ડોક્ટરો અને વીમા કંપનીઓએ લાઈફસ્ટાઈલની આદતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. યુએસના અભ્યાસમાં જણાયું છે કે હૃદયરોગના હુમલા જિનેટિક કે પારિવારિક ઈતિહાસ સાથે સંકળાયેલા નથી. વ્યાપક સંશોધનમાં કોરોનરી ડિસીઝની અલગ અલગ તીવ્રતા, અગાઉ હૃદયરોગના હુમલા થયાં હોય તેવાં દર્દીઓે ઉપરાંત, તેમના પારિવારિક ઈતિહાસ અને જિનેટિક્સ પર નજર રખાઈ હતી. તેમને જણાયું હતું કે હૃદયરોગના પારિવારિક ઈતિહાસ અને હાર્ટ એટેકની સંભાવના વચ્ચેનો સંબંધ દારવા કરતા ગણો ઓછો હતો.