જ્યારે ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીની બોલિવૂડ ડાન્સ સોસાયટીના સભ્યોએ પણ તેમના પરફોર્મન્સ માટે ભારે પ્રશંસા મેળવી હતી. લેસ્ટરના ડીન ડેવિડ મોન્ટેઈથે કહ્યું હતું કે, ‘પ્રકાશ આપણા તમામ ધર્મોમાં સર્વસામાન્ય પ્રતીક છે અને આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય તરીકે મનાવવામાં આવે છે.’ જ્યારે લેસ્ટરના ડેપ્યુટી મેયર રોરી પાલ્મરે જણાવ્યું હતું કે, ‘આ વાતાવરણ ઘણું ભવ્ય હતું. લેસ્ટર તેના માટે ગૌરવ લઈ શકે તેવું હતું.’
લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલના સેક્રેટરી જશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મનોરંજનના તમામ કાર્યક્રમોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. યુવાનો અને વૃદ્ધોએ સાથે મળીને તેમના પરફોર્મન્સમાં શક્તિનો ધોધ દર્શાવ્યો હતો.’ લેસ્ટરની ઉત્સવ ઊજવણીઓ સમર્પિત કમિટીના મહિનાઓ લાંબા આયોજનની પરાકાષ્ઠા સમાન બની રહે છે.