તેમણે સાંસદો સમક્ષ રજૂઆત કરી હતી કે બળાત્કાર, યૌનશોષણ, ડોમેસ્ટિક વાયોલન્સ, ગોઠવેલા લગ્ન અને ફીમેલ જેનીટલ મ્યુટિલેશનના દુષણોથી બચાવવા તમામ તરૂણોને સેક્સ વિશે ફરજિયાત શિક્ષણ અપાવું જોઈએ. એજ્યુકેશન સિલેક્ટ કમિટીના સભ્ય સાંસદોએ સેક્સ એજ્યુકેશન વિશે ઈન્ક્વાયરીનો આરંભ કર્યો છે ત્યારે ચેરિટી નેતાઓએ આ રજૂઆત કરી હતી.
