તા. 8 જૂન 2024થી 14 જૂન 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th June 2024 10:04 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ એકાગ્રતામાં ઘટાડો થાય, જેથી તમારા કાર્યોને યોગ્ય દિશા આપવામાં મુશ્કેલી અનુભવશો. થોડું આત્મચિંતન કરો. અહંકારને બાજુ પર મૂકી કામગીરી કરવી જરૂરી. વ્યવસાયમાં કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય જણાતો નથી. જેથી થોડું રાહ જોઈ આગળ વધશો. નોકરીની શોધખોળ કરતા લોકો માટે હવે રાહતનો શ્વાસ લેવાનો સમય આવી રહ્યો છે. આર્થિક રીતે મુશ્કેલીઓ ઓછી થતી જોઈ શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ પારિવારિક વિવાદ દૂર કરવાના પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા મેળવશો. નાણાકીય મૂંઝવણો દૂર કરવા માટે હજી વધારે પ્રયત્નો કરવા જરૂરી છે. વ્યવસાયિક કામગીરીમાં એકચિત્તથી કામગીરી કરવી જરૂરી છે. નોકરીમાં બઢતીની તકો પ્રાપ્ત કરી શકશો. નવા વાહનની ખરીદીની ઇચ્છાઓ સાકાર થવામાં થોડોક વિલંબ થઇ શકે છે. કોર્ટકચેરીમાં સફળતા મેળવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહની શરૂઆત ખૂબ સકારાત્મક રહેશે. તમારાં માન-સન્માન અને આદર્શોને તમે પૈસા કરતાં વધુ મહત્ત્વ આપશો. તમારું ભાગ્ય પણ ખૂબ સાથ આપશે. વ્યવસાયમાં ભાગીદારી માટેની વાતો ચાલતી હશે તો એમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કામ સંબંધિત કેટલીક બાબતોમાં ફેરફાર પણ જરૂરી રહેશે. નોકરીના ક્ષેત્રે પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોઈ શકશો. પરિવારમાં કોઈ આનંદપ્રદ કાર્યક્રમ યોજાય, જેના કારણે બધા ભેગા મળીને મનોરંજન મેળવી શકશો. વાહનની ખરીદીના યોગ છે.
• કર્ક (ડ,હ)ઃ તમારું ચિત્ત થોડું ભટકતું જોવા મળશે. મનમાં અશાંતિ જણાય. કામ કરવા માટે પણ આળસ અનુભવશો. જીવનમાં આર્થિક ચઢાવઉતારને પણ સંતુલિત કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. કરિયર સંબંધિત બાબતોમાં જરૂરી સલાહથી આગળ વધશો. વ્યવસાયિક સંબંધોમાં ઉદ્ભવતા વિવાદો તેમજ દુવિધાને દૂર કરવા માટે યોગ્ય આયોજન જરૂરી છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી વધુ કાળજી રાખવી પડશે.
• સિંહ (મ,ટ): સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ સામાન્ય કરતાં વધુ સારું રહેશે. શરૂઆતમાં બે-ત્રણ દિવસ થોડી કાળજી રાખવી જરૂરી. આર્થિક રીતે તમારા બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. તમારી અંગત બાબતો અને વ્યવસાયિક બાબતોને અલગ રાખશો તો ફાવશો. નોકરિયાત વ્યક્તિઓને કોઈ પરીક્ષાલક્ષી સંબંધોમાં સુધારો જોવા મળે. વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષાલક્ષી મુશ્કેલી હોય તો એ દૂર થાય. સંતાનોના લગ્નવિષયક બાબતોમાં ચર્ચા આગળ વધશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ભાઈબહેન સાથેના રિલેશનમાં મતભેદ હશે તો હવે દૂર થતો જોવા મળે. તમારા વડીલોની સહયોગને કારણે સંબંધો સુધરતા જોઈ શકશો. જોકે તમારા સ્વભાવ અને વિચારો ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. જીવનસાથી તરફથી પૂરેપૂરો સહયોગ દરેક કાર્યમાં મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં તમારા કામની પ્રશંસા થાય. બઢતીના યોગો બળવાન બનશે. આ સપ્તાહ દરમિયાન નાના પ્રવાસનું આયોજન કરી શકશો.
• તુલા (ર,ત)ઃ કોઈ મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલાં એના વિશે ચોક્કસ માહિતી અને યોજનાની રૂપરેખા બનાવીને આગળ વધશો તો લાભમાં રહેશો. મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે આ સપ્તાહ દરમિયાન મુલાકાત તમારા ફાયદારૂપ સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે આ સમય તમરા પક્ષમાં રહેશે. સરકારી નોકરી કરતાં લોકોને તમારા કાર્ય સંબધિત કોઈ શુભ સમાચાર મેળવશો. શારીરિક સમસ્યાઓ થોડીક પરેશાન કરી શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક અને શારીરિક બંને રીતે વધુ સ્વસ્થતા મેળવી શકશો. જીવનશૈલીમાં બદલાવ પણ લાવી શકશો. હવે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બનશો. આગામી સમય તમારા માટે સારા સંકેતો લઈને આવી રહ્યું છે. રોકાણની દૃષ્ટિએ ખૂબ સારો સમય છે. નોકરીમાં તમે તમારી એક અલગ છાપ ઊભી કરી શકો એવા યોગ બનશે. કોર્ટકચેરીના કાર્યોમાં તમારો વિજય થાય. મકાનની ખરીદીની યોજનાઓ ઉપર આગળ કામ કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનું આ સપ્તાહ થોડું ચિંતા અને ઉદ્વેગવાળું રહેશે. નાની નાની બાબતોમાં આપને ટેન્શનનો અનુભવ થાય, જે સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે. જોકે નાણાકીય રીતે થોડી રાહતજનક સ્થિતિ રહેશે. સરકારી કામગીરીમાં ખૂબ ચોકસાઈ રાખીને કામગારી કરવી હિતાવહ રહેશે. આ સમયમાં રાજકારણમાં જોડાયેલા વ્યક્તિઓ માટે થોડી વધુ મહેનત તેમજ વ્યસ્તતા પણ જણાય. કોર્ટ-કચેરીના મામલાઓ હજી પણ વણઉકેલ્યા જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને કાર્યક્ષેત્રે તમારી લાગણીઓ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં ખાસ કાળજી રાખવી જરૂરી, નહિ તો સંબંધોમાં મોટી તિરાડ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં ઉતાવળા નિર્ણયો નહિ લેવાની સલાહ રહેશે. આર્થિક રીતે આ સમય થોડો મિશ્રિત પરિણામવાળો રહેશે. આવકની સામે જાવક પણ એટલી જ જોવા મળે. મકાન-મિલકતમાં રોકાણ કરવાની ઇચ્છા પર કામ આગળ વધારી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન કોઈ જૂના મિત્રો સાથે મુલાકાતની શકયતાઓ રહેશે, જે તમારી મનોસ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવી શકશે. પારિવારિક જવાબદારીઓ તમારા શીરે આવશે. કારકિર્દી ક્ષેત્રે આ સમય તમારા માટે ફળદાયક સાબિત થાય. જે કામ હાથમાં લેશો એને સફળતાપૂર્વક કરી શકશો. તેના દ્વારા માનસન્માન પણ પ્રાપ્ત કરી શકાય. આર્થિક રીતે સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું સલાહભર્યું રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ મનમાંથી નિષ્ફળતાનો ડર કાઢી નાંખીને કામગારી કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. તમને સમય પ્રમાણે જરૂરી મદદ મેળવી શકશો. નાણાકીય લેવડદેવડમાં થોડી વધુ ચોકસાઈ રાખવી જરૂરી. ભવિષ્યમાં આવનાર ખર્ચાઓ માટે ખાસ અત્યારથી તકેદારી રાખશો તો મુશ્કેલી વર્તાશે નહીં. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે નવી ભાગીદારી કામ લાગશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ આનંદદાયક જોવા મળે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter