તા. 4 ફેબ્રુઆરી 2023થી 10 ફેબ્રુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd February 2023 04:37 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ દરમિયાન ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકાય. માનસિક શાંતિ વર્તાય. નાણાંને લગતા અગત્યના પ્રશ્નો પણ હલ થઈ શકે છે. નોકરિયાતને માર્ગ આડેના અંતરાયો દૂર કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. ધંધા-ઉદ્યોગમાં કાયદાને લગતા પ્રશ્નો હલ થાય. નવી ભાગીદારી શોધવામાં સફળતા પ્રાપ્ત થાય. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ પારિવારિક જવાબદારી પૂરી કરવા માટે સમય સાનુકૂળ છે. અંગત નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વ્યક્તિ સાથે સલાહ કરી લેશો. તમારી ઉદારતાનો કોઈ ફાયદો ના ઊઠાવે તેનું ધ્યાન રાખવું જરૂરી. વ્યાપાર સંબંધિત કોઈ પણ કાર્યો ફાયદાકારક સાબિત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી સમસ્યા રહેશે. નાણાંકીય બાબતોમાં થોડી કાળજી રાખવી.
• મિથુન (ક,છ,ઘ)ઃ રિલેશનશિપની સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય અહંકારમાં લેશો નહીં. નજીકના જ કોઈ વ્યક્તિ સાથે થોડા અણબનાવની શક્યતા રહેશે. નોકરીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં સાથી કર્મચારી સાથે વાતચીત કરી લેજો. આર્થિક રીતે ખર્ચા વધુ રહેશે. કરિયરસંબંધિત નિર્ણય ખૂબ કાળજીથી લેવો. વિદ્યાર્થીઓને વિઝાને લગતી કામગીરીમાં સફળતા મળશે.
• કર્ક (ડ,હ)ઃ ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે આર્થિક ફાયદો કરાવશે. ચિંતામાંથી મુક્તિ મળશે. ધંધા-વ્યવસાયમાં ઉતાવળ અને બેદરકારીને કારણે કોઈ પણ કામકાજ બગડી શકે છે, જેથી ધ્યાન રાખવું. ફાઈનાન્સને લગતાં નિર્ણયોમાં ભાગીદારો સાથે ધીરજ અને સંયમ રાખી આગળ વધવું. પરિવારની ગેરસમજ દૂર કરવા વાતચીતની શરૂઆત કરવાથી ફાયદો થાય.
• સિંહ (મ,ટ)ઃ અપેક્ષા પ્રમાણે તકો પ્રાપ્ત થતાં તમારી અંદર કામ કરવાનો ઉત્સાહ વધશે. ધંધા-વ્યવસાયમાં વિદેશ સાથે જોડાયેલા કામને જરૂરિયાતથી થોડું વધારે મહત્ત્વ આપવું પડશે. ભાગીદાર સાથે રિલેશનશિપની શરૂઆત હકારાત્મક હોવા છતાં પણ એકબીજાની વાતો સમજવી કઠીન લાગશે. સ્વાસ્થ્યસંબંધિત કોઈ જૂની બીમારીમાંથી રાહત મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આર્થિક સ્થિતિ સારી રહેશે. પાછલા કેટલાક સમયની મહેનત રંગ લાવશે. સિદ્ધાંતો સાથે કોઈ પણ જાતની સમજૂતી ન કરવાથી થોડું નુકસાન ભોગવવું પડે. જોકે લાંબા ગાળે ફાયદો થાય. આર્થિક બાબતોમાં બીજા કોઈ સાથે ખોટી જીભાજોડીમાં ઊતરવું નહીં. લેણાં પરત મળે. ભાઈ–બહેનોના સંબંધોમાં સુધાર આવશે. કાયદાકીય દાવપેચમાં તમારો વિજય થાય.
• તુલા (ર,ત)ઃ કાર્યક્ષેત્રમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. જમીન–મકાનને લગતાં કામોમાં રોકાણ સંબંધિત કોઈ પણ પ્લાનિંગ કરતાં પહેલાં દરેક પાસાંઓને ચકાસીને આગળ વધશો. તમારી બેદરકારી અને આળસ પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જેઓ વિદેશપ્રવાસનું આયોજન કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમને પ્રસન્નતા આપે એવા કાર્યો પર વધુ ધ્યાન આપશો. મિત્રો સાથે સુખદ સમય વ્યતીત કરી શકશો. પરિસ્થિતિને અનુકૂળ બનીને કામગીરી કરવાનો પ્રયત્ન કરજો. રિલેશનશિપમાં અનુભવાતી કોઈ પણ નારાજગીને દૂર કરવા પોતાને અને પાર્ટનરને સમય આપવાની જરૂર છે. આર્થિક મુશ્કેલીનો અંત આવશે. માઈગ્રેનને લગતી તકલીફ વધી શકે છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પરિવાર સંબંધિત જવાબદારીને ગંભીરતાથી નિભાવશો. સપ્તાહ દરમિયાન કોઈ શુભ સમાચાર મળવાથી મન આનંદ અનુભવશે. કાર્યક્ષેત્રમાં પૈસા સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરશો. સરકારી બાબતોમાં બેદરકારી રાખવી યોગ્ય નથી. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનું રાખો. નોકરીમાં થોડી ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જુઓ.
• મકર (ખ,જ)ઃ કામને લીધે જીવનમાં વ્યસ્તતા રહેશે. જોકે તેના થકી જીવનમાં પ્રગતિ થાય. જૂના સંબંધોમાં સુધારો આવશે. નોકરી-ધંધામાં ફક્ત બીજાઓને મહત્ત્વ આપવાને બદલે પોતાના કામને પણ મહત્ત્વ આપવું. નાણાંકીય મુશ્કેલીઓનો અંત આવશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સફળ રહેશે. મકાન રિપેરિંગનું કામકાજ હવે શરૂ કરી શકો છો. વ્યવસાય–ધંધામાં તમારા કાર્યો અને યોજનાઓ કોઈ અજાણ્યા સાથે શેર કરશો નહીં. બીજા વ્યક્તિઓની દખલગીરી તમારા કાર્યમાં અવરોધ લાવી શકે છે. જીવનસાથી તેમજ પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત કરી શકશો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવે. નાણાંકીય રીતે ફાયદો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ થોડું મિશ્રિત પરિણામવાળું રહેશે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનાં નકારાત્મક તેમજ સકારાત્મક પાસાંઓ પર ધ્યાન આપવું. થોડી વ્યસ્તતા પણ વધે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યને વળગીને આગળ વધવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી નુકશાનદાયક સાબિત થઈ શકે છે. બીનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે, જેથી કાળજી રાખવી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter