ઠગોને બાન રાખી નાણા પડાવનારી સાત એશિયનોની ગેન્ગને જેલવાસ

Saturday 06th December 2014 05:03 EST
 

ધુમાઈલને બે વ્યક્તિ સાથે પૂર્વ બિઝનેસ સોદામાં છેતરપિંડી આચરાઈ હોવાની શંકા જતા તેણે સાથી ગુનેગારો સાથે મળી આ લોકોને માન્ચેસ્ટરના કોઈ સ્થળે બેઠક માટે બોલાવ્યા હતા. આરોપીઓએ આ બે વ્યક્તિ પર હુમલો કરી તેમના વોલેટ્સ, ઘડિયાળ, બ્રેસલેટ, ફોન અને ચાવી પડાવી લીધાં હતા. બંને બંધકોને તેમની પત્નીઓને ફોન કરી કુલ ૧૪,૦૦૦ પાઉન્ડ બેન્ક ટ્રાન્સફર કરાવવાની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.
કોર્ટે મુખ્ય આરોપી તારિક ધુમાઈલને ચાર વર્ષની તેમ જ અન્ય આરોપીઓ ફતેહ કાશિફ અહમદ, શકુર અહમદ બટ, શાઝવાન અશરફ, ગુલામ અલી અને અબ્દુલ ઝૂબેર કાદુસને ૩૨-૩૨ માસની સજા થઈ હતી. જ્યારે મોહમ્મદ ખાતીર અલીને ૨૭ મહિનાની જેલની સજા થઈ હતી. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના સીનિયર ઓફિસર ડન્કન થોર્પે જણાવ્યું હતું કે થોડાં દિવસો સુધી બાન રખાયેલી બે વ્યક્તિને ખૂબ માર મરાયો હતો. તેમના દ્વારા છેતરપિંડી અંગે અલગ તપાસ ચાલે છે, પરંતુ આરોપીઓએ કાયદો હાથમાં લઈ હિંસા આચરી હતી. આરોપીઓએ ટ્રાયલ શરૂ થવાના દિવસે જ આરોપ કબૂલ કર્યાં હતાં.


comments powered by Disqus