સાંસદોને નવી ઈમિગ્રેશન નીતિની ખાતરી આપ્યા પછી વડા પ્રધાન ડેવિડ કેમરન બ્રિટનને યુરોપિયન નોકરીવાંચ્છુઓની સંખ્યા પર ઈમરજન્સી બ્રેક મળે તેવી માગણી વિચારી રહ્યા છે. અત્યાર સુધી તો તેઓ ઈયુમાં નવા જોડાયેલા દેશોના માઈગ્રન્ટ્સ માટે બેનિફિટ્સ અંકુશો ઈચ્છતા હતા. હવે તેઓ વધુ કડક વિકલ્પો વિચારે છે. આ અંગે ક્રિસમસ વેળાએ જાહેરાત થવાની સંભાવના છે.
