આનો અર્થ એમ થાય કે દરરોજ ૩૫થી વધુ સ્ત્રી પર બળાત્કાર થતો હતો. બળાત્કારના કુલ ૨૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં પુરુષ, બાળકો અને છોકરીઓનો પણ સમાવેશ થાય છે, જે અગાઉના વર્ષ કરતા ૨૯ ટકાનો વધારો સૂચવે છે.
સત્તાવાર આંકડા અનુસાર ચાકુ અથવા તીક્ષ્ણ સાધનને સાંકળતા બળાત્કારના કિસ્સા ૪૮ ટકા વધીને ૨૯૪ની સંખ્યાએ પહોંચ્યા હતા. ચાકુની અણી કરતા બ્લેડને સાંકળતા જાતીય હુમલાની સંખ્યા ૨૨ ટકા વધીને ૧૧૧ના આંકડે પહોંચી હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટ્સ્ટિક્સના જણાવ્યા અનુસાર સેક્સ હુમલાના રિપોર્ટ્સમાં વધારો ‘ઓપરેશન યેવટ્રી’ના કારણે હોઈ શકે છે. જાતીય અપરાધો માટે સેલેબ્રિટીઝને કરાયેલી સજાઓ પછી ગણી મહિલા તેમના પર થયેલાં હુમલાની જાણ કરવા આગળ આવી છે.
અલાયદા ક્રાઈમ સર્વે ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં પણ સેક્સ હુમલાઓમાં વધારો જોવાયો છે. આ સર્વે અનુસાર ગયા વર્ષે લોકો અને મિલકતો વિરુદ્ધ અંદાજે ૭.૧ મિલિયન ગુના થયા હતા, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૧૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. ૧૯૮૧માં આ સર્વેની શરૂઆત થયા પછી આ સૌથી નીચો અંદાજ છે.