બ્રિટિશ ઈસ્લામિક ત્રાસવાદીઓ તારિક હસન, સુહૈબ માજિદ, ન્યાલ હેમલેટ અને મોમેમ મોટાસિમે લંડનની શેરીઓમાં વાહનો ચલાવતી વેળાએ પોલીસ ઓફિસરો કે સૈનિકોની હત્યાઓનું કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે. આ ત્રાસવાદીઓ પાસે બે પોલીસ અધિકારી અને બે પોલીસ કોમ્યુનિટી સપોર્ટ અધિકારીના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. તેમણે લંડનમાં પોલીસ સ્ટેશન અને ટેરિટોરિયલ આર્મીની બેરેક્સની જાસૂસી પણ કરી હતી.