવિશ્વાસુ બનીને કામગીરી કરવી આપના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ધીરે ધીરે હલ આવતો દેખાય. આર્થિક સ્થિતિ હજી યથાવત્ રહેશે. ધંધા-ઉદ્યોગમાં કરેલા રોકાણોનું ફળ અહીં જોવા મળશે. પ્રવાસ-યાત્રાની ઇચ્છાઓ સફળ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter