તા. 19 નવેમ્બર 2022થી 25 નવેમ્બર જૂન 2022 સુધી

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Saturday 12th November 2022 05:30 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્ર

• મેષ (અ,લ,ઈ): આ સપ્તાહ ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. દરેક મુશ્કેલીને તમારી સૂઝબૂઝથી હલ કરી શકશો. વ્યવસાયમાં કોઈ નજીકની વ્યક્તિ સાથે ભાગીદારીની ઈચ્છા હશે તો એ હવે પૂરી થઈ શકશે. નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરશો. નોકરીમાં કામનું ભારણ વધતું જોવા મળે. નવું વાહન ખરીદવાની ઈચ્છા હોય તો હવે યોગો બળવાન છે. સ્વાસ્થ્યને લઈને તમારી સજાગતા વધુ પ્રબળ બનશે. પતિ-પત્ની વચ્ચેનો તાલમેલ જળવાઈ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ): થોડીઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. જોકે, તમારા નિર્ણય ઉપર અડગ રહેશો તો ફાવશો. કામની જગ્યા પર થોડું વધુ ફોકસ જરૂરી બની રહેશે. દરેક પાસાંઓને બારીકાઈથી તપાસીને આગળ વધવાની અહીં સલાહ રહેશે. માતા-પિતા સાથે કોઈ ખટરાગ હોય તો હવે દૂર કરીને સંબંધોની મીઠાશ વધારવાની કોશિશ તમારે જ કરવી પડશે. વિઝાને લગતા પ્રશ્નો હવે દૂર થતાં જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ): કામ અને પરિવાર વચ્ચેનું સંતુલન જાળવી રાખવામાં તમારો અનુભવ ઉપયોગી થઈ પડશે. ચિંતા અને પરેશાની પણ ઓછી થતી જોઈ શકશો. મિત્રો તેમજ સ્વજનો હરહંમેશ સાથ નિભાવશે. નોકરીમાં બઢતી માટેના ચાન્સીસ બળવાન બનશે. વ્યાપારિક ક્ષેત્રમાં જવાબદારી વધતી જોવા મળે. કોઈ નવું યુનિટ શરૂ કરી શકો છો. પાર્ટનર સાથે અણબનાવ હોય તો તેને દૂર કરવાના પ્રયત્નોમાં તમે પહેલ કરી શકો છો.
• કર્ક (ડ,હ): તમારી વિનમ્રતાને કારણે સમાજમાં તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. દરેક કાર્યને સમજીવિચારીને શાંતિથી પૂરું કરવામાં હજી પણ સક્ષમ રહેશો. અવિવાહિત પાત્રોને વડીલોના આશીર્વાદથી યોગ્ય પાત્ર શોધવામાં સફળતા પ્રાપ્ત થાય. મકાનના રિનોવેશન બાબતે હજી વિલંબ થાય. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્યની પ્રશંસા થતી જોઈ શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ): જોઈતી તકો પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમારો ઉત્સાહ વધતો જોવા મળે. આર્થિક જવાબદારીમાં પણ વધારો થાય. સામે તેને પહોંચી વળવાના રસ્તાઓ પણ ખુલતા જોવા મળે. નોકરીમાં સ્થિતિ યથાવત્ રહેશે. થોડી મૂંઝવણ પણ અનુભવશો. કૌટુંબિક મામલાને બને તો ઘરની અંદર જ સોલ્વ કરવાના પ્રયત્નો કરજો. કોઈ દૂરની વ્યક્તિની દખલ સંબંધોમાં તિરાડ લાવી શકે છે જેનું ધ્યાન રાખવું જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ): ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી લાભ થાય. રાજકીય તથા સામાજિક કાર્યો કરતી વ્યક્તિઓ માટે થોડી મુશ્કેલી વધતી જોવા મળે. વ્યવસાયમાં તમારા અટકેલાં કાર્યો પુરા થાય. નવા પ્રોજેક્ટ્સ હાથ લાગે. નોકરીના સ્થળે તમારું માન-સન્માન વધતું જોઈ શકશો. સંતાન તેમજ ઘરના સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. કામને કારણે થોડી દોડધામ પણ વધતી જોવા મળશે.
• તુલા (ર,ત): સપ્તાહની શરૂઆતના દિવસોમાં થોડું કામનું ભારણ બેચેનીમાં પણ વધારો કરે. જોકે, હિંમત અને મહેનતથી કામ કરે રાખશો તો રાહત અનુભવશો. આર્થિક રીતે ફાયદો થાય. નોકરીમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં હવે ફેરફાર જરૂરી રહેશે. નવી ટેકનોલોજી સાથે કામ કરવાની ટેવ પાડવી અનિવાર્ય રહેશે. કોર્ટ-કચેરીમાંથી હવે છૂટકારો મેળવી શકશો. તમારા પાર્ટનર સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો.
• વૃશ્ચિક (ન,ય): આપની નાણાંકીય પરિસ્થિતિ સુધરતી જોવા મળશે. તમને કોઈ અણધાર્યા લાભ પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રોમાં થોડીઘણી મુશ્કેલીઓ પણ આવશે, પરંતુ તેમાંથી બહાર નીકળવાના રસ્તા તમારા અનુભવથી મેળવી શકશો. વિરોધીઓ તમને નીચા દેખાડવાના પ્રયત્નો કરે પણ સફળ થાય નહીં. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ સાથેના કામની જીભાજોડીમાં ન ઉતરવાની સલાહ છે. કૌટુંબિક કાર્યો આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. નજીકના કોઈ મિત્ર સાથેની મુલાકાતથી આનંદ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ): મનોબળ મક્ક રાખવું જરૂરી. નાણાકીય પરિસ્થિતિ હાલકડોલક થતી જોવા મળશે. આવક કરતાં જાવકનું પલડું ભારે બને. પુરુષાર્થ - મહેનત બમણાં કરવાં પડે. નોકરીમાં કે ધંધામાં આ સમય ખૂબ મહેનત માંગી લેશે. મકાન-મિલકતની કામગીરીમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેવા સલાહ રહેશે. ગૃહાદિક જીવન એકંદરે બેલેન્સવાળું રહેશે. સંતાનો તરફથી હૂંફ - લાગણી મળતાં થોડી રાહત રહેશે.
• મકર (ખ,જ): આનંદ અને ઉત્સાહથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો નકામી ચિંતાઓ ટાળી શકશો. ધર્મકાર્ય તેમજ ભક્તિભાવથી જીવનની રાહ બદલી શકો છો. સાંસારિક જીવનમાં વિચાર મતભેદ હોય તો ચર્ચા-વિચારણાથી દૂર કરવાનો પ્રયત્ન કરજો. ધંધાકીય ક્ષેત્રમાં ઉઘરાણીના નાણાં પરત મેળવશો. નોકરીમાં તમારા લાંબા સમયના પ્રયત્નો હવે સફળ થાય. સંતાનોના અભ્યાસ બાબતે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચાઓ કરી નિર્ણય લેવા સલાહનીય રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ): આ સમયમાં તમારી માનસિક તેમજ શારીરિક સ્થિતિનું બેલેન્સ બનાવી રાખવામાં સફળ થાવ. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. તમારી ઓળખાણ, પરિચય ધંધાના ક્ષેત્રમાં કામ લાગશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ફસાયેલાં નાણાં પાછાં મળે. જમીન-મકાનના પ્રશ્નો થોડા વિલંબ સાથે નિપટાવી શકશો. વિદ્યાર્થીઓને આ સમયમાં કોઈ લાભ થાય. દાંપત્યજીવનમાં સાનુકૂળતા થાય. માંગલિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ): આ સપ્તાહ થોડું વિચારોના વમળમાં પસાર થાય. ચિંતાઓ વધે. સંજોગો સુધરતાં વાર લાગે. આર્થિક રીતે સ્થિતિ યથાવત્ રહે. જેથી કરીને થોડું જોઈજાળવીને ખર્ચાઓ કરજો. નોકરી-ધંધામાં તમારા વિરોધીઓ તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરશે. જોકે, હિંમત હાર્યા વગર તમારી કામગીરી ચાલુ રાખવી. જીવનસાથી તેમજ કૌટુંબિક વ્યક્તિઓનો સહકાર તમારી સાથે હંમેશા રહેશે. મહત્ત્વના કામકાજો ધીરે ધીરે ઉકેલાતા જોઈ શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter