યુરોપનો સૌથી વિશાળ ઘોડો 'લિંકન' હાલમાં લેંકેશાયરના એક તબેલામાં ઉછરી રહ્યો છે. આ લિંકન ખૂબ જ નસીબદાર છે, કેમ કે તે બીમાર હોવાથી તેને કતલખાને મોકલી દેવાયો હતો પરંતુ ખેડૂત રૂથ બ્લેર અને શાકભાજીનો હોલસેલ વેપાર કરનાર જેમ્સ મેકીએ તેને કતલ થતો બચાવી લીધો હતો. બન્ને જણાએ તેની એટલી સુંદર માવજત કરી હતી કે આજે તે યુરોપનો સૌથી ઉંચો અને તંદુરસ્ત ઘોડો બની ગયો છે.
હાલમાં ૬' ૧૦"ની ઉંચાઇ ધરાવતા 'લિંકન' મહાશય રોજના ૨૪ સફરજન, બે સ્ટોન ગાજર, ૧૧ પાઉન્ડ પાલક અને પાંચ કેબેજ ખાઇ જાય છે. તેને ખવડાવવાનો ખર્ચો £૨૮.૫૦ જેટલો છે. જે સપ્તાહના £૨૦૦ અને વર્ષે £૧૦,૩૭૪ જેટલો થાય છે.