ગુજરાત રાજ્ય માટે ખાસ દારુની પરવાનગી

Saturday 06th December 2014 06:07 EST
 

પરંતુ હવાઈમથક પર લીકર પરમીટની ઓફીસ ૨૪ કલાક ખુલ્લી રહેતી ન હોવાથી વૃધ્ધ મુસાફરોને અનહદ તકલીફ પડે છે. જો તમે લંડન અથવા દુબઈથી ડ્યુટી ફ્રી શોપમાંથી દારુ લીધો હોય તો અમુક વખત અમદાવાદ હવાઈમથક પર સત્તાવાળાઓ તમારી પાસે પરમીટ ન હોવાથી તે જપ્ત કરી લે છે. આ એક જાતની હેરાનગતી છે.

આ ઉપરાંત અમદાવાદ કે ગુજરાતમાં કોઈપણ શહેરમાં જઈએ તો દારુની દુકાન વાળા ફક્ત એક જ મહિનાની પરમીટ મફત આપે છે. પછી તમારે દારુબંધી દફ્તરમાંથી પૈસા દઈને પરમીટ કઢાવવી પડે છે. ગુજરાત સરકાર પરદેશમાં રહેલા હિંદીઓ ગુજરાતની મુલાકાત લે તે માટે પ્રખંડ પ્રચાર કરે છે, પરંતુ દારુની પરમીટ માટે ખાસ તો વૃધ્ધોને કેટલી તકલીફ પડે છે તેનો ખ્યાલ રાખતી નથી.

'ગુજરાત સમાચાર' આવા સળગતા સવાલોની સમીક્ષા કરી બીજા વાંચકોના પણ વિચારો જાણી આ પરત્વે યોગ્ય પગલાં લેશે તો વડીલોના વિશેષ આશીર્વાદ મળશે.

- અરવિંદભાઈ દવે, નોર્બરી

ચાલો ભારતને સ્વચ્છ બનાવીએ!

ગાંધી જયંતિના દિવસે વડા પ્રધાને જાતે ઝાડુ પકડીને કચરો વાળ્યો. સમગ્ર દેશના નાગરિકો વડા પ્રધાનને ટેકો આપવા સ્વચ્છતા પાછળ દર સપ્તાહે બે કલાક ગાળે તો પાંચ વર્ષમાં ભારત સંપૂર્ણ સ્વચ્છ બની શકે. આપણે બધા સાથે મળીને દેશને નવી ઊંચાઈએ પણ પહોંચાડીએ. સદીઓ જૂના કાયદાની પણ સફાઈ કરવી જરૂરી છે. અવાજ, ધૂમાડા, રજકણો વગેરેનું પ્રદૂષણ સર્વના સ્વાસ્થ્ય માટે ઘણું ખતરનાક છે. વૈજ્ઞાનિકોએ મંગળયાનનું કપરામાં કપરું કામ સફળ કર્યું તો આપણે દેશને સ્વચ્છ બનાવવાનું અને રાખવાનું અભિયાન સફળતાપૂર્વક ગતિમાન રાખીએ. આપણા સંતાનો, સગાં-સંબંધીઓને પહેલથી સારા સંસ્કાર શીખવીએ અને બધા પોતે આચરણમાં મૂકે તો સ્વચ્છતા જળવાશે. સંસ્થાઓ આ કામમાં ઘણી મદદ કરી શકે. ગમે ત્યાં થૂંકવાનું - પાનની પિચકારીઓ મારવાનું ભૂલવું જોઈએ. સંડાસની સગવડ જ્યાં છે ત્યાં પણ રોજ સરખી સફાઈ કરાવવાનું ધ્યાન રખાતું નથી. બિલ ગેટ્સની મહેરબાનીથી આખા દેશમાં સસ્તાં સંડાસ બની જાય તો સ્વચ્છતા અભિયાન સફળ નીવડે.

વિકસીત દેશો પાસેથી આપણે ઘણું શીખવાનું છે. બેહદ વધેલી વસ્તીમાંથી ઘણાને ખાસ પ્રકારની તાલીમ આપીને અસંખ્ય કામો કરાવી શકાય. દેશને ગુમાવેલી સંસ્કૃતિ, સભ્યતા, સામાજિક વિકાસ ઉપલબ્ધ કરાવી ચારિત્ર વગેરેનું ઘડતર કરવાની તાતી જરૂર છે.

- ડો. આર.પી. પટેલ, વડોદરા

સાંભળો છો?

૧૯૪૭થી શું થઈ રહ્યું છે. ૬.૫૦ અબજનો ખર્ચ કરી આપણને ગમતા કે અણગમતા ચીન-પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય પાડોશીઓથી બચવા ખર્ચ કરીને ખોખલું જીવન ભારતીયો વિતાવી રહ્યા છે. ખુમારી શબ્દ જાણે કે ખોવાઈ ગયો છે. ગલુડીયા ધમકાવે, ડરાવે ક્યાં સુધી? ભારતના પ્રધાનમંત્રી જાગે અને દેશ માટે સેવા કરતાં જવાનોને આદેશ આપે કે ભારત માતા માટે હવે કંઈક કરો. જવાહરલાલથી આજદીન સુધી અબજો રૂપિયાનું આંધણ આ પાકિસ્તાને કરાવ્યું છે. દેશની આગેકૂચમાં ઘણી જ અડચણો ઊભી કરી છે. ઈઝરાયલ જેવું કરો. તમારા ઘરમાં તોપમારો કરે તો પણ નેતાઅો કહેતા કે જવાબ આપીશું. હવે હદ આવી ગઈ છે. આ પાર કે પેલે પાર. હવે સહનશીલતા પૂરી થઈ ગઈ.

ન.મો. હવે કંઈ સખ્ત કદમ ઊઠાવે. પાકતિસ્તાનને બોધપાઠ આપે. જડમૂળમાંથી રોગ કાઢવો જરૂરી છે. હાલ સમય છે. ઠોસ કદમ ઊઠાવો.

- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર

'ગુજરાત સમાચારનો દિવાળી અંક

આપણાં 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'નો ૨૦૧૪નો દિવાળી અંક ગયા શુક્રવારે તા. ૨૪ના રોજ મળ્યો તે બદલ આપ સર્વેને ધન્યવાદ. લવાજમી ગ્રાહકોને દિવાળી અંક, ખુબ માહિતીસભર કેલેન્ડર તેમજ વિવિધ લોક ઉપયોગી વિશેષ અંકો વિના મુલ્યે આપવામાં આવે છે તે ખુબજ પ્રસંશાને પાત્ર છે. દિવાળી અંકમાં ઉપર ઉપરથી જોઇને ત્રણેક લેખો વાંચ્યા છે. મારા મતે દિવાળી અંકનો શ્રેષ્ઠ લેખ ભાઈ જાન એમ. એમ. ધારીનો છે. 'માની દુવા'નો સત્ય ઘટના આધારીત લેખ છે. શ્રી દીપકભાઈ મહેતાએ દોઢ સો વર્ષ પહેલા ઇંગ્લેન્ડ જોનારા બે ગુજરાતીઅોના જોયેલ તેના વિષેના વર્ણનનો લેખ પણ ખુબ જ સરસ છે. દોઢ સો વરસ પહેલા લંડન કેવું હતું તેની ખુબજ વિશેષ માહિતી છે. વળી તેના લેખક કરસનદાસ મુલજીના નામથી અમે ખુશ થયા કારણ કે અમારા પિતાશ્રીનું નામ પણ કરશન મુળજી હોવાથી ખુબ જ ગર્વ થયો. ભાઈ શ્રી કમલ રાવે સેન્ટ મેરીઝ કેર હોમની ઝીણામાં ઝીણી માહિતી આપી છે. ખુબજ તલસ્પર્શી માહિતી વાંચીને ખુબ જ આનંદ થયો. વિક્રમ સવંત ૨૦૭૧નું વર્ષ ચાલુ થઇ ગયું છે. સમય ખુબ જ ઝડપથી જઇ રહ્યો છે. જીવનમાં સમયનું ખુબ જ મહત્વ છે માટે સમયનો સદ્ ઉપયોગ જીવનને ઝગમગાવે અને દીવાળીના દીપ દરેક મનુષ્યમાં પ્રગટાવે તેજ નવા વર્ષનો સંદેશ છે.

- ભરત સચાણીયા અને પરિવાર, લંડન

જીવંત પંથ અને આંયાં બધા....

મને ખૂબ સારું લખતાં આવડતું નથી. માફ કરજો. પ્રથમ તો દિવાળી અને નવા વર્ષના સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 'ગુજરાત સમાચાર' વાંચવામાં ખૂબ મજા આવે છે. 'જીવંત પંથ' અને લલિત લાડના લેખ વાંચવાની મજા આવે છે. તેઅો ખૂબ હસાવે છે તેમને ધન્યવાદ.

'એશિયન વોઈસ' મારો પુત્ર ખાસ વાંચે છે. 'ગુજરાત સમાચાર' યુરોપ, અમેરિકા બધે જ પ્રખ્યાત થઈ ગયું છે. ભારતથી પણ અમને પૂછે છે કે શ્રી સી.બી. પટેલ કોણ છે? એમને ખૂબ અભિનંદન આપવા જોઈએ. તેમને ખૂબ જ આશીર્વાદ અને ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે અને આવા કામો કરવાની શક્તિ આપે.

હવે તો ઘરે ઘરે 'ગુજરાત સમાચાર' આવી જાય છે. રાહ જોતાં હોઈએ કે ક્યારે આવે અને વાંચીએ. અમારા વેલ્ફેર સેન્ટરમાં પણ આવે છે એ બલ્લુભાઈ દેસાઈ ત્યાં સેક્રેટરી હતા પછી વાઈસ પ્રેસિડેન્ટ હતા ત્યારથી ચાલુ કર્યું હતું. બસ તો તમારો ખૂબ ખૂબ આભાર.

- નીરુબહેન દેસાઈ, લંડન

છાપા દ્વારા સમાજ સેવા

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' તરફથી ૪૩ વર્ષથી સમાજને અવિરત સેવા મળતી રહી છે. આપ સર્વની અતૂટ મહેનત સાથ-સહકારથી આપણી પરંપરા, સંસ્કાર વારસો, ધાર્મિક - કૌટુંબિક મૂલ્યોને અલગ રીતે રજૂ કરી ધાર્મિક, સાંપ્રદાયિક સંસ્થાના સમાચાર સમભાવથી છાપામાં રજૂ કરી યુ.કે.ની જનતાના મન જીતી લીધાં છે. તે માટે ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો.

૨૦૭૧ના નૂતન વર્ષમાં આપ સર્વનું ભાગ્યનું ખાતું ખૂલતું રહે. ધનનો ભંડાર ભરેલો રહે. દુઃખ તમારા દ્વારને ભૂલી જાય અને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી અમારા તરફથી સૌને શુભેચ્છા.

- સરયુબહેન અને શિરીષભાઈ જોશી


    comments powered by Disqus