વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કરેલા છબરડામાં ચાર વર્ષના બે બાળકો બળાત્કારી હોવાની નોંધ કરાઇ હતી અને એક વર્ષની બાળકીને હુમલો કરવા બદલ દોષીત જાહેર કરાઇ હતી. ૧૦ વર્ષથી નીચેના કુલ ૪૦ બાળકોની બળાત્કારી તરીકે નોંધ કરાઇ હતી જ્યારે અન્ય ૮૪ બાળકોની જાતીય ગુના બદલ શકમંદ તરીકે નોંધ કરાઇ હતી. બર્મિંગહામ મેઇલ દ્વારા ફ્રીડમ અોફ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત આ માહિતી માંગવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જન્મ તારીખ અને અન્ય માહિતીની નોંધ કર્મચારીઅો દ્વારા જાતે કરાતી હોવાથી આવી ભૂલ થઇ હતી. ૧૦ વર્ષથી નાના બાળક વિરૂધ્ધ ગુનાની જવાબદારી આવતી ન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નહોતી.