સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, પોર્ટુગલ, કેનારી આઈલેન્ડ, મેક્સિકો, ઈટાલી, ઈજિપ્ત, બાલેરિક આઈલેન્ડ્સ અને તુર્કી સહિતના દેશોના લોકપ્રિય હોલિડે રીસોર્ટ્સના ૫૦૦ હોટેલ સ્ટાફની કરાયેલી પૂછપરછમાં ડચ પ્રવાસીઓ સૌથી આનંદી પર્યટકો ગણાયા હતા.
સર્વેમાં જણાયું હતું કે ૨૧ ટકા સ્ટાફે રજાઓ માણતા ડચ પ્રવાસીઓને સૌથી સારા ગણાવ્યાં હતાં, જ્યારે ૧૬ ટકા મત સાથે બ્રિટિશ પ્રવાસીઓ બીજા ક્રમે હતા. આ પછી, જર્મન પ્રવાસીઓને ૧૩ ટકા, સ્પેનિશ પ્રવાસીઓને ૧૧ ટકા અને આઈરિશ પ્રવાસીઓને આઠ ટકા મત મળ્યાં હતાં. સર્વેમાં ભાગ લેનારા ૬૫ ટકા હોટેલ સ્ટાફે બ્રિટિશ પર્યટકોને ટીપ આપવામાં ઉદાર ગણાવ્યા હતા.
બહુમતી ૫૪ ટકાએ બ્રિટિશ પર્યટકોને વધુ વિવેકી ગણાવ્યાં હતાં, જ્યારે ૧૧ ટકાએ અગાઉની સરખામણીએ તેમને ઓછાં વિવેકી ગણાવ્યા હતા. સમગ્રતયા ૭૧ ટકા સ્ટાફે બ્રિટિશરોના વર્તનને સારું ગણાવ્યું હતું, જ્યારે ૧૭ ટકાએ તેમને ખરાબ વર્તનવાળા ગણાવ્યાં હતાં.