તા. 3 ડિસેમ્બર 2022થી 9 ડિસેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 02nd December 2022 04:35 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ): આ સપ્તાહ થોડા મિશ્ર પરિણામવાળું રહેશે. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમોમાં તમારો સમય વધુ પસાર થાય. કોઈ કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મેળવવા થોડી વધુ મહેનત કરવી પડશે. નાણાંકીય રીતે કોઈ પણ નિર્ણયો લેતાં પહેલાં થોડું ચિંતન આવશ્યક રહેશે. ધંધા-ઉદ્યોગમાં અતિ વિશ્વાસુ બનીને કોઈ પણ નિર્ણયો લેશો નહીં. ભાગીદારોથી સાચવીને રહેવું. નોકરિયાત વર્ગને થોડી રાહતવાળી સ્થિતિ અનુભવાય. માંગલિક પ્રસંગોને કારણે મન આનંદ અનુભવશે.

• વૃષભ (બ,વ,ઉ): આ સમયમાં જે પણ કોઈ કામ હાથ ધરશો તેને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યાપારિક કાર્યો પણ તમારી યોજના પ્રમાણે પૂર્ણ કરી શકશો. કોઈ નવી પ્રોપર્ટીની કામગીરીમાં થોડીઘણી અડચણ બાદ કરતાં કાર્ય પૂર્ણ થાય. નાણાંકીય રીતે ફાયદો થાય. નોકરિયાત વ્યક્તિઓને પોતાની જગ્યાની ફેરબદલી અથવા નવી જગ્યાઓ પર કામ મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય. નાની ટ્રિપ પણ કરી શકો છો. કોર્ટ-કચેરીમાંથી હવે છૂટકારો મળશે.
• મિથુન (ક,છ,ઘ): આ સપ્તાહ સફળ રહેશે. શૈક્ષણિક તેમજ બીજી નાની-મોટી કામગીરી માટે ક્યાંક સફર કરી શકો છો. સર્જનાત્મક કાર્યો પ્રત્યેની રૂચિ હવે વધુ નિખરતી જોઈ શકશો. આર્થિક મુશ્કેલી ઓછી થાય. કોઈ ફસાયેલા નાણાં પાછાં મેળવી શકશો. જીવનસાથી સાથે થોડી અણબનાવની પરિસ્થિતિ રહેશે. કૌટુંબિક જવાબદારીમાં પણ વધારો થાય.
• કર્ક (ડ,હ): લાંબા સમયની ચિંતા અને તણાવ હવે દૂર થાય. આ સપ્તાહ દરમિયાન થોડું વધુ ધ્યાન આપના વ્યક્તિગત કાર્યો માટે લગાવવું જરૂરી રહેશે. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ જોઈ શકશો. થોડું આયોજનથી ચાલશો તો કોઈ મુશ્કેલી આવશે નહીં. ધંધા-વ્યવસાયમાં પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હવે દૂર થાય. વિદ્યાર્થીઓને સારી એવી તકો પ્રાપ્ત થાય.
• સિંહ (મ,ટ): આપના ગ્રહયોગોની દૃષ્ટિએ આ અઠવાડિયું થોડું વધારે પડકારભર્યું રહેશે. માનસિક રીતે બેચેની તથા ચિંતાઓનું ભારણ રહેશે. વધુ પડતાં કામનો બોજો પણ આપના શારીરિક થાકનું કારણ બને. બીજી બાજુ, આપના કાર્યની પ્રશંસા પણ થાય જેના કારણે થોડી રાહત અનુભવાય. આર્થિક સ્થિતિમાં હજી કોઈ ફેરફાર જોવા મળશે નહીં. વ્યવસાયના ક્ષેત્રમાં જો ભાગીદારીથી આગળ વધવા માંગતા હો તો ધ્યાન રાખીને આગળ વધશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે.
• કન્યા (પ,ઠ,ણ): આ સમય તમારા સપનાં સાકાર કરવા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ધીરજથી કામ લેશો તો અવશ્ય સફળતા મેળવશો. આવકની દૃષ્ટિએ પણ આપની યોજનાઓ સાકાર થતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યની પ્રશંસા થાય. નજીકના વ્યક્તિ સાથેના મતભેદ દૂર થતા જોવા મળે. પ્રોપર્ટીના કામકાજમાં ફાયદો થાય. પ્રવાસ-પર્યટનની ઈચ્છા સાકાર થતી જોવા મળે.
• તુલા (ર,ત): આ સમય તમારી મહેનતનું સકારાત્મક પરિણામ લાવી શકે છે. થોડીઘણી જટિલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ઉદ્યોગજગતમાં આ સપ્તાહ દરમિયાન ઘણાં બધાં નવા કાર્યો પર હાથ અજમાવી શકાય. નવી મુશ્કેલીનો સામનો કરવો પડે. કામનું ભારણ વધી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મતભેદ ઉકેલાશે. સ્વાસ્થ્યની બાબતમાં હવે તમારી બેદરકારી છોડીને નિયમિત કસરત પર ધ્યાન આપવાની જરૂર રહેશે.
• વૃશ્ચિક (ન,ય): આ સમય થોડો સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવશે. ચિંતાઓ દૂર થાય. તમારા કાર્યક્ષેત્રમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહમાં વધારો થાય. આવકમાં વધારો થાય એવી તકો હાથ લાગશે. નોકરિયાત વર્ગને ધીમે ધીમે હવે તકના દરવાજાઓ ખુલતાં જોવા મળે. વ્યવસાય-ધંધામાં ઉઘરાણીની આવકમાં ફાયદો થાય. અટવાયેલા કાર્યોની હવે નવેસરથી શરૂઆત કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેવું સલાહભર્યું છે, નહીં તો તમને જ નુકસાની વેઠવી પડે. તમારા અગત્યના કામોમાં હજી થોડો વધુ વિલંબ જોવા મળે. નોકરી-ધંધા ક્ષેત્રે સમયની અનુકૂળતા આવતાં હજી વાર લાગે જેના કારણે થોડા વધુ ભારણનો અનુભવ થાય. મકાન-સંપત્તિના પ્રશ્નો અહીં ઉકેલાતા દેખાય. આરોગ્ય બાબતની ચિંતા પણ અહીં દૂર થતી જોવા મળશે. સરકારી કામગીરીમાં હજી ગૂંચવાડા જણાય.
• મકર (ખ,જ): આ સપ્તાહ થોડો વધુ પુરુષાર્થ તેમજ પરિશ્રમવાળો રહેજો. જોકે, તેના ફાયદો પણ જોઈ શકશો. આર્થિક રીતે સાનુકૂળતા વધે. આવકવૃદ્ધિના નવા રસ્તાઓ પ્રાપ્ત થાય, જેના કારણે આર્થિક ચિંતા ઓછી થાય. નોકરી-વ્યવસાયના કારણે મુસાફરી કે દોડધામમાં વધારો જોવા મળે. સંતાનોની લગ્નવિષયક ચિંતાઓ દૂર થાય. કૌટુંબિક મિલ્કતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી તકલીફોનો સામનો કરવો પડે.
• કુંભ (ગ,શ,સ,ષ): સપ્તાહ દરમિયાન હજી તમારા માર્ગ આડેના અંતરાયો જૈસે થે જોવા મળે. તમારા વિચારોના ઘોડાને હજી કાબૂમાં નહીં લાવો તો અશાંતિમાં વધારો જોવા મળે. નોકરિયાત વ્યક્તિને કામનું ભારણ વધતું જોવા મળશે. ઉપરી અધિકારીઓના પ્રેશર પણ વધતા જોવા મળે. જોકે, આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. વૈવાહિક બાબતો માટે પણ સમયની સાનુકૂળતા જોવા મળે. કોઈ અંગત કે પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાતથી દિલ થોડું હળવું થાય.
• મીન (દ,ચ,ઝ,થ): સપ્તાહ ખૂબ જ વ્યસ્ત પસાર થશે, સાથે જ નવું કાર્ય કે જવાબદારી પણ આવશે. આર્થિક રીતે આપની જે પણ ઈચ્છાઓ હશે એ પૂરી થતી જોવા મળશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં કોઈ સરકારી મંજૂરી લેવાની હોય તો આ સમય તરફેણમાં રહેશે. કાર્ય માટે જરૂરી નાણાંકીય જોગવાઈ ઊભી કરવા માટેના રસ્તાઓ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જોકે, કામની વ્યસ્તતાને કારણે કૌટુંબિક વ્યક્તિઓ સાથે નાનાં-મોટાં વિવાદો સર્જાય એવી પણ શક્યતાઓ રહેશે. એકંદરે સમય સારો પસાર થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter