સ્થૂળતાથી બચવું છે? ટીવી જોવાનું ટાળો

Friday 12th December 2014 08:12 EST
 

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ ક્લિનિકલ એક્સેલન્સે એક અભ્યાસના અંતે જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ ટીવીમુક્ત દિવસ મનાવવો જોઇએ. એટલું જ નહીં, કમ્પ્યુટરનો ઉપયોગ મર્યાદિત કરીને આપણા શરીરને પ્રવૃત્તિશીલ રાખે તેવાં શોખ કેળવવાં જોઈએ. આવા પ્રવૃત્તિશીલ શોખના કારણે લાઈફસ્ટાઈલ તંદુરસ્ત બને છે. ઈન્સ્ટિટ્યૂટની ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે, દરેક વ્યક્તિએ પૂરતી નિદ્રા લેવી જોઈએ, બ્રેકફાસ્ટ કરવો જોઈએ, સમતોલ આહાર આરોગવો જોઇએ.
આ બધા ઉપરાંત, સ્કૂલ કે કોલેજ કે કામધંધાના સ્થળે પગપાળા કે સાઈકલ ચલાવીને જવું જોઇએ. નૃત્ય અથવા સ્વિમિંગ જેવા સક્રિય શોખ કેળવવા જોઈએ તેમ જ શક્ય હોય ત્યારે ચડવાં-ઉતરવાં માટે લિફ્ટનો ઉપયોગ ટાળીને સીડીનો જ ઉપયોગ કરવો જોઈએ.


comments powered by Disqus