સ્માર્ટફોન: શિક્ષણનો દુશ્મન

Saturday 04th October 2014 14:41 EDT
 

જાપાન સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે જે બાળકો પોતાના સ્માર્ટ ફોન સાથે સતત ચોંટી રહે છે તેમનું પરિણામ ૧૪% જેટલું અોછું આવે છે. ૧૫ વર્ષ કરતા અોછી વયના બાળકો રોજના અડધો કલાક કરતા વધારે સમયે સ્માર્ટ ફોન પાછળ વાપરતા હતા. અને ૧૧% વિદ્યાર્થીઅો તો રોજના ચાર કલાક કરતા વધારે સમય ફોન પાછળ વાપરતા હતા. ફોન પર વાત કરવી, ગેમ રમવી કે ટેક્સ્ટ કરવાના કારણે પરિણામમાં ઘટાડો થતો હોવાનું જણાયું હતું.

૦૦૦૦૦

બસમાં મુસાફરી વધી

બસમાં મુસાફરી કરવાનું વલણ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ૧૯૮૦ પછી પહેલી વખત મુસાફરીની સંખ્યામાં વધારો નોંધાયો છે. આશરે ૧૦૦ મિલિયન મુસાફરોએ બસની મુસાફરી કરી હતી. મુસાફરીની સંખ્યા ૪.૭ બિલિયન થઇ છે.

૦૦૦૦

ડાયેટ ડ્રિંક્સથી પણ વજન વધે

ડાયેટ ડ્રિંક્સમાં મેળવવામાં આવતી રાસાયણીક ગળપણના કારણે પણ વજન વધે છે તેમ સંશોધનોમાં બહાર આવ્યું છે. આવુ કૃત્રીમ ગળપણ માણસને મેદસ્વી બનાવે છે અને ડાયાબીટીશ માટે પણ જોખમી નીવડે છે.


    comments powered by Disqus