તા. 8 ઓક્ટોબર 2022થી 14 ઓક્ટોબર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th October 2022 12:11 EDT
 
 

• મેષ (અ,લ,ઈ)ઃ આ સમય અને સંજોગો નવીન ઉત્સાહ જગાવશે. તમારી આશંકા ખોટી પડશે. વિકાસની નવી તકો ઊભી થતી જોવા મળશે. અંગત કામકાજનો બોજો હળવો થાય. નાણાકીય સાહસમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે સમય મિશ્ર રહેશે. સંપત્તિની ખરીદીની બાબતોમાં અથવા મકાન બદલવાની ઈચ્છા ધરાવતા હો તો સફળતા સાંપડે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નોનો નિકાલ આવે. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ મહેનત સૂચવે છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી પ્રવૃત્તિ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. લાંબા સમયથી અટવાયેલા ઉઘરાણીના કામકાજ અહીં પતાવી શકશો. આવકનું પ્રમાણ વધે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ મોટા રોકાણ થાય. નોકરિયાત વર્ગને પ્રમોશન મળે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી સફળતા માટે થોડી રાહ જોવી પડશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે થોડીક ચિંતા રહે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન થોડી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે, જેનાં કારણે થોડી અસ્વસ્થતા રહે. ધંધા-નોકરીના ક્ષેત્રમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળે. કાર્યોમાં થોડો વિલંબ જણાય. જોકે, નાણાકીય સદ્ધરતાને કારણે થોડી રાહત કેળવાય. સંતાનોના અભ્યાસ બાબતે મહત્ત્વના નિર્ણયો લેવાં પડે, જેના કારણે સ્થાનફેર પણ કરવું પડે. દાંપત્યજીવનમાં જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે, જે જીવનમાં નવી આશાનું કિરણ જગાવે.
• કર્ક (ડ,હ)ઃ સમય આશાસ્પદ છે. નવી કાર્યરચનાને કારણે ઉત્સાહ વધે. તમારા પ્રયત્નો સફળ થતાં પ્રગતિના માર્ગ ખુલે. નાણાકીય પ્રશ્નોનો નિકાલ આવે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ મળતાં સહયોગીઓમાં પ્રશંસાને પાત્ર બનો. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ સારો છે. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી પડે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય થોડી વધારે મહેનત અને પરિણામ ઓછું આપનારો પસાર થાય. દરેક કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતાનો ભંગ થાય, જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો જોવા મળશે. જોકે, થોડી રાહત નાણાંકીય ક્ષેત્રમાં રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. વિદ્યાર્થીઓ પોતાની મહેનતનાં સારાં પરિણામ મેળવશે. વિદેશમાં અભ્યાસની શક્યતા વધે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય સખત મહેનત કરવાનો છે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરીને તમારી મહેનત દ્વારા સ્થાનને મજબૂત બનાવવું પડશે. વ્યવસાયમાં નવીન રોકાણોને કારણે વ્યસ્તતા વધે. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી, નહીં તો અભ્યાસમાં અવરોધની શક્યતા છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગો યોજાય.
• તુલા (ર,ત)ઃ આ સમય આપને થોડુંક વધુ નિયંત્રણ રાખીને કાર્ય કરવાનું સૂચવે છે. આપના કાર્યોમાં વધુને વધુ મહેનત અને કુશળતા દર્શાવવી પડે, નહીં તો નુકસાની વેઠવી પડે. નોકરીના ક્ષેત્રમાં આપ ધ્યાન નહીં રાખો તો આપના વિરોધીઓ આપને ટકવા દેશે નહીં. ખર્ચ અને આવકનું પ્રમાણ એકસરખું રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. સ્વાસ્થ્યની બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી. કામને કારણે પ્રવાસ-પર્યટન વધે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ખૂબ મહત્ત્વનો અને સફળતાભર્યો સાબિત થાય. વ્યવસાયના ક્ષેત્રે તમારા ભાગીદાર દ્વારા લાભ થાય. નોકરીના ક્ષેત્રમાં ઈચ્છિત જગ્યાએ બદલી-બઢતી શક્ય બને. આર્થિક દૃષ્ટિએ આવકના પ્રમાણમાં વધારો જોવા મળે. મકાન-મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓ સારા પરિણામ પ્રાપ્ત કરશે. દાંપત્યજીવનમાં મતભેદ હોય તો દુર થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પૂરવાર થાય. તમારો પુરુષાર્થ ફળે. મહત્ત્વના નિર્ણયો તરફેણમાં આવે. નોકરીના ક્ષેત્રમાં સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય જેના કારણે વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થી જગતમાં મહત્ત્વના પરિણામો પ્રાપ્ત કરી શકાય. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્રભાવવાળો રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડે તો ક્યાંક ગમગીન વાતાવરણ ઊભું થાય. જોકે, આ દરેક પરિસ્થિતિનો સામનો આપ કુશળતાપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલીઓ જણાતી નથી. વ્યાવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લાવશે. આથી આપનો ઉત્સાહ વધે. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો હલ આવે. નોકરીમાં બદલી-બઢતીનો સમય આવે. વ્યાપારમાં નવા રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે અવરોધો લાવશે, પણ સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક મુશ્કેલીને ઓળંગી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નો હલ થાય. માનસિક ભારણ ઓછું થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter