રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના બોસ યથાવત્ઃ

Friday 12th December 2014 08:02 EST
 

શાસ્ત્રીને ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ડાયરેક્ટર બનાવાયો હતો. બીસીસીઆઈની વર્કિંગ કમિટિની આ બેઠકમાં ટીમના મુખ્ય કોચ ડંકન ફ્લેચરને પણ ૨૦૧૫ના વર્લ્ડ કપ સુધી મુખ્ય કોચ પદે યથાવત રાખવાનું નક્કી થયું હતું.

 અંતે પૂજારાએ ઇંગ્લેન્ડમાં સદી ફટકારીઃ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ છેવટે ઇંગ્લેન્ડની ધરતી પર સદી ફટકારી છે. ડર્બિશાયર તરફથી રમતા પૂજારાએ લેસ્ટરશાયર સામે ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી અને ફર્સ્ટ કલાસ ક્રિકેટની ૨૭મી સદી લગાવી હતી. છેલ્લી ઇનિંગ્સમાં ‘હેન્ડલિંગ ધ બોલ’ આઉટ થનાર પૂજારાએ બીજી ઇનિંગ્સમાં જબરદસ્ત બેટિંગ કરતાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ ૧૦૦ રન બનાવ્યા હતાં.

 • આંકડાશાસ્ત્રી આનંદજી ડોસાનું નિધનઃ જાણીતા ક્રિકેટ ઇતિહાસકાર તથા આંકડાશાસ્ત્રી આનંદજી ડોસાનું સોમવારે ન્યૂ યોર્ક ખાતે ૯૮ વર્ષની વયે નિધન થયું છે. આણંદજી ડોસા પોતાના પત્ની સાથે ગયા વર્ષે અમેરિકા ગયા હતા જ્યાં તેઓ પોતાની પુત્રીઓ સાથે રહેતા હતા. તેમણે ભારતીય ક્રિકેટમાં આંકડા અને સ્કોરિંગનું ચલણ શરૂ કર્યું હતું.


    comments powered by Disqus