તા. 7 ઓક્ટોબર 2023થી 13 ઓક્ટોબર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th October 2023 06:21 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સ્વાસ્થ્ય મુદ્દે સપ્તાહ ઘણું સારું સાબિત થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે. જમીન-મકાન કે સંપત્તિ વિષયક પ્રશ્ન સોલ્વ કરી શકશો. જેના થકી આપની આર્થિક સ્થિતિમાં પણ લાભદાયી ફેરફાર જોવા મળશે. વ્યવસાય-નોકરીમાં તમારા શત્રુઓ અથવા તો હરીફને હરાવવામાં હવે આપ સફળ થાવ. વિદ્યાર્થીઓને શરૂ થતાં નવા વર્ષમાં થોડી દોડધામ વધે. નવા મિત્રો બનાવવામાં સફળ થઈ શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજને લઇને અથવા તો અંગત કારણસર અચાનક બીજા દેશમાં મુસાફરી કરવી પડશે. નોકરી-વ્યવસાયમાં કામનું ભારણ પણ વધતું જોવા મળશે. આર્થિક રીતે હવે આપની મુશ્કેલીનો અંત લાવવામાં આપ સફળ થશો. સ્વાસ્થ્યને લઈને હવે વધુ સજાગ થવું જરૂરી. જો કોઈ કુટેવ હોય તો વહેલી તકે એને છોડવાના પ્રયત્નો શરૂ કરી દેજો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ મહેનત કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન જો શક્ય હોય તો વિના કામની મુસાફરી ટાળજો. શક્તિ અને સાર્મ્થ્ય મુજબના જ કામ હાથ ધરજો. ધંધા-વ્યવસાયના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં દરેકને સાથે રાખીને આગળ વધશો તો ફાયદો મેળવી શકશો. નાણાકીય લાભ મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડશે. લગ્નજીવનનો ખટરાગ દૂર કરવા માટેના પ્રયત્નોની શરૂઆત તમારે જ કરવી પડશે. વિઝાને લગતી કામગીરીમાં કોઈ ઉતાવળા નિર્ણય લેવાનું ટાળશો.
• કર્ક (ડ,હ)ઃ આ સમય નસીબવંતો સાબિત થઈ શકે છે. જો આપ એનો યોગ્ય ઉપયોગ કરશો તો ફાયદો જ ફાયદો રહેશે. કેટલાક અણધાર્યા પરિણામો મેળવવામાં આપ સફળ થાવ. નોકરી-વ્યવસાયમાં કામની પ્રસંશા થાય. ધંધા-ઉદ્યોગમાં કોઈ મોટા મૂડીરોકાણની જોગવાઈ કરવામાં સફળ થઈ શકશો. વિદ્યાર્થીઓને જો કોઈ નવી જગ્યાએ શિફ્ટ થવાનું હોય તો થોડી વિશેષ કાળજી રાખવી જરૂરી. ઘરથી દૂર રહેવાની પરિસ્થિતિ હજી આપ સ્વીકારી શકશો નહીં.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની રહેશે. જોકે બાદમાં આપ પરિસ્થિતિને કંટ્રોલમાં લઇ શકશો. આર્થિક રીતે કોઈ લેણાં કે ઉઘરાણીનાં બાકી નીકળતા નાણાં હવે પરત મેળવી શકો છો. આપને ખર્ચાને પહોંચી વળવામાં સરળતા બનશે. નોકરિયાત વર્ગને થોડી સાવધાની રાખવી જરૂરી. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીથી નુકસાન થાય. મિલકત સંબંધી કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી પરેશાનીઓ ઊભી થતી જોવા મળશે. આ મામલે થોડી વધુ સાવધાની રાખવાની સલાહ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચા-વિચારણા અચૂક કરજો. નાણાકીય સ્થિતિ જેવી છે એવી જ રહેશે, કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં. આરોગ્ય બાબતે થોડી ચિંતા વધતી જોવા મળશે. હવામાનની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ નવા કામની રજૂઆત કરી શકો છો. અથવા તો નવી કંપની સાથેનું જોડાણ પણ શક્ય બનશે. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ વધતું જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આપનું સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામને લઈને દોડધામ વધશે. કેટલીક અધૂરી ઇચ્છા પણ આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં વધારો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવાનું થોડું પ્રેશર રહેશે. કૌટુંબિક રીતે આપની જવાબદારીમાં વધારો થતો જોવા મળશે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોને લઈને એકથી બીજી જગ્યાની મુલાકાત લેવી પડશે. કોર્ટ-કચેરી અથવા વિઝાના કાર્યોમાં હવે રાહત થતી જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન બિનજરૂરી તણાવ નહીં લેવા સલાહ છે. કારણ વગરની ચિંતાઓ આપના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર પહોંચાડી શકે છે, જેથી કાળજી રાખવી. નાણાકીય રીતે થોડી રાહતજનક સ્થિતિ જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં ઓળખાણ થકી લાભ થાય. પરિવાર સાથે પણ ખુશી-આનંદનો સમય પસાર કરી શકશો. જૂના મિત્રો સાથેની મુલાકાત તમારી જૂની યાદોને તરોતાજા કરશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનું આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થાય. કોઈ ચીજવસ્તુની ખરીદીમાં સારા એવા નાણાં ખર્ચી શકો છો. નોકરી-ધંધામાં ઘણાં લાંબા સમયથી જે અવસરની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે નજીક આવી રહ્યો છે. આપનું સંપૂર્ણ ધ્યાન આપવાના કાર્યમાં લગાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે ભાગ્યોદય કરાવતો સમય રહેશે. નવી જગ્યાએ અભ્યાસ માટે જવાની મનોકામના પૂર્ણ થાય. કોઈ નાની યાત્રા પણ આ સમયમાં કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન આપના વાણી-વર્તનમાં થોડો બદલાવ જરૂરી બનશે. સ્વભાવમાં સમય સાથે બદલાવ આવશ્યક છે. નાણાકીય સ્થિતિમાં ફેરફાર લાવવા માટેના લાંબા સમયના પ્રયત્નો હવે ફળીભૂત થતાં જોઈ શકશો. જીવનસાથી સાથેના સંબંધ પણ સુધરતાં જોવા મળશે. તમારા ગ્રહયોગોની દૃષ્ટિએ ધંધા-વ્યવસાયમાં નવી શરૂઆત અથવા તો ભવિષ્ય માટેની વ્યૂહરચના તમારી સૂઝબૂઝથી આગળ વધારી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીની મદદ દ્વારા કાર્યપૂર્તતા સાથે પ્રગતિ કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં આરોગ્ય સુધરતું જોવા મળે. આપ ઊર્જાસભર રહેશો અને દરેક કામગીરી સ્ફુર્તિપૂર્વક કરી શકશો. નાણાકીય બાબતોમાં કોઈની ઉપર આંધળો વિશ્વાસ રાખીને કામગીરી કરવી હિતાવહભરી રહેશે નહિ. આ સપ્તાહે આપના ઘરે મહેમાન પણ આવી શકે છે, જેમની સાથે ખુશી-આનંદનો સમય વ્યતીત કરશો. નોકરિયાત વર્ગને કામ પ્રત્યેની જવાબદારી વધતી જોવા મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે ઘણો સારો સમય રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત થોડી માનસિક અશાંતિવાળી જણાય. કામનું ભારણ ચિંતાઓનું કારણ બની શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ થોડું નિયંત્રણ જરૂરી બનશે. ખર્ચાઓ વધવાથી આપની આપની આર્થિક સમતુલા ખોરવાઇ ન જાય તેની કાળજી લેશો. ધંધા-વ્યવસાયમાં કેટલીક અણધાર્યા ઘટનાઓ બની શકે છે, જેથી સાવચેતી રાખવી. મકાન-મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળશે, જેથી થોડી રાહતનો અનુભવ થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter