આના પરિણામે પ્રિન્સેસ માર્ગારેટ સંબંધે વિવાદ સર્જાવાનો ભય મિનિસ્ટર્સને હોવાનું દસ્તાવેજોમાં જણાવાયું હતું. એલિઝાબેથ દ્વિતીયની ક્વીન તરીકે જુલાઈ ૧૯૫૩માં તાજપોશી પછી લખાયેલા સરકારી દસ્તાવેજો અનુસાર પ્રિન્સ ચાર્લ્સ શાસન ચલાવવા જેટલા મોટા થાય ત્યાં સુધી તેમના પતિ રીજન્ટની કામગીરી સંભાળે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આના પરિણામે, રીજેન્ટ તરીકે ક્રમમાં આવતાં પ્રિન્સેસ માર્ગારેટને ચાર્લ્સના પિતા દ્વારા સુપરસીડ કરાયા હતા. આ પગલાને શાહી પરિવારના સભ્યોનું સમર્થન હોવાનું મનાય છે.