તા. 4 માર્ચ 2023થી 10 માર્ચ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd March 2023 08:36 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહના ગ્રહયોગો ઘણાઅંશે સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોને દૂર કરવામાં સાથ આપશે. સાથે સાથે તમારું જીવન અંગેનું આચરણ પણ બદલાય. યોગ–કસરત તરફ વધુ ઝુકાવ અનુભવશો. કોઈ આકસ્મિક નાણાલાભ પ્રાપ્ત થાય. નવા રોકાણો માટેની અનુકૂળતા થાય. જમીન–મકાનના વ્યવસાયમાં તેજીનું વાતાવરણ જોવા મળે. મકાનમાં રિનોવેશનની ઈચ્છાઓ હોય તો પૂર્ણ થાય. નોકરિયાત વર્ગને થોડો પરિશ્રમ વધે. સાથે સાથે ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન પણ મળશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ અઠવાડિયું તમારા કાર્યક્ષેત્ર તેમજ પરિવાર માટે ખાસ કરીને શુભ સમાચાર લઈને આવી શકે છે. ધંધા-ઉદ્યોગ જગતમાં ઉત્તમ તકો હાથ લાગે, જે ફાયદાકારક સાબિત થાય. શક્ય છે કે પરિવારના સભ્યો સાથે કોઈ નાની યાત્રાનું આયોજન થાય. આર્થિક રીતે બેલેન્સ જળવાઈ રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થોડી ઘણી અડચણ આવે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારી મનોસ્થિતિને સુધારવા માટે મૂળ કારણોને શોધવા ખૂબ જરૂરી રહેશે. તમારા પ્રોબ્લેમ્સ જાતે જ દૂર કરવાનો પ્રયત્ન કરો. કોઈના ઉપર આશા રાખશો તો નિષ્ફળતા પ્રાપ્ત કરશો. નાણાકીય મુશ્કેલીઓ થોડાઘણા અંશે દૂર થતી જોવા મળે. કોઈ નવા કાર્યની શરૂઆત શક્ય બની શકે છે. વ્યાપાર–ધંધામાં ભાગીદારીથી ફાયદો થાય. નોકરીમાં બદલાવની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જોઈ શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપનાંઓને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ઈચ્છાઓની પૂર્તિ માટે એકાગ્ર ચિત્તે કામ કરવું જરૂરી રહેશે. નાણાંકીય દૃષ્ટિએ શોર્ટ ટર્મના ફાયદામાં ન જવાનું સલાહભર્યું રહેશે, નહીં તો આગળ જતાં મોટું નુકસાન ભોગવવું પડે. પારિવારિક સંબંધોની તિરાડ પૂરાતી જોવા મળે. ધંધા-ઉદ્યોગમાં કોઈ અનુભવીની મદદથી આગળ વધશો તો ફાયદામાં રહેશો. કોર્ટ–કચેરીના કામોમાં વિજય મળે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા કામોને કારણે દોડધામ વધુ કરવી પડશે. થોડી અસ્તવ્યસ્તતાનો અનુભવ થાય. પારિવારિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. નાણાકીય સંકટમાંથી બહાર નીકળી શકશો. બાકી નીકળતાં પૈસા પરત મળતાં રાહતનો શ્વાસ અનુભવાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે મુશ્કેલીમાંથી બહાર આવવા માટેનો માર્ગ ખુલતો જોવા મળશે. જીવનસાથી સાથે નજીવી બાબત પર રકઝક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે, જેથી ખાસ ધ્યાન રાખશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ગુસ્સો અને બેચેનીને કારણે થોડી અસ્વસ્થતતા રહ્યા કરશે. કામનું ભારણ તમારી મનોસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. બાળકો સાથે થોડો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે પ્લાનિંગથી આગળ વધશો તો સફળતા મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં કાનૂની દાવપેચમાં તમારો વિજય થાય. નોકરિયાત વ્યક્તિઓને વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મેળવી શકાય.
• તુલા (ર,ત)ઃ તમારું સંપૂર્ણ ધ્યાન કાર્ય પ્રત્યે લગાવવું જરૂરી રહેશે. પડકારોને સ્વીકારીને આગળ વધશો તો પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. બાળકોને લગતી થોડી ચિંતાઓમાં વધારો જોવા મળે. વ્યવસાયમાં પરિસ્થિતિ થોડી વધુ હાથમાંથી જતી ના રહે તેનું ધ્યાન રાખજો. નોકરિયાત વર્ગને ઉપર અધિકારી તરફથી માન–સન્માન પ્રાપ્ત થાય. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. કોર્ટ–કચેરીને લગતાં કાર્યોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન આપનું કાર્ય પ્રત્યેનું જોશ બમણું જોવા મળશે, જેના કારણે તમારી દરેક મુશ્કેલીઓનો આસાનીથી ઉકેલ લાવી શકશો. કોઈક વિશેષ લાભ પણ પ્રાપ્ત થાય. નાણાકીય રીતે આ સમય આપના માટે ઘણો ફાયદાકારક રહેશે. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી થકી સારી એવી કામગીરી પાર પાડી શકશો. જમીન–મકાનને લગતાં પ્રશ્નોનો કેટલાક અંશે ઉકેલ લાવી શકાય. વાહનની ખરીદી શક્ય બનશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન તમારી ધીરજની કસોટી થઈ શકે છે. બિનજરૂરી ઉતાવળ કર્યા વગર અથવા તો નાસીપાસ થયા વગર સતત કાર્યશીલ રહેશો તો આ બધામાંથી બહાર આવી શકશો. બાકી નીકળતાં લેણાં પરત મળતાં નાણાકીય રીતે થોડી રાહત મળે. તમારા નોકરીના સ્થાન પર લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર તેમજ ફૂડ રિલેટેડ વ્યવસાયમાં સારી એવી સફળતા પ્રાપ્ત થાય.
• મકર (ખ,જ)ઃ પાછલા સપ્તાહની સરખામણીમાં આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સુધરતું જોવા મળે. કામનું ભારણ પણ ઓછું થાય. પરિવાર સાથે આનંદ–મોજમાં સમય વિતાવી શકશો. તમારા વિચારોમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે. નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીની દૃષ્ટિએ જો કોઈ દ્વિધા અનુભવતા હશો તો એ દૂર થાય. નવા વ્યવસાયના પાયા નંખાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા મનની દુવિધાઓને દૂર કરવા માટે તમારે જાતે જ પ્રયાસ કરવા પડશે. પરિવારના સભ્યોનો સાથ–સહકાર પ્રાપ્ત કરી શકો છો. ભાગીદારીના વ્યવસાયમાં થોડું સંભાળીને આગળ વધવું નહીં તો છેતરાવાનો ભય રહેશે. નોકરિયાત વ્યક્તિઓને થોડું કામ સંબંધિત પ્રેશર વધતું જોવા મળે. વિદેશ જવાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ખુશખબર સાંપડશે. ભવિષ્યની વ્યૂહરચના પર કામ કરી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહેશે. અંત ભાગ તરફ જતાં થોડા માનસિક રીતે ભારણનો અનુભવ થાય. નાણાકીય રીતે થોડી રાહત અનુભવાશે. પૈસાનું રોકાણ કરવા માટેના નવા દ્વાર ખુલતાં જોવા મળશે. વાહન–મકાનની ખરીદીની ઈચ્છા પૂર્ણ થાય. નોકરી-વ્યવસાયમાં નવી યોજનાઓના અમલની શરૂઆત થાય. વિદ્યાર્થીઓને થોડા રાહતના સમાચાર પ્રાપ્ત થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે થોડી રાહત થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter