૪૦ લાખથી વધુ લોકોએ પ્રથમ વિશ્વયુદ્ધના શહીદોને સ્મરણાંજલિ આપતા સ્મારકની મુલાકાત લીધી હતી અને તેનાથી ચેરિટી માટે ૧૧.૨ મિલિયન પાઉન્ડ એકત્ર થવાની આશા છે. ૧૧ નવેમ્બરે આર્મીસ્ટિસ ડે આવશે ત્યારે તો ટાવર ઓફ લંડનની સૌથી મજબૂત પાણીની ખાઈમાં મહાન યુદ્ધમાં શહીદ થયેલાં બ્રિટિશ અને કોલોનિયલ સૈનિકો, નાવિકો અને હવાઈ સૈનિકોની યાદમાં ૮૮૮,૨૪૬ સીરામિક પોપીઝ જોવાં મળશે. રિચમોન્ડની પોપી ફેક્ટરીમાં સ્મરણાત્મક પોપી હાર તૈયાર થાય છે.
આર્મી કેડેટ પર હુમલો
રીમેમ્બરન્સ સન્ડેના દિવસે પોપી વેચ્યા પછી ૧૫ વર્ષીય આર્મી કેડેટ પર હુમલામાં ચહેરા પર બ્લોટોર્ચથી બ્લાસ્ટ કરાયો હતો. માન્ચેસ્ટર સિટી સેન્ટર ખાતેના બસ સ્ટોપ પર સાંજે ઉભેલા આર્મી કેડેટ પાસે એરોસોલ કેન અને લાઈટર સાથે આવેલી બ્લેક અથવા એશિયન જણાતી એક વ્યક્તિએ તેના પર જ્વાળા ફેંકી હતી.

