લંડનમાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનું રોમાંચક કોન્સર્ટ

Saturday 06th December 2014 05:59 EST
 
 

આ ગાયકબેલડી સૌપ્રથમ વખત લાઈવ કોન્સર્ટ માટે સ્ટારડસ્ટ સાથે જોડાઈ છે અને ૨૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ લંડનના એપોલો થીએટરમાં ચમત્કાર સર્જવાનું તેમણે વચન આપ્યું છે. એકબીજા સાથે એકરાગ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતાં અલકા યાજ્ઞિકે જણાવ્યું હતું કે,‘અમારી વચ્ચે સ્ટેજ અને સ્ટેજની બહાર પણ આપસી સમજનું વિશિષ્ટ બંધન છે. અમે કોઈ બાબતે એકબીજા સાથે સહમત ન હોઈએ તો ઘણી વખત ઝગડો પણ કરી લઈએ છીએ. આ પછી અમારા તમામ મતભેદ ભૂલાવી દઈએ છીએ.’
બન્નેએ એક અવાજે વર્તમાન સંગીત પ્રવાહ પસંદ નહિ હોવાનું જણાવ્યું હતું. યો યો હની સિંહ હોય કે હિમેશ રેશમિયા, તેમનું સંગીત અને ગીત શા માટે લોકપ્રિય બને છે તે સમજની બહાર હોવાનું તેમણે કહ્યું હતું.
અલકાને અભિનયની ઓફર મળી હતી તેવા પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું હતું કે,‘હા મને ઓફરો મળતી હતી, પરંતુ મને ગાયકીમાં જ વધુ રસ હતો. અભિનય કરવા માટે ઉત્કટ ઈચ્છા હોવી જોઈએ અને તે મારામાં ન હતી.’
કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે ’૯૦ના દાયકામાં સંખ્યાબંધ સફળ ગીતો આપ્યાં છે. તેમણે મેગ્ના લાઉન્જમાં ‘મે તો રાસ્તે સે જા રહા થા’ અને ‘મૈને સોચા ન થા’ની થોડી કડીઓ ગાઈને હાજર લોકોની વાહવાહી મેળવી હતી.


comments powered by Disqus