તા. 4 જૂન 2022થી 10 જૂન 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd June 2022 09:32 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ એકાગ્રતામાં ઘટાડો થાય. તમારા કાર્યોને યોગ્ય દિશા આપવામાં મુશ્કેલી અનુભવશો. થોડું આત્મચિંતન કરીને અહંકાર બાજુ પર મૂકી કામગીરી કરવી. વ્યવસાય ક્ષેત્રે કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય ન હોવાથી થોડુંક રાહ જોઈ આગળ વધશો. નોકરીની શોધખોળ કરતાં વ્યક્તિઓને માટે હવે રાહતનો સમય આવી રહ્યો છે. આર્થિક રીતે મુશ્કેલીઓ ઓછી થતી જોઈ શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ પારિવારિક વિવાદ દૂર કરવા માટે પ્રયત્નો ચાલુ રાખશો તો જરૂર સફળ થશો. નાણાંકીય મૂંઝવણો દૂર કરવા માટે હજી વધારે પ્રયત્નો કરવા જરૂરી રહેશે. વ્યવસાયિક કામગીરીમાં તમારું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. નોકરીમાં બઢતીના ચાન્સિસ પ્રાપ્ત કરી શકશો. નવા વાહનની ખરીદીની ઈચ્છાઓ સાકાર થવામાં વિલંબ થઇ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત ખૂબ સકારાત્મક રહેશે. તમારું માન-સન્માન અને આદર્શોને તમે પૈસા કરતાં વધુ મહત્ત્વ આપશો. તમારું ભાગ્ય પણ ખૂબ સાથ આપશે. વ્યવસાયમાં ભાગીદારી માટેની વાતો ચાલતી હશે તો એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કામ સંબંધિત કેટલીક બાબતોમાં પણ ફેરફાર જરૂરી રહેશે. નોકરીમાં આપની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોઈ શકશો. પરિવારમાં કોઈ આનંદપ્રદ કાર્યક્રમ યોજાય, જેના કારણે બધા ભેગા મળીને મનોરંજન માણશો. વાહન ખરીદીનો યોગ છે.
• કર્ક (ડ,હ)ઃ તમારું ચિત્ત થોડું ભટકતું જોઈ શકશો. મનમાં અશાંતિ જણાય. કામ કરવા માટે પણ આળસ અનુભવશો. જીવનમાં આર્થિક ચઢાવ-ઉતારને સંતુલિત કરવા માટે તમારે મહેનત કરવી પડશે. કરિયર સંબંધિત બાબતોમાં જરૂરી સલાહ સાથે આગળ વધશો. વ્યવસાયિક સંબંધોમાં ઉદ્ભવતા વિવાદો તેમજ દુવિધાને દૂર કરવા માટે યોગ્ય આયોજન જરૂરી રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી વધુ કાળજી રાખવી જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહોની પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. અજાણી વ્યક્તિ સાથેની મુલાકાત જીવનભરનું સંભારણું બની શકે છે. નાણાંકીય બાબતોમાં થોડી વધુ ચોકસાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. વ્યવસાયમાં કોઈની ઉપર અતિ વિશ્વાસુ બનીને કામગીરી સોંપી દેવી નહીં, નહીંતર તમારે જ સહન કરવું પડે. નોકરીમાં જગ્યાની ફેરબદલી અથવા તો ઈન્ટરવ્યુની તૈયારી કરતા હોય તો સફળતા સાંપડે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ પારિવારિક વિખવાદ મોટું સ્વરૂપ ધારણ ના કરે તેની ખાસ કાળજી તમારે જ રાખવી પડશે. કાર્ય સંબંધિત લક્ષ્ય સમયસર પૂરાં કરવા માટે ભાગદોડ વધે. કામનું પ્રેશર પણ જણાય. વ્યવસાયિક રીતે કોઈ નવા રોકાણો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ શકવાની સંભાવના રહેશે. જોકે, કાયદાકીય દાવપેચમાંથી પણ પસાર થવું પડે. નાણાંકીય રીતે સમય મધ્યમ રહેશે.
• તુલા (ર,ત)ઃ કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવાના બદલે થોડું શાંત ચિત્ત રાખીને લેશો તો તમને પરિણામ પણ લાભદાયી મેળવી શકશો. જમીન-મકાનને લગતા કામકાજમાં દસ્તાવેજ સંબંધિત કાર્યવાહી પણ ધ્યાનથી કરશો. નાણાંકીય રીતે સમય તમને સાથ આપશે. ફસાયેલાં નાણાં પાછા મેળવી શકશો. પરિવાર તેમજ જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયમાં કામને કારણે એકથી બીજી જગ્યાએ ભાગદોડમાં વધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમે તમારી ક્ષમતા કરતાં પણ વધુ કામગીરી કરી રહ્યા છો જેના કારણે શરીર અને મનથી પણ થાકનો અનુભવ થાય. થોડો રાહતનો શ્વાસ લો અને જરૂરી પૂરતી કામગીરી કરો. નોકરિયાત વ્યક્તિને ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં હવે વધુ સુમેળ જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં રોજબરોજના કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. કાયદાકીય દાવપેચમાંથી બહાર નીકળવા માટેના રસ્તા ખુલ્લા થતાં જોઈ શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કામનું ભારણ રહેવા છતાં પણ થોડો સમય પરિવાર અને બાળકો માટે કાઢવો જરૂરી રહેશે. પરિવાર સાથે આનંદથી સમય વિતાવશો. આવકની સામે ખર્ચાઓ પણ વધતાં જોવા મળે. બજેટ પ્રમાણે પ્લાનિંગથી આગળ વધશો તો નાણાંકીય મુશ્કેલી ઓછી કરી શકશો. વ્યવસાયિક કામગીરીમાં જે કોઈ ફેરફાર જરૂરી લાગે તેના પર તુરંત અમલ શરૂ કરી કાર્ય શરૂ કરશો તો સફળ થશો. નોકરીમાં નાની નાની અડચણો બાદ કરતાં સમય સાનુકૂળ રહેશે.
• મકર (ખ,જ)ઃ રચનાત્મક અને ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી રૂચિ વધતી જોવા મળે. મનમાં શાંતિનો અનુભવ કરી શકશો. આર્થિક રીતે હવે વધુ સ્ટેબિલિટી જોઈ શકશો. નોકરી-વ્યવસાયમાં જો કોઈ કોર્ટ-કચેરીને લગતી કાર્યવાહી ચાલી રહી હોય તો તેનું પોઝિટિવ રિઝલ્ટ ખૂબ નજીકના સમયમાં મેળવશો. નાની યાત્રા-પ્રવાસ પણ શક્ય બને, જેના કારણે તમારા પરિવાર સાથે હર્ષોલ્લાસથી સમય વિતાવી શકશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ થોડા સમયથી ચાલી રહેલી મનની શંકા હવે દૂર થતી જોવા મળે. કોઈ અંગત વ્યક્તિ સાથેની મુલાકાતથી મન હળવું થાય. આર્થિક રીતે આ સપ્તાહ આપના માટે લાભદાયી રહેશે. વ્યવસાય-નોકરીના ક્ષેત્રે મોટાભાગના કામકાજો આપ સમય પહેલાં પૂર્ણ કરી શકશો. મકાન-મિલકત બાબતે જો ઘરના જ વ્યક્તિ વિવાદ હશે તો હવે આપ ધીરે ધીરે ગેરસમજ દૂર કરી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા મનની કડવાશ અને ગેરસમજોને હવે દૂર કરી દો, નહીં તો તમારા માટે જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. દરેક કાર્યોમાં બીજાનું પણ સાંભળો અને તેમને મહત્ત્વ આપતા શીખો. નાણાંકીય બાબતોમાં થોડીઘણી અડચણ હજી પણ જોવા મળે. વ્યવસાયમાં કેટલીક બાબતોમાં પાર્ટનર સાથે મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેથી કરીને કાળજી રાખજો. નોકરિયાત વ્યક્તિને પોતાની પ્રતિભા બતાવવા માટે ઉત્તમ સમય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter