ટ્રફાલ્ગર સ્કવેરમાં દિવાળી ફેસ્ટિવલ

Friday 12th December 2014 08:10 EST
 
 

પરેડનો આરંભ સાઉથબેન્ક પર હંગરફોર્ડ બ્રિજથી કરાશે. આશા અને ખુશીનો સંદેશો પ્રસરાવતું રંગબેરંગી સરઘસ ટ્રફાલ્ગર સ્ક્વેર સુધી પહોંચશે. સંગીત, ગરબા અને નૃત્ય, સ્વાદિષ્ટ વાનગીઓ અને ડ્રિન્ક્સ અને બાળકોને મઝા કરાવી દે તેવા તેવાં કાર્યક્રમો સાથેની આ નિઃશુલ્ક ઊજવણીમાં ભાગ લેવા તમામ લંડનવાસીઓ અને મુલાકાતીઓને આમંત્રણ છે. દિવાળી ઈન લંડન કમિટીના સહયોગથી લંડનના મેયર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમના મુખ્ય પ્રાયોજકોમાં લેબારા, ટુરિઝમ પાર્ટનર તરીકે ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય અને મીડિયા પાર્ટનર તરીકે ઝી ટીવી છે.


comments powered by Disqus