તા. 7 મે 2022થી 13 મે 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th May 2022 05:45 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન પરિવારમાં પ્રવર્તતી ગેરસમજ દૂર થતાં વાતાવરણ આનંદમય બની રહેશે. નોકરિયાત વર્ગને આ સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કરિયરને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળશે. વ્યવસાય જગતમાં નવી યોજનાઓ અને નવા રોકાણ થકી લાભ મેળવશો. નાણાંકીય રીતે સમય ખર્ચાળ સાબિત થઈ શકે છે. નવા વાહનની ખરીદી અથવા ઘરમાં રિનોવેશન માટે ખર્ચા થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આળસ ખંખેરીને વધુ મહેનત કરશો તો દરેક કાર્ય સરળતાથી પાર પાડી શકશો. આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. વ્યવસાય-ઉદ્યોગમાં અટવાયેલા કામકાજો ફરી શરૂ કરી શકશો. યોગ્ય સલાહકારની મદદ લઈ આગળ કામ કરશો તો સફળ થઈ શકશો. નોકરિયાતને પ્રગતિકારક તકો મળ શકે છે. પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધતી જોવા મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન બેચેની અને મનોસ્થિતિમાં ઊર્જાની કમી વર્તાય. થોડુંક ટેન્શનવાળું વાતાવરણ જોવા મળે. જોકે, ધ્યાન અન્ય બાબતોમાં કેન્દ્રીત કરશો તો થોડી રાહત મેળવશો. નોકરિયાત વ્યક્તિને ધાર્યું આયોજન વિલંબિત થતું જોવા મળે. વ્યવસાયમાં કોર્ટ-કચેરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. સ્વાસ્થ્ય રિલેટેડ થોડીઘણી સમસ્યા જોવા મળે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન રૂટિન વ્યવહારમાં બદલાવ લાવવા જરૂરી રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી નુકસાનકારક સાબિત થઇ શકે. આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થશો. તમારી જરૂરિયાતને પહોંચી વળવા માટેની નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. બિનજરૂરી ખર્ચા ટાળવા.
• સિંહ (મ,ટ)ઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ સામાન્ય કરતાં વધુ સારું રહેશે. શરૂઆતમાં બે-ત્રણ દિવસ થોડી કાળજી રાખવી. બાકી લેણાં પરત મેળવી શકશો. તમારી અંગત બાબતો અને વ્યવસાયિક બાબતોને અલગ રાખશો તો ફાવશો. નોકરિયાતને પોતાના ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી મુશ્કેલી દૂર થાય. સંતાનોના લગ્નવિષયક ચર્ચા આગળ વધે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ભાઈ-બહેન સાથેના રિલેશનમાં પ્રવર્તતા મતભેદ દૂર થતા જોવા મળે. વડીલોના સહયોગના કારણે સંબંધો સુધરશે. જોકે, તમારા સ્વભાવ અને વિચારો ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી. જીવનસાથીનો દરેક કાર્યમાં સહયોગ મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં તમારા કામની પ્રશંસા થાય. બઢતીના યોગો બળવાન બનશે. સપ્તાહ દરમિયાન નાના પ્રવાસનું આયોજન કરી શકશો.
• તુલા (ર,ત)ઃ મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલાં એના વિશે ચોક્કસ માહિતી અને યોજનાની રૂપરેખા બનાવ્યા બાદ જ કાર્યારંભ કરજો. મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા ફાયદારૂપ સાબિત થઈ શકે છે. નાણાંકીય રીતે આ સમય તમારા પક્ષમાં છે. સરકારી નોકરી કરતાં લોકો કાર્ય સંબંધિત કોઈ શુભ સમાચાર મેળવશે. શારીરિક સમસ્યાના લીધે પરેશાની રહે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક અને શારીરિક એમ બંને રીતે વધુ સ્વસ્થતા કેળવી શકશો. જીવનશૈલીમાં પણ બદલાવી લાવી શકશો. હવે તમારા આરોગ્ય પ્રત્યે સજાગ બનશો. આગામી સમય તમારા માટે સારા સંકેતો લઈને આવી રહ્યું છે. રોકાણની દ્રષ્ટિએ ખૂબ સારો સમય છે. નોકરીમાં તમે તમારી એક અલગ છાપી ઊભી કરી શકો એવા યોગો બનશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય. મકાન ખરીદીની યોજનાઓ ઉપર આગળ કામ કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કોઈ પણ કાર્યમાં ભાવુક થઈ જવાને બદલે સમજીવિચારીને આગળ વધશો તો નુકસાની ઓછી ભોગવશો. વ્યવસાયમાં પાર્ટનર સાથે નાની બાબતોમાં મનદુઃખ થવાની શક્યતા હોવાથી સંભાળીને આગળ વધજો. નોકરીમાં તમારે કાર્યપદ્ધતિ બદલવી પડશે. નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવાથી ફાયદો થાય. સંતાનો સાથે આનંદનો સમય વીતાવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ખાસ કરીને સરકારી કામકાજમાં કોઈ પણ જાતની માથાકૂટમાં ઉતર્યા વિના તમારા કામ પૂરાં કરવાના પ્રયત્નો કરજો. આર્થિક રીતે થોડો કટોકટીનો સમય રહેશે. ગુસ્સાને કંટ્રોલમાં રાખજો. નોકરી-વ્યવસાયમાં સહકર્મચારી સાથે તમારો વ્યવહાર સુધારવો જરૂરી. ભાગીદારીથી ફાયદો થાય. મકાન-મિલકતના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી મનોસ્થિતિમાં બદલાવ જોવા મળે. જોકે, થોડાઘણા અંશે સકારાત્મક તેમજ નેગેટિવ બંને પ્રકારે બદલાવ રહેશે. તમારું મન નિર્ધારિત કાર્યમાં પરોવેલું રાખજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. બાકી નીકળતાં નાણાં પરત મળતાં રાહત થાય. નોકરીમાં લાંબા સમયથી જે સમયની પ્રતિક્ષા કરી રહ્યાં છો એ હવે નજીક આવતો જોવા મળે. વ્યવસાયમાં સ્થળાંતર ઇચ્છતા હશો તો સફળતા મેળવી શકશો.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આપના માટે ઘણી ખુશી અને આનંદના સમાચાર લઈને આવશે. ઘરનો માહોલ બદલાતો જોઈ શકશો. વડીલોનું માર્ગદર્શન અને તમારી મહેનત ભાગ્યોદય લાવશે. જોકે કોઈ કામમાં ઉતાવળા નિર્ણય લેશો નહીં. જીવનસાથીની મદદથી કોઈ અટવાયેલું કામ પાર પાડી શકશો. કામના ક્ષેત્રમાં પણ તમારી વાહ વાહ થતી જોઈ શકશો. પ્રવાસ-પર્યટનનું આયોજન શક્ય બનશે. નવી ઊર્જા અનુભવશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter