તા. 4 મે 2024થી 10 મે 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd May 2024 09:27 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સુખ અને દુઃખ જીવનના એક સિક્કાની બે બાજુ છે. દરેક પરિસ્થિતનો સામનો મક્કમતા અને ધીરજથી કરશો તો દુઃખમાંથી પણ કંઈક શીખીને બહાર નીકળી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે તેમ હોવાથી કાળજી રાખવી. વ્યવસાયિક જીવનમાં કેટલીક નવી સિદ્ધિઓ સર કરી શકશો. નોકરીમાં આપનું કામનું ભારણ વધતું જોવા મળશે. કોર્ટ–કચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે થોડી સૂઝબૂઝ વાપરી આગળ વધવા સલાહ આપે છે. સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે થોડું હોંશિયારીપૂર્વક વર્તન કરવું પડશે. તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવી પડશે. વ્યવસાયિક સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. આર્થિક રીતે થોડી રાહત જોવા મળશે, પરંતુ ખર્ચાઓ પર કંટ્રોલ અનિવાર્ય રહેશે. મેનેજમેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપનું આ સપ્તાહ થોડા ઘણા અંશે મિશ્ર પરિણામવાળું રહેશે. આપના કામકાજના ક્ષેત્રમાં તેમજ સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા વ્યક્તિઓને લાભના યોગ છે. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. કારકિર્દીની શરૂઆતમાં થોડી ઘણી અડચણો જોવા મળશે, પરંતુ તમારા ધ્યેયને વળગીને આગળ વધશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તકનો લાભ લેશો તો ફાવશો. આર્થિક તંગીમાંથી બહાર આવવા માટેના રસ્તા ખૂલતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કોર્ટ–કચેરીના કાર્યો હજી વિલંબમાં પડી શકે છે. વાહનની ખરીદીની ઈચ્છા પૂર્ણ કરી શકશો.
• સિંહ (મ,ટ): આ સમય ખાસ તો સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે. સાથે કામનું પણ ભારણ વધતું જોવા મળશે. જોકે, તમારી મહેનત અને કામ પ્રત્યેની લગન રંગ લાવશે. કોઈ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ બનતો જોવા મળશે. પારિવારિક વાતાવરણમાં બદલાવ જોવા મળે. વાહનની ખરીદીની શક્યતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ છેલ્લાં ઘણા સમયથી અટકેલાં કાર્યો અથવા પ્રોજેક્ટ્સ પર હવે કામ શરૂ કરી શકાય. વ્યવસાયિક રીતે કોઈ મોટા રોકાણો માટેની વ્યવસ્થા કરવા માટે થોડી દોડધામ કરવી પડે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયોથી કામમાં સરળતા થતી જોવા મળે. રિલેશનશીપની બાબતમાં કોઈ ખુશખબર પ્રાપ્ત થાય. મકાન રિપેરિંગ કે બદલાવની ઈચ્છા પૂર્ણ થાય. પ્રવાસનું આયોજન શક્ય બનશે.
• તુલા (ર,ત)ઃ તમારો આત્મવશ્વાસ થોડો ડગમગતો જોવા મળે, પરંતુ વિચારોને કાબૂમાં રાખશો તો થોડી રાહત અનુભવશો. તમારી આસપાસનો માહોલ તમારો મનોબળ અને જુસ્સો વધારવામાં મદદરૂપ થાય. નોકરીના કામથી થોડી દોડધામ વધતી જોવા મળે. નાણાકીય રીતે હવે રાહત થાય. કોઈ નવી કિંમતી વસ્તુની ખરીદી શક્ય બનશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ વાણી અને વર્તન થોડું સંભાળીને રાખજો. કોઈ પણ કામગીરી કરતાં પહેલાં એનાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો તો નુકસાનથી બચી શકશો. પારિવારિક સમસ્યાઓને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો સફળ થઈ શકશો. કુંવારા પાત્રોને હવે જીવનસાથીની શોધ પૂરી થાય. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્યોની પ્રશંસા થતી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન આપના ગ્રહયોગોને આધિન ભાગ્યોદય થતો જોઈ શકાય. નસીબ સાથ આપતું જોવા મળશે. આપના દ્વારા રોકાણ કરાયેલાં નાણાં થકી સારો એવો ફાયદો જોઈ શકશો. જે તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે. નોકરીના ક્ષેત્રમાં થોડા ઘણા નકારાત્મક વલણો જોઈ શકશો. જોકે હિંમત હાર્યા વગર તમારી મહેનત અને લગનથી કાર્ય કરે રાખશો તો અંતમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ખનીજ–પેટ્રોલ તેમજ સોના-ચાંદીના વેપારમાં તેજી જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ બીજાને ખુશ કરવામાં તમે તમારી પોતાની ખુશીને બરબાદ ન કરશો. એવું કોઈ પ્રોમિસ આપશો નહીં જે તમે પૂરું ના કરી શકો. આર્થિક રીતે ફાયદો થાય પરંતુ તમારી અપક્ષે કરતાં ઓછો હશે. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો થકી પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર લાવી શકશો. સ્વાસ્થ્યને લઈને ચિંતા રહશે. નાની સર્જરીમાંથી પસાર થવું પડે. પરિવારના સભ્યોનો સાથ–સહકાર આ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અઠવાડિયા દરમિયાન આપને ઘણાંખરાં મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. તમારા ભૂતકાળના અનુભવો અહીં કામ લાગે. નાણાકીય રીતે મહદ્ અંશે સમસ્યા દૂર થાય. નવા રોકાણો કરવાનો વિચાર હજી માંડી વાળવો પડે. વ્યવસાયમાં ભાગીદાર સાથે સંબંધોમાં ખેંચતાણ જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. સંયમ રાખીને કાર્ય કર્યે રાખજો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે આરોગ્યની દૃષ્ટિએ થોડી ઘણી રાહતવાળી પરિસ્થિતિ રહેશે. માનિસક રીતે પણ શાંતિનો અનુભવ કરશો. આર્થિક રીતે સ્થિતિ વધુ સારી બનશે. લોન માટે એપ્લિકેશન કરી હોય તો એ હવે મંજૂર થઈ શકે છે. વ્યવસાય–ધંધામાં પણ જરૂરી આર્થિક જોગવાઈ ઊભી કરી શકશો. નોકરીમાં તમારા હિતશત્રુઓથી સાવધાન રહેશો. વિદ્યાર્થીઓ માટે થોડા ઘણા અંશે મુશ્કેલીવાળો સમય પસાર થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter