તા. 5 ઓગસ્ટ 2023થી 11 ઓગસ્ટ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 04th August 2023 09:04 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન ઘણાં ખરાં કાર્યો થકી યશ – માન – કિર્તી પ્રાપ્ત કરી શકશો. સમાજમાં માન વધે એવી સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક રીતે પણ સમસ્યાઓ ઓછી થતી જોવા મળશે. કોઈ સંતો-મહાપુરુષો સાથે મુલાકાત થઈ શકે છે. વ્યવસાય–નોકરીમાં તમારા નિર્ણયો મહત્ત્વપૂર્ણ સાબિત થાય. સંતાનોના લગ્નવિષયક બાબતમાં ખુશખબર પ્રાપ્ત થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન કોઈ પણ જાતના ઉતાવળા નિર્ણયો ન લેશો, નહીં તો નુકસાનીનો ભય છે. કોઈ અંગત વ્યક્તિની સલાહથી આગળ વધવું. પારિવારિક શાંતિ બનાવી રાખવા માટે તમારે થોડું જતું કરવું પડે તો પણ તૈયાર રહેજો. રોજગાર–ઉદ્યોગજગતમાં આ સમય દરમિયાન ઘણાં સારાં પરિણામો મેળવી શકાય. લોન વિગેરેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. નોકરીમાં બદલાવની શક્યતા રહેશે. નાની પ્રવાસની યોજનાઓ સફળ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ઘણાં એવા સકારાત્મક ફેરફારો જીવનમાં આવી શકે છે. કાર્યસ્થળ ઉપર તમારું માન–સન્માન વધે. આર્થિક રીતે આ સમય ઘણો સારો રહેશે. સંપત્તિમાં વધારો કરી શકાય એવી તકો પ્રાપ્ત થાય. નોકરીમાં સ્થળાંતરના યોગો બળવાન બને છે. ધંધા-વ્યવસાયમાં થોડાઘણા અંશે ભાગીદારીથી સાવધાની રાખવી. આરોગ્ય બાબતે થોડી વધુ સજાગતા રાખવી.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ થોડું ઉચાટ અને ઉદ્વેગવાળું જણાય. તમારી અપેક્ષિત કામગીરી પૂર્ણ ન થતાં થોડું ભારણ લાગે. જોકે, નિરાશ થવા કરતાં વધુ મહેનત અને પ્રયત્ન કરશો તો લાભ પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્થિતિ બેલેન્સવાળી રહેશે. ધંધા-વ્યવસાયમાં નવી ભાગીદારીના યોગો બળવાન બને છે. નવા રોકાણોથી ફાયદો થાય. જોકે, કોર્ટ–કચેરીના કાર્યમાં થોડા અંશે નુકસાની સહન કરવી પડે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવી શકશો. તાજગી અનુભવાય. આર્થિક ક્ષેત્રમાં તમારી સૂઝબૂઝ વાપરી યોગ્ય જગ્યાઓએ રોકાણ કરશો તો અવશ્ય ફાયદા પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગોને કારણે દોડધામ વધે. કારકિર્દીને લઈને તમારા સપનાં હવે પૂરા થતાં જોવા મળશે. વ્યવસાયમાં કર્મચારીઓ સાથેના સંબંધોમાં સુધારો લાવી શક્ય એટલું મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવશો તો ફાવશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્થિતિ થોડી ડામાડોળ થતી જોવા મળે, પરંતુ જો પૂરતું ધ્યાન લગાવીને થોડા બીજા કાર્યોમાં મન લગાવશો તો પરિસ્થિતિ ઉપર વિજય મેળવી શકશો. આર્થિક રીતે થોડીઘણી મુશ્કેલી જોવા મળે. નોકરી વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. પારિવારિક મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં પરિસ્થિતિમાં પોઝિટિવ પરિવર્તન લાવી શકશો. જો વધુ ધ્યાન આપો તો સારા એવા પરિણામો પ્રાપ્ત કરી શકાય. આર્થિક રીતે સારી એવી ફાયદાવાળી સ્થિતિ ઊભી થાય. જોકે, ખોટા વાદ–વિવાદમાં ન પડવાની સલાહ રહેશે. વ્યાપારિક ગતિવિધિમાં વધારે ગંભીરતા દાખવવાની સલાહ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં બદલાવ જોઈ શકાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય થોડો પ્રતિકૂળ જણાય. આર્થિક રીતે સારો સમય જોઈ શકશો. પ્રતિષ્ઠામાં પણ વધારો જોઈ શકશો. સપનાં અહીં પૂરાં થતાં જોઈ શકશો. વ્યવસાય–ધંધામાં સફળતાના શિખરો સર કરી શકશો. કારકિર્દીને લઈને આપના પ્રશ્નો હલ થતાં જોવા મળે. હેલ્થ રિલેટેડ થોડી ઘણી ચિંતા રહેશે, પરંતુ એના માટે યોગ્ય પગલાં પણ લેવા જરૂરી રહેશે. પ્રવાસ–પર્યટનથી મન આનંદિત થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન આપના ગ્રહોની સ્થિતિ અને દિશા ઘણા અંશે તમારા તરફી રહેશે. જે દરેક કાર્યોમાં અણધારી સફળતા અપાવશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે. નોકરીમાં બાકી રહેલાં કામકાજને પૂરા કરી શકશો. જેથી પ્રમોશન પણ મેળવી શકાય. વ્યવસાયિક દૃષ્ટિએ ઘણા ખરાં ફેરફાર જરૂરી રહેશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન કોઈ અટવાયેલાં કાર્યો પૂરાં થઈ શકે છે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે માનસિક સમસ્યાઓ વધી શકે છે. જે શારીરિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે છે. નાણાંકીય રીતે આ સમય દરમિયાન સાવચેતી રાખવા કોઈને પણ ઊછીના પૈસા આપવાનું ટાળો તો એ તમારા માટે ફાયદામાં રહેશે. નોકરીમાં પણ કોઈ પણ જાતનું પ્રોમિસ કરતાં પહેલાં વિચારવું. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ડબલ ઉત્સાહભર્યો સાબિત થાય. ન ધારેલી સફળતા મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય ઘણો વ્યસ્ત પસાર થાય. કામકાજનું ભારણ વધે. જોકે, સામે પરિણામ પણ એવું મેળવશો, જે આપને ઉત્સાહિત કરશે. આર્થિક રીતે આ સમયમાં કોઈ અટવાયેલાં નાણાં પરત મેળવી શકાય. નોકરી-વ્યવસાયમાં કાર્યોની પ્રશંસા થાય. સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. સંતાનોની બાબતમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય ઊર્જાથી ભરેલો તેમજ સકારાત્મક રહેશે. જે તમારા કાર્યમાં પણ સફળતા અપાવશે. કારકિર્દીની રીતે જોતાં આ સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત કરી શકવાની સંભાવના રહેશે. વ્યવસાયિક કામગીરીમાં તમારા વિરોધીઓ સામે વિજયી ડંકો વગાડવામાં સફળ થશો. નોકરીમાં થોડુંઘણું વિવાદિત વાતાવરણ તેમજ કામનું ભારણ તમને બેચેન બનાવી શકે છે. કોર્ટના કાર્યોમાં વિજય થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter