ઈન્ડિયાબુલ્સ દ્વારા લંડનમાં ઈન્ડિયા પ્રોપર્ટી શોનું આયોજન

Saturday 08th November 2014 13:52 EST
 

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (IBHFL) દ્વારા NRI, PIO અને OCI ઓડિયન્સ માટે તા. ૮ અને ૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ સવારના ૧૦થી સાંજના ૭ વાગ્યા દરમિયાન ઓશન સ્યૂટ, કમ્બરલેન્ડ હોટેલ, ઓક્સફર્ડ સ્ટ્રીટ, લંડન ખાતે એક્સક્લુઝિવ પ્રોપર્ટી એક્ઝિબિશન ‘ઈન્ડિયા પ્રોપર્ટી શો લંડન’નું આયોજન કરાયું છે. બે દિવસના આ પ્રોપર્ટી શોમાં ૨૦થી વધુ પ્રતિષ્ઠિત ડેવલપર્સ દ્વારા મુંબઈ, દિલ્હી (NCR), બેંગલોર, ચેન્નાઈ, પૂણે, કોલકાતા, હૈદરાબાદ તેમ જ ગુજરાત અને પંજાબના શહેરોમાં આવેલી વિવિધ ફ્લેટ્સ, વિલા સહિત મલ્ટિપલ પ્રોજેક્ટ્સના વિવિધ પ્રાઈમ પ્રોપર્ટીઓની રજૂઆત કરાશે.

પ્રદર્શનના દિવસો દરમિયાન ગ્રાહકોને રૂપિયા ૨૦ લાખથી માંડીને રૂપિયા ૧૦ કરોડ સુધી કિંમત તથા ૪૦૦ ચો. ફીટથી ૬,૦૦૦ ચો. ફીટ સુધીની પ્રીમિયમ પ્રોપર્ટીની વૈવિધ્યપૂર્ણ રેન્જમાંથી પસંદગી ઉપરાંત, વિશેષ ઓફર્સ અને વેલ્યુ-એડેડ લાભની પણ તક મળશે.

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના વાઈસ ચેરમેન અને એમડી શ્રી ગગન બાન્ગાએ આ વિશે જણાવ્યું હતું કે,‘પોતાના મૂળ સાથે જોડાઈને રહેવાની અદમ્ય જરૂરિયાતના કારણે ઘણા એનઆરઆઈ માટે ભારતમાં ઘરની ખરીદી ‘લાગણીપૂર્વકનો નિર્ણય’ બની રહે છે. મે ૨૦૧૪થી ભારતથી સારા સમાચારો આવે છે. જીડીપીનો વિકાસ, ઘટતો ફૂગાવો, શેરબજારમાં સુધારા સાથે સરકારે ‘મેઈક ઈન ઈન્ડિયા’ અભિયાન મારફત વિદેશી લાખો રોકાણકારોને વપરાશકારોના બજાર તરીકે નિહાળવા અનુરોધ કર્યો છે. આ નવા ફોકસથી ઔદ્યોગિક અને કોર્પોરેટ રિયલ એસ્ટેટની માગને પ્રોત્સાહન મળ્યું છે. વર્તમાન આર્થિક પરિપ્રેક્ષ્યમાં તમામ નિર્દેશાંકો નવી ચેતનાનો સંચાર દર્શાવે છે ત્યારે ભારતમાં ઘરની માલિકી માત્ર લાગણીપૂર્વકનો જ નહિ, પરંતુ લાભકારી નિર્ણય બની રહેશે.’

ઈન્ડિયાબુલ્સના કાઉન્સેલરોની નિષ્ણાત ટીમ હોમ લોનના વિકલ્પો ઉપરાંત, દસ્તાવેજીકરણ સહિતની કાનૂની અને અન્ય સલાહકારી સેવા પણ પૂરી પાડે છે.


    comments powered by Disqus